Home /News /explained /શું છે સબઓર્બિટલ ઉડાન, જેમાં બ્રેનસનની સ્પેસશિપ અવકાશમાંથી સફળ પરત આવી?

શું છે સબઓર્બિટલ ઉડાન, જેમાં બ્રેનસનની સ્પેસશિપ અવકાશમાંથી સફળ પરત આવી?

પ્રતિકાત્મક તસવીર : સૌજન્ય, (pixabay)

અબજોપતિ અને વર્જિન ગેલેક્ટિકના માલિક રિચર્ડ બ્રેનસન (Richard Branson) હાલમાં જ બીજા અંતરિક્ષ યાત્રિઓ (Space) સાથે સ્પેસ ટ્રાવેલ કરીને પરત આવ્યા છે.

  અબજોપતિ અને વર્જિન ગેલેક્ટિકના માલિક રિચર્ડ બ્રેનસન (Richard Branson) હાલમાં જ બીજા અંતરિક્ષ યાત્રિઓ (Space) સાથે સ્પેસ ટ્રાવેલ કરીને પરત આવ્યા છે. આ સાથે જ અંતરિક્ષ પર્યટનને (Space Tourism) વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. બ્રેનસને અન્ય સાથીઓની સાથે અંતરિક્ષની સબઓર્બિટલ એટલે કે ઉપકક્ષીય ઉડાન ભરી. અહીં ખૂબ ઝડપથી પહોંચીને તેઓ થોડા સમય માટે જ સ્પેસમાં રહ્યા, જે દરમિયાન એકદમ ભારહીન રહ્યા.

  શું છે સબઓર્બિટલનું મહત્વ

  સરળ ભાષામાં સમજીએ તો આ તે સ્થિતિ છે, જેમાં સ્પેસશિપ ખૂબ ઝડપથી ઉપર જાય છે અને સ્પેસની સીમાને સ્પર્શે છે. આ દરમિયાન અંતરિક્ષ યાત્રી ભારહીન થઇ જાય છે. ત્યાર બાદ શિપની ગતિમાં તે ઝડપ પણ નથી રહેતી અને ન તો તેની કોઇ જરૂરિયાત રહે છે.

  આ રીતે સમજો નિયમ

  જો કોઇ સ્પેસશિપ 28,000 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધુ ઝડપે ચાલે છે તો જમીન પર નથી પડતી, પરંતુ પૃથ્વીની ચારે બાજુ પરિક્રમા કરવા લાગે છે. તે સ્પેસની કક્ષામાં ચક્કર લગાવે છે. આ જ તે નિયમ છે, જેનાથી ચંદ્ર અને બીજ ઉપગ્રહ કામ કરે છે. તો અંતરિક્ષ તરફ મોકલાયેલ કોઇ પણ વસ્તુમાં જો ત્યાં રહેવા લાયક ક્ષૈતિક ગતિ નથી હોતી, જેમ કે આ રોકેટમાં માનવામાં આવે, તો તે ધરતી પર પરત આવી જાય છે અને સબઓર્બિટલ પરિઘમાં ચક્કર લગાવે છે.

  આ પણ વાંચો : રાજકોટ : સાંસદ ધડુકના ભાઈની કૉલેજમાં ચોરીનો CCTV Video, તિજોરી તોડી લાખોનો માલ ચોર્યો

  સબઓર્બિટલ ફ્લાઇટ શા માટે મહત્વની છે

  સ્પેસશિપ ભલે સ્પેસશિપ કક્ષામાં ન પહોંચે, પરંતુ પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટમાં સ્પેસ સુધી જવું એક મોટી ઉપલબ્ધી છે. રિચર્ડનું સ્પેસશિપ લગભગ 4 મિનિટ સુધી જ ભારહીનતાની સ્થિતિમાં રહ્યું અને પરત આવી શક્યું. આ પોતાનામાં જ એક રોમાંચક અનુભવ છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્થિતિ સુધી પહોંચવા માટે વિશ્વમાં ઘણા અબજોપતિઓ તૈયાર બેઠા છે. તેઓ અંતરિક્ષનો પ્રવાસ કરવા માંગે છે.

  તેને બેસબોલના ઉદાહરણ દ્વારા પણ સમજી શકાય

  જે રીતે આપણે કોઇ બેસબોલને ઝડપથી ઉપર ફેંકીએ તો પહેલા બોલ પોતાની મહત્તમ ઊંચાઇ સુધી પહોંચે છે, જે બાદ ધીમેથી નીચે પડે છે. જો તમે સુપરપાવર છો તો બેસબોલને ખૂબ ઝડપથી 97 કિમીની ગતિથી ઉપર ફેંકી શકો તો તે સ્પેસમાં પહોંચી જશે. પરંતુ જ્યારે તે પોતાની મહત્તમ ઊંચાઇ પર પહોંચશે તેમાં શૂન્ય વર્ટિકલ વેગ આવી જશે.

  આ અનુભવ માટે થઇ યાત્રા

  આ જ તે પોઇન્ટ છે, જ્યાંથી તેઓ ધરતી પરત આવવા લાગ્યા. પડ્યા પહેલા બોલ ભારહીન હશે. તે જ અનુભવ સ્પેસ ટ્રાવેલ કરી પરત આવેલા અંતરિક્ષ યાત્રીઓએ કર્યો. તેઓ સ્પેસમાં પહોંચ્યા પરંતુ કક્ષામાં પ્રવેશ ન કર્યો. તે જ કારણ છે કે તેમની ઉડાનને સબઓર્બિટલ કહેવામાં આવી.

  આ પણ વાંચો : વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

  બ્રેનસન લોકોને અંતરિક્ષ યાત્રી બનવાનો અવસર આપવા માંગે છે

  માનવામાં આવી રહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો આગામી વર્ષથી સ્પેસ પર્યટનની શરૂઆત થશે. તેમાં એક ટીકીટની કિંમત લગભગ 1 કરોડ 90 લાખ રૂપિયા હોઇ શકે છે. આટલી ઊંચી કિંમત હોવા છતાં હાલ 600થી વધુ લોકો સ્પેસ ટ્રાવેલ માટે લાઇનમાં છે. જણાવી દઇએ કે વર્જીન ગેલેક્ટિક અંતર્ગત થયેલ આ યાત્રા બાદ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પણ અંતરિક્ષ યાત્રાની શરૂઆત કરવા જઇ રહ્યા છે. બ્રેનસન બાદ જ્યારે બેઝોસ બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડ શિપ દ્વારા ઉડાન ભરશે તે પણ સબ ઓર્બિટલ ઉડાન હશે.
  First published:

  Tags: Earth, Richard branson, Space Tourism, Space Travel, Sub Orbital Flight

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन