Home /News /explained /ભાડુઆત મકાન-દુકાન ખાલી કરવાની ના પાડે તો શું કરવું જોઇએ?

ભાડુઆત મકાન-દુકાન ખાલી કરવાની ના પાડે તો શું કરવું જોઇએ?

પ્રતિકાત્મક તસવીર

કેટલીક વાર ભાડુઆત પ્રોપર્ટીમાં ઇન્ટીરિયર કે મૂળ મિલકતમાં ફેરફાર કરી સૂર બદલે છે. જાણે તે પોતે મિલકતનો માલિક હોય તેવું વર્તે છે. મિલકત પર તેની દાનત બદલતાં આવા સંજોગો ઊભા થાય છે.

    દિલ્હી: લાખો કરોડોની મિલકતમાં રોકાણ કર્યા બાદ પ્રોપર્ટી માલિક તેને આવકના સ્ત્રોત તરીકે જોતાં હોય છે. સમય સાથે સતત પ્રોપર્ટીના ભાવ વધતાં હોવાથી મોટાભાગના લોકો પ્રોપર્ટીમાં રોકાણ સુરક્ષિત માને છે. ઘણી વખત મકાન કે દુકાન ભાડે આપ્યા બાદ મુશ્કેલીમાં મૂકાઇ જવાતું હોય છે. ભાડુઆત મિલકત ખાલી ન કરે અથવા ભાડું આપવામાં આનાકાની કરે ત્યારે માલિકને હેરાન થવાનો વારો આવતો હોય છે.

    કેટલીક વાર ભાડુઆત પ્રોપર્ટીમાં ઇન્ટીરિયર કે મૂળ મિલકતમાં ફેરફાર કરી સૂર બદલે છે. જાણે તે પોતે મિલકતનો માલિક હોય તેવું વર્તે છે. મિલકત પર તેની દાનત બદલતાં આવા સંજોગો ઊભા થાય છે. આ વસ્તુ આપણી સાથે અથવા આપણી આપસાપમાં બનતી જોવા મળતી હોય છે. જો કોઇ આવી જ સ્થિતિ આવીને ઊભી રહી જાય તો મકાન માલિકે શું કરવું જોઇએ?

    હકાલપટ્ટી માટે કેસ
    રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર માલિક અને ભાડુઆત વચ્ચેનો કોન્ટ્રાક્ટ હોય છે. આ બહુ જ મહત્વનો દસ્તાવેજ છે. આમાં પ્રોપર્ટીને ભાડા પર આપવાની શરતો હોય છે. તેમાં જણાવવું જોઇએ કે, ભાડે આપેલી પ્રોપર્ટીનો કેવો ઉપયોગ થવો જોઇએ. કેટલા સમય માટે પ્રોપર્ટી ભાડે આપી છે અને દર મહિનાના ભાડાનો પણ ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવો જોઇએ. આ ઉપરાંત મકાન ખાલી કરાવવાની શરતો પણ જણાવવી જોઇએ, જેથી વિવાદ સર્જાતા તેનો ઉપયોગ કરી શકાય. આનાથી તમે કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો હવાલો આપી મકાન ખાલી કરાવી શકો છો.

    સુપ્રીમ કોર્ટના એક જાણીતા વકીલ અનુસાર, ભાડુઆતને ખાલી કરાવવાના બે વિકલ્પ છે. એક તો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઇ ગયો હોય. બીજું, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 106 હેઠળ કાયદેસરની નોટિસ મોકલી મકાન માલિક લીઝને રદ કરે. આ બન્ને વિકલ્પોમાં પણ ભાડુઆત ઘર ખાલી કરવાની ના પડે તો મકાન માલિકે જિલ્લા કોર્ટમાં હકાલપટ્ટીનો કેસ દાખલ કરી ઓર્ડર લેવો પડશે.

    ભાડું ન આપે તો શું કરશો?
    અમુક કેસમાં ભાડુઆત ભાડું આપવાનું બંધ કરે છે અને પ્રોપર્ટી પર કબજો જાળવી રાખે છે. ઘણી વખત વધતું ભાડું પણ વિવાદનું મૂળ હોય છે. મકાન માલિક રેન્ટ એગ્રીમેન્ટમાં જણાવ્યા અનુસાર ભાડું વધારી શકે છે. જો ભાડુઆત એક વર્ષ બાદ વધેલું ભાડું આપવાની ના પાડે તો મકાન માલિક પ્રોપર્ટી ખાલી કરવા માટે કહી શકે છે. જોકે, ભાડામાં મનસ્વી રીતે વધારો આપવા ભાડુઆત ના પાડી શકે છે.

    ભાડા કરારનું ઉલ્લંઘન
    રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા ભાડુઆત અને મકાન માલિક બંનેએ તેને સારી રીતે વાંચી લેવું જોઇએ. બન્નેમાંથી કોઇપણ પક્ષ તરફથી ઉલ્લંઘન થતાં કોન્ટ્રાક્ટ પૂરો થઇ જાય છે. પ્રોપર્ટીનો ઉપયોગ કેવી રીતે થશે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઇએ.

    કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન થતાં મકાન માલિક ભાડુઆતને નોટિસ પાઠવી શકે છે. કોઇપણ પ્રકારના ઉલ્લંઘનની અનદેખી ના કરવી જોઇએ. જો તમને ભાડુઆતના વ્યવહાર વિરુદ્ધ અથવા પ્રોપર્ટીનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ મળે તો તે તમારી જવાબદારી છે. આથી મકાન માલિકને તેના અધિકારો અને કર્તવ્યોની જાણકારી હોવી જોઇએ.

    રેન્ટ કન્ટ્રોલ એક્ટ વિશે જાણવું
    ભાડુઆત સાથે પ્રોપર્ટી માલિકના કાયદાકીય સંબંધ હોય છે. જે-તે રાજ્યના સ્થાનિક કાયદાઓ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. તમારા રાજ્યના રેન્ટ કન્ટ્રોલ એક્ટને જાણી લો. આમાં હકાલપટ્ટીની પ્રક્રિયા અંગે માહિતી મેળવી લેવી જોઇએ. આ માહિતી રેન્ટ એગ્રીમેન્ટના ડ્રાફ્ટિંગ પહેલાં જ મેળવી લેવી જોઇએ. સાથે જ મકાન માલિકે ઘર ખાલી કરાવવા માટે ગેરકાયદેસર રીત અપનાવવી જોઇએ નહીં.
    Published by:ankit patel
    First published:

    Tags: Explained

    विज्ञापन
    विज्ञापन