Home /News /explained /

COVID-19: એક વ્યક્તિને કોરોના વાયરસના બે વેરિએન્ટનું એકસાથે સંક્રમણ લાગે તો શું થાય?

COVID-19: એક વ્યક્તિને કોરોના વાયરસના બે વેરિએન્ટનું એકસાથે સંક્રમણ લાગે તો શું થાય?

Covid Double Variants: બેલ્જિયમની 90 વર્ષની મહિલા પહેલી એવી વ્યક્તિ છે, જેઓ એકસાથે કોરોના વાયરસના બે વેરિયન્ટથી સંક્રમિત થયા છે

Covid Double Variants: બેલ્જિયમની 90 વર્ષની મહિલા પહેલી એવી વ્યક્તિ છે, જેઓ એકસાથે કોરોના વાયરસના બે વેરિયન્ટથી સંક્રમિત થયા છે

નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના બે વેરિએન્ટ (Corona 2 Variants infection)નું સંક્રમણ એકસાથે લાગે તો શું થાય? તે પ્રશ્ન અનેક લોકોના મનમાં ઊભો થયો હશે. તેનું ઉદાહરણ બેલ્જિયમ (Belgium)માં જોવા મળ્યું છે. જ્યાં 90 વર્ષના એક વૃદ્ધાને કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટ (Corona Variants)નું સંક્રમણ એકસાથે લાગી ગયું હતું. આ વૃદ્ધા ગત માર્ચ મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમનામાં આલ્ફા અને બીટા એમ બંને વેરિએન્ટ મળી આવ્યા હતા. પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ક્લિનિકલ માઇક્રોબાયોલોજી (Clinical Microbiology) અને સંક્રમિત બીમારીઓ મુદ્દે મળેલી યુરોપિયન કોંગ્રેસમાં આ વિચિત્ર કિસ્સા બાબતે ચર્ચા થઈ હતી.

આ કોઈ આશ્ચર્યજનક વાત નથી!

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટમાં તજજ્ઞોનું કહેવું છે કે, એક સાથે બે વેરિએન્ટમાં સંક્રમણ લાગ્યું હોય તેવા કેસો ઓછા જોવા મળે છે. પરંતુ તેમાં કોઈ આશ્ચર્ય નથી. ટૂંકા સમયમાં જ ઘણા લોકોના કારણે સંક્રમિત થવું અશક્ય નથી અને આવું પહેલીવાર સાંભળવા મળ્યું હોય તેવું પણ નથી.

આ પણ વાંચો, COVID-19 in India: દક્ષિણ ભારતના રાજ્યોએ ચિંતા વધારી, માત્ર કેરળમાં નોંધાયા 14,539 નવા કેસ

જો કોઈ વ્યક્તિ એક સાથે ઘણી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને કોઈ એકથી અથવા તો તમામ સંક્રમિત વ્યક્તિથી સંક્રમણ લાગી શકે છે. વાયરસ શરીરમાં વિકાસ પામવા પાછળ સમય લે છે. તે બધી જ કોશિકાઓ પર અસર કરે છે. આ પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન જે કોશિકાઓ સંક્રમિત થઈ નથી, તેમાં અન્ય સ્ત્રોતમાંથી આવેલા વાયરસનું સંક્રમણ લાગે છે. પેથોજન સામે ઇમ્યૂનિટીને જવાબ દેવામાં પણ સમય લાગે છે. આ દરમિયાન કોઈ વ્યક્તિ એક અથવા એકથી વધુ વ્યક્તિઓથી સંક્રમિત થઈ જાય તેવી શક્યતા હોય છે. બે વખત સંક્રમણ લાગવાનું એચ.આઈ.વી.ના દર્દીઓમાં સામાન્ય છે.

આવા કેસની શકયતા ઓછી

દર વખતે જ્યારે લોકો મળે ત્યારે સંક્રમણ ફેલાય તે જરૂરી નથી. જેથી આવા કિસ્સા બનવાની સંભાવના ઓછી હોય છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તો સંક્રમણ લાગે જ તેવું જરૂરી નથી. તેથી જો કોઈ વ્યક્તિ ટૂંકા સમયમાં એક અથવા ઘણા સંક્રમિત લોકોને મળે અને દરેકની અંદર રહેલો વાયરસ તેને સંક્રમણ આપે તેવી શક્યતા ઓછી છે.

બેલ્જિયમમાં આવો પ્રથમ કેસ જોવા મળ્યો પણ વિશ્વભરમાં આવા ઘણા કેસ હોઈ શકે છે. અત્યારે પણ આવું બનતું હોઈ શકે છે. તેને નકારી શકાય નહીં. પરંતુ આવા કેસ શોધવા મુશ્કેલ છે. જ્યારે સંક્રમિત વ્યક્તિના વાયરસના સેમ્પલના જીનોમનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે જ આ બાબત સામે આવી શકે છે. પરંતુ જો વાયરસના એક જ વેરિયન્ટ અનેક વખત સંક્રમણ લાગ્યું હોય તેવા કિસ્સામાં તે નજરઅંદાજ થઈ શકે છે. બેલ્જિયનના કેસમાં મહિલાને બે જુદા જુદા વેરિયન્ટનું સંક્રમણ લાગ્યું હોવાથી ધ્યાનમાં આવી ગયું. જોકે, અન્ય કિસ્સાઓમાં સંશોધકો સક્રિયપણે તેની તપાસ કરે તો જ ખ્યાલ આવી શકે.

ડરવાની જરૂર નથી

એકસાથે એકથી વધુ સંક્રમણ દર્દીની સ્થિતિ પર કોઈ અસર પડતું નથી. અલગ-અલગ વેરિયન્ટ હોય તો પણ તેની અસર થતી નથી. તમામ વેરિયન્ટ દર્દીના સ્વાસ્થ્ય પર એક સમાન અસર કરે છે. જેથી વેરિયન્ટ એક સ્ત્રોતમાંથી આવ્યું છે કે અલગ અલગ સ્ત્રોતમાંથી તેનો કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો, સંક્રમણ સામે લડવામાં સંશોધકોને મળ્યું હુકમનું પાનું, બેક્ટેરિયલ એન્ઝાઇમની બ્લુપ્રિન્ટ મદદ કરે તેવી આશા

બીમારીની ગંભીરતા દર્દીની અગાઉની સ્થિતિ અને વાયરસની ઘાતકતા પર આધારિત છે. જો કોઈ વ્યક્તિને એક અથવા વધુ લોકોના કારણે સંક્રમણ લાગ્યું હોય તો તેનો અર્થ એ નથી કે તે વધુ બીમાર થઈ જશે.

બેલ્જિયન મહિલાના કેસના કારણે કુતૂહલ વધ્યું છે. પરંતુ ડરવાની જરૂર નથી. અત્યારે ઉપયોગમાં લેવાતી તમામ પ્રકારની રસી વાયરસ પર સમાન અસર કરી રહી છે. વેરિયન્ટ ગમે તે હોય, સારવાર સમાન છે. જેથી, જે એક વેરિયન્ટ પર અસર કરશે તે બીજા પર પણ કરશે.
First published:

Tags: Corona Variant, Coronavirus, COVID-19, Delta variant, Pandemic

આગામી સમાચાર