Home /News /explained /

Health: બ્રેન સ્ટ્રોક પાછળના મુખ્ય કારણો કયા છે? કઈ રીતે કરી શકાય લક્ષણોની ઓળખ? અહીં જાણો

Health: બ્રેન સ્ટ્રોક પાછળના મુખ્ય કારણો કયા છે? કઈ રીતે કરી શકાય લક્ષણોની ઓળખ? અહીં જાણો

બ્રેન સ્ટ્રોક પ્રતિકાત્મક તસવીર

Health news: બ્રેન સ્ટ્રોક (Stroke)ને બ્રેન એટેક પણ કહેવામાં આવે છે. આ તકલીફમાં મગજમાં લોહીનો પુરવઠો ખોરવાય છે અથવા મગજમાં રહેલી લોહીની નળીઓ (Blood vessel) ફાટી જાય છે.

  Causes of Stroke, how to know what Happened : સ્ટ્રોક (Stroke)નો ભોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે. આજની વ્યસ્ત અને તણાવગ્રસ્ત (Stress) જીવનશૈલીના કારણે 30 થી 50 વર્ષની વયના લોકોને વધુ અસર થઈ રહી છે. બ્રેન સ્ટ્રોક (Stroke)ને બ્રેન એટેક પણ કહેવામાં આવે છે. આ તકલીફમાં મગજમાં લોહીનો પુરવઠો ખોરવાય છે અથવા મગજમાં રહેલી લોહીની નળીઓ (Blood vessel) ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. પરિણામે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

  મગજમાં ચેતાના નુકસાનથી પીડાતી વ્યક્તિને તે ચોક્કસ અંગમાં લકવો (Paralysis) થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં પગનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો પગ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે હાથ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ટ્રોકના લક્ષણોને સમજી અને તેની તાત્કાલિક સારવાર કરવાથી જીવન બચાવી શકાય છે

  • સ્ટ્રોકના પ્રકારો

  - ઇસ્કેમિક સ્ટ્રોક (ischemic stroke)

  આ પ્રકારના સ્ટ્રોકમાં મગજને લોહી પૂરું પાડનાર રક્તવાહિની ગંઠાઈ જવાને કારણે સંકોચાઈ અથવા અવરોધિત થાય છે. મગજની ધમનીઓની આંતરિક દિવાલમાં ચરબી વધવાથી લોહીના ગઠ્ઠા બને છે. આ સૌથી સામાન્ય સ્ટ્રોક છે. આ કિસ્સામાં મગજને પૂરતો લોહીનો પુરવઠો મળતો નથી. જેના પરિણામે મગજની કામગીરી ઠપ્પ થઈ જાય છે.

  ટ્રાંજીયંટ ઇસ્કેમિક સ્ટ્રોક (transient ischemic stroke)

  મગજને રક્તવાહિની મારફતે યોગ્ય રક્ત પુરવઠો મળતો નથી ત્યારે તે સ્થિતિને ટ્રાંજીયંટ ઇસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે. ઘણા લોકોને આ સ્ટ્રોકના અમુક લક્ષણોનો અનુભવ થાય છે, પરંતુ આ લક્ષણો એક કે બે દિવસમાં આપોઆપ દૂર થઈ જાય છે. આ સ્ટ્રોકમાં હાથ-પગમાં નબળાઈ, બોલવામાં સમસ્યાઓ, ચહેરાને ત્રાંસો થઈ જવો અથવા સંતુલન ગુમાવવું જેવા લક્ષણો શામેલ છે. આ લક્ષણોને ઓળખવા જરૂરી છે. ટ્રાન્સલેક્ટલ ઇસ્કેમિક સ્ટ્રોક (TIS)ના કિસ્સાઓમાં આ તકલીફ સૌથી વધુ જોવા મળે છે.

  હેમોર્જિક સ્ટ્રોક (Hemorrhagic stroke)

  હેમોર્જિક સ્ટ્રોકને બ્રેઇન હેમરેજ (Brain Hemorrhage) તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રેઇન હેમરેજ એ સ્ટ્રોકનો જ એક પ્રકાર છે. બ્રેઇન હેમરેજ એ ગંભીર તબીબી સ્થિતિ છે. જેમાં મગજની રક્તવાહિની ફાટી જાય છે. આ પરિસ્થિતિ ગંભીર લકવાનું મુખ્ય કારણ છે. હાઈ બીપીમાં હેમરેજિક સ્ટ્રોકના વધુ કેસ જોવા મળે છે. જેમાં મગજની ધમનીઓ મગજની અંદર ફાટી જાય છે.

  આ પણ વાંચોઃ-Surendranagar:22 વર્ષની દિવ્યાંગ યુવતીના દુષ્કર્મીને 10 વર્ષની જેલ, ઢિંગલી આપીને પીડિતા પાસે જાણી હતી હકીકત

  સ્ટ્રોકના લક્ષણોને કેવી રીતે ઓળખવા

  સ્ટ્રોકની સ્થિતિમાં દર્દીને સમયસર સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે (સ્ટ્રોકના 4 કલાકની અંદર) તો જીવન બચાવી શકાય છે. તેથી જ સ્ટ્રોકના લક્ષણોને ઓળખવા મહત્વપૂર્ણ છે. લક્ષણોને BE FAST તરીકે સરળતાથી સમજી શકાય છે.

  B- બેલેન્સ (Balance)- સ્ટ્રોકનો ભોગ બનેલા વ્યક્તિ તેના શરીરનું સંતુલન ગુમાવે છે. તે ન તો બેસી શકે છે અને ન તો યોગ્ય રીતે ઉભા રહી શકે છે.
  E-આઇઝ (Eyes)- સ્ટ્રોકથી પીડાતી વ્યક્તિને અચાનક એક આંખ કે બંને આંખોમાંથી ધૂંધળું દેખાવા લાગે છે. આવું થાય તો સમજી લો કે આ સ્થિતિ સ્ટ્રોક સાથે સંકળાયેલી હોઈ શકે છે
  F-ફેસ (Face)- સ્ટ્રોકમાં ચહેરો એક તરફ વળી જાય છે. તેના કારણે વ્યક્તિ સ્મિત પણ કરી શકતું નથી. આ સ્થિતિમાં ચહેરો ત્રાંસો દેખાય છે.
  A- આર્મ્સ (Arms)- સ્ટ્રોકમાં, હાથ ઢીલા થઈ જાય છે, અને તેમને ઉપાડવામાં મુશ્કેલી પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો હાથમાં જીવ રહેતો નથી.
  S-સ્પીક (Speak)- પીડિતાને બોલવામાં તકલીફ પડે છે, તેની જીભ લથડવા લાગે છે.
  T-ટાઈમ (Time)- સ્ટ્રોકમાં સૌથી મહત્વપૂર્ણ સમય છે. સ્ટ્રોક આવે તો દર્દીને સારી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં શક્ય હોય તેટલું જલ્દી લઈ જવું. હોસ્પિટલમાં MRI, સીટી સ્કેન અને વધુ સારી આઈસીયુ સુવિધા હોવી જરૂરી છે.

  આ પણ વાંચોઃ-દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, સ્કૂલથી ઘરે જતા મોતને ભેટી

  સ્ટ્રોકના મુખ્ય કારણો

  હાઈ બીપી
  સ્ટ્રોકના સૌથી મોટા કારણોમાં હાઈ બ્લડ પ્રેશર (High BP) સૌથી પહેલા આવે છે. ડૉક્ટર તેને હાઈપરટેન્શન કહે છે, જો તમારું બીપી સામાન્ય રીતે 130/80થી વધુ હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

  તમાકુ
  તમાકુના ઉત્પાદનોનું સેવન અથવા ધૂમ્રપાન કરવાથી સ્ટ્રોકની દહેશત વધે છે. નિકોટિન તમારા બીપીને વધારે છે. સિગારેટનો ધુમાડો તમારી ગરદનની મુખ્ય ધમનીમાં ચરબી એકત્રિત કરે છે. આ ઉપરાંત તે તમારા લોહીને પણ ઘટ્ટ બનાવે છે અને ગંઠાવાની (Clot) સંભાવના વધારે છે.

  હૃદયરોગ
  હૃદયમાં વાલ્વ કામ કરતો ન હોય, ધમનીનો બ્લોક હોય અથવા હૃદયના ધબકારા અનિયમિત હોય તે સ્થિતિને હૃદયરોગ કહે છે. વૃદ્ધોમાં જોવા મળતા ચતુર્થાંશ સ્ટ્રોક પાછળ હૃદયરોગ કારણભૂત છે. ચરબીયુક્ત ખોરાક તમારી ધમનીઓને પણ બંધ કરી શકે છે

  ડાયાબિટીસ
  ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઘણીવાર હાઈ બીપી હોય છે. તેમજ વધુ વજન થવાની સંભાવના વધારે હોય છે. આ બંને પરિસ્થિતિ સ્ટ્રોકની સંભાવના વધારે છે. ડાયાબિટીસ તમારી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી તમને સ્ટ્રોક થવાની સંભાવના વધુ થાય છે. જો તમારા બ્લડ શુગરનું સ્તર ઊંચું હોય ત્યારે તમને સ્ટ્રોક આવે છે અને તમારા મગજને વધુ ઈજા થાય છે.

  વજન અને કસરત
  તમારું વજન વધારે હોય તો સ્ટ્રોકની સંભાવના વધી શકે છે. તમે દરરોજ વર્કઆઉટ કરીને તમારી મુશ્કેલીઓ ઘટાડી શકો છો. 30 મિનિટ સુધી ઝડપી ગતિએ ચાલો અથવા પુશઅપ્સ અને વેઇટ લિફ્ટિંગ જેવી સ્નાયુઓને મજબૂત કરતી કસરતો કરો. આ ઉપરાંત આનુવંશિક, ઉંમર અને અમુક દવાઓની આડઅસરો પણ સ્ટ્રોકનું કારણ હોઈ શકે છે.

  જાણકારો શું કહે છે?

  તમે શું કહો છો જાણકાર

  આજકાલ યુવાનોમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. ત્યારે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital)ના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ (Neurologist) ડો.અનુરાધા બત્રા (Dr Anuradha Batra) માને છે કે, આનું સૌથી મોટું કારણ તંદુરસ્ત જીવનશૈલીનો અભાવ છે. તેમનું કહેવું છે કે, અમુક બેદરકારીને કારણે સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. આ બેદરકારીઓમાં મોડું સૂવું, મોડું જાગવું, નિયમિત કસરત ન કરવી, સમયસર ન ખાવું, વ્યસનો, ફાસ્ટ ફૂડ અથવા જંક ફૂડ ખાવું જેવી બાબતો શામેલ છે. યુવાન અને મધ્યમ વયના લોકોમાં વધતા તણાવની હૃદય અને મગજના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

  આ પણ વાંચોઃ-Ahmedabad news: પુરુષોને પણ શરમાવે એવું બે મહિલાઓનું કારસ્તાન, dg વિજિલન્સે રંગેહાથે પકડી

  આ સાવચેતીઓથી જોખમને ટાળી શકાય

  – બ્લડ પ્રેશર કંટ્રોલ રાખો. હાઈ બીપી સ્ટ્રોકનું જોખમ વધારે છે. ડોક્ટરની સલાહ લેતા રહો
  – કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો. કોલેસ્ટ્રોલના વધેલા સ્તરથી હાઈ બીપીનું જોખમ વધે છે.
  – બ્લડ શુગરને નિયંત્રણમાં રાખો. ડાયાબિટીસથી પીડાતા લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. દવા સમયસર લો.
  – સ્થૂળતા ટાળવા માટે નિયમિત કસરત કરો અને લીલા શાકભાજી અને ફળો ખાઓ
  – જો પરિવારમાં કોઈને આ સમસ્યા થઈ ચૂકી હોય તો સાવચેત રહો અને તબીબી સલાહ લો
  – ધુમ્રપાન કે અન્ય કોઈ પણ નશાથી દૂર રહો
  Published by:ankit patel
  First published:

  Tags: Brain stroke, Explained, Health News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन