Home /News /explained /

Term Life Insurance: આ કારણે મોત થાય તો નથી મળતું વળતર, પૉલીસી લેતા પહેલા જાણી લો શરતો

Term Life Insurance: આ કારણે મોત થાય તો નથી મળતું વળતર, પૉલીસી લેતા પહેલા જાણી લો શરતો

પ્રતીકાત્મ તસવીર

અમુક કારણોસર થયેલ મોતમાં વીમા કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. તો આવો જાણીએ કઈ રીતે થયેલ મોતમાં કંપનીઓ પૈસા આપવાની ના પાડી શકે છે:

  મુંબઈ: માણસ જીવતો હશે તો કમાઈ શકશે, પરિવારનું ભરણપોષણ કરી શકશે, પરંતુ ઘરના કર્તાહર્તાના આકસ્મિક મોત (Death) પછી શું? આ જ સવાલના જવાબ માટે આપણે સૌ આજકાલ જીવન વીમા (Life Insurance) તરફ વળ્યાં છીએ અને તેમાં પણ ખાસ ટર્મ પ્લાન (Term insurance) તરફ. પરિવારને મુખ્ય આવકના સ્ત્રોતનાં મોત બાદ આર્થિક સંકટનો સામનો ન કરવો પડે, તે હેતુસર ટર્મ પૉલીસી લેવામાં આવે છે. જોકે, જીવન વીમા પોલિસી લેતા પહેલા દરેક બાબતની બારીકાઈથી તપાસ કરવી જરૂરી બને છે. અમુક ચોક્કસ રીતે જ મૃત્યુ પર જ વીમા કંપની કવર આપી રહી છે કે શું, તે દરેક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

  કઈ-કઈ રીતે મોત થવા પર જ પોૉલિસીમાં કવર મળશે, તે શરત ચોક્કસથી તપાસવી. અમુક કારણોસર થયેલ મોતમાં વીમા કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. તો આવો જાણીએ કઈ રીતે થયેલ મોતમાં કંપનીઓ પૈસા આપવાની ના પાડી શકે છે:

  આત્મહત્યા :

  જો વ્યક્તિ પૉલીસી શરૂ થયાના પ્રારંભથી 12 મહિના દરમિયાન આત્મહત્યા કરે, તો ચૂકવવામાં આવેલા પ્રીમિયમના 80% (પૉલસી નોન-લિંક્ડ હોય તો) પ્રીમિયમ પરત મળે છે. જો પૉલીસી લિંક્ડ હોય અને 12 મહિનાની અંદર જ આત્મહત્યા કરે તો ચૂકવેલા કુલ પ્રીમિયમના 100 ટકા લાભાર્થીને પ્રાપ્ત થશે. જોકે, પૉલીસીધારક પૉલીસીના એક વર્ષ પૂરા થયા પછી આત્મહત્યા કરે તો કોઈ ફાયદો મળતો નથી અને પૉલીસી સમાપ્ત થઈ જશે. અમુક જીવન વીમા કંપનીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુને પૉલીસીમાં કવરેજ આપતી નથી, તેથી પૉલીસીની ખરીદી સમયે નિયમો અને શરતો વાંચો અને પૂછો.

  આ પણ વાંચો: અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર ગેસના બાટલા ચોરતો હિસ્ટ્રીશીટર 'બાટલો' ઝડપાયો

  કોઈ ખતરનાક પ્રવૃત્તિને કારણે મોત :

  અમુક લોકોને જોખમ સાથે રમવાનો શોખ હોય છે. જો પૉલીસીધારક કોઈ જોખમી પ્રવૃત્તિ કરતી વખતે મૃત્યુ પામે તો વીમા કંપની ટર્મ પ્લાનના ક્લેમને નકારી દેશે. પૉલીસીની પૂર્વ શરતમાં કોઈપણ જીવલેણ પ્રવૃત્તિ સમાવી લેવામાં આવતી નથી. જેમ કે એડવેન્ચર સ્પોર્ટ્સ, કાર અથવા બાઇક રેસ, સ્કાય ડાઇવિંગ, પેરા ગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ વગેરે તેમાં શામેલ છે.

  આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિમાગ પર કરી શકે છે કોકેઈન જેવી અસર: અભ્યાસ

  HIV/AIDS :

  જો વીમા ધારક વ્યક્તિ એચઆઈવી અથવા એઈડ્સ જેવા જાતીય રોગને લીધે મૃત્યુ પામે તો વીમા કંપની દાવાને મંજૂરી સ્વીકારશે નહીં.

  નશામાં મોત :

  જો ટર્મ પૉલીસી લેનાર દારૂના નશામાં ગાડી ચલાવતો હોય અથવા ડ્રગ્સ લઈને ગાડી ચલાવતા અકસ્માતમાં મૃત્યુ પામે તો કંપની દાવાની રકમ આપવાનો ઇનકાર કરી શકે છે. આ સિવાય ડ્રગ અથવા આલ્કોહોલના ઓવરડોઝથી મોત થાય તો પણ વીમા કંપની ક્લેમ રીજેક્ટ કરશે.

  આ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો

  હત્યા :

  મહત્ત્વની અને ચોંકાવનારી બાબત એ છે કે કોઈ પૉલીસીધારકની હત્યા કરવામાં આવે છે અને મોતના ષડયંત્રમાં નોમિનીની ભૂમિકા નજરે ચડે અથવા તેના પર હત્યાનો આરોપ હોય તો વીમા કંપની વારસદારને પૉલીસીની રકમ આપવાની ના પાડી શકે છે. આ કિસ્સામાં જ્યાં સુધી નોમિનીને ક્લિનચીટ ન મળે ત્યાં સુધી દાવાની અરજી મુલતવી રહે છે અર્થાત નોમિની નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી દાવો મળવાપાત્ર નથી.

  આ સિવાય પોલિસીધારક જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં શામલે હોય અને તેને કારણે તેની હત્યા કરવામાં આવે તો પણ તેને પરિવારને વીમાની રકમ નહીં મળે. (Source: પોલિસીબજાર- PolicyBazaar.com)
  First published:

  Tags: Claim, Insurance Policy, LIC, Life Insurance, મોત

  આગામી સમાચાર