Explainer: કઇ રીતે જાણવું આદર્શ ક્રિપ્ટોકરન્સી કઇ છે? રોકણ કરતા પહેલા તપાસો આ પાસાઓ

ક્રિપ્ટોકરન્સી માટે તમારે તેના અમુક લક્ષણો (Characteristics of Good Cryptocurrency)ને ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઇએ

Cryptocurrency News - વિશ્વભરના ઘણા દેશોની સાથે ભારતમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency in India)ને લઇને રોકાણકારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું એક કારણ તે પણ ગણાવી શકાય કે ક્રિપ્ટોકરન્સીમાં રીસ્ક હોવા છતાં રોકાણ દ્વારા ઝડપથી નફો અને રીટર્ન (Return) મળે છે

  • Share this:
વિશ્વભરના ઘણા દેશોની સાથે ભારતમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency in India)ને લઇને રોકાણકારો (Investors)માં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું એક કારણ તે પણ ગણાવી શકાય કે ક્રિપ્ટોકરન્સીમાં રીસ્ક હોવા છતાં રોકાણ દ્વારા ઝડપથી નફો (Profit) અને રીટર્ન (Return) મળે છે. હાલ Bitcoin, Ethereum, Tether, Cardano, Ripple, Polka Dot સહિત 6000 જેટલી ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે. તેથી જે વ્યક્તિ હાલમાં જ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ (Invest in Cryptocurrency) કરવા પ્રવેશી રહી છે, તેના માટે આટલા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સી (Find Best Cryptocurrency)ની ઓળખ કરવી અઘરું કામ હોઇ શકે છે. સૌથી શ્રેષ્ઠ અને ફાયદાકારક ક્રિપ્ટોકરન્સી માટે તમારે તેના અમુક લક્ષણો (Characteristics of Good Cryptocurrency)ને ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઇએ. અહીં તમને તે પૈકી અમુક સારી ક્રિપ્ટોકરન્સીના લક્ષણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

સિક્યોરિટી

ક્રિપ્ટોકરન્સી કે પછી કોઇ પણ રોકાણ વિકલ્પ પસંદ કરો, નાણાંકીય સુરક્ષા સૌથી મહત્વની બાબત છે. જે ક્રિપ્ટોકરન્સી યોગ્ય હશે તેની ડિઝાઇનમાં સુરક્ષાને પણ મહત્વ આપવામાં આવ્યું હશે. એટલે કે સૌથી મહત્વના બે મુદ્દાઓ – ઓથેન્ટીકેશન અને સારો પાસવર્ડ સિવાય તમારી માહિતીને હેકથી અટકાવવા આ કરન્સીમાં અન્ય સુરક્ષા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હશે.

જો તમે તમારી ક્રિપ્ટોકરન્સીના તમામ સિક્યોરિટી ફીચર્સ તપાસવા નથી ઇચ્છતા અથવા તો ચૂકી ગયા છો તો તમારે તેના બિલ્ટી-ઇન સિક્યોરિટી ફીચર્સને ધ્યાનમાં રાખવા જોઇએ.

માપનીયતા

ક્રિપ્ટોકરન્સીની માપનીયતા દર સેકન્ડે થતા અથવા મંજૂર કરવામાં આવતા વ્યવહારોની સંખ્યા દર્શાવે છે. આજે આપણે કોઇ પણ નાણાંકીય વ્યવહાર માટે બેંક ચેકની જગ્યાએ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું પસંદ કરીએ છીએ. કારણ કે સમયમાં ઘણો તફાવત રહે છે. બ્લોકચેન ટ્રાન્જેક્શન કરવા માટે અમુક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જોકે, સૌથી ઝડપી હશે તે સૌથી શ્રેષ્ઠ હશે.

તે પરીબળોને ધ્યાનમાં રાખો કે જે આ બાબતને સમકક્ષ દર્શાવે છે. અને તેવી ક્રિપ્ટોકરન્સી પસંદ કરો જે લેણદેણમાં સૌથી ઓછો સમય લે છે.

આ પણ વાંચો - હવે સીધી તમારા બેંક એકાઉન્ટમાં આવશે Electricity સબસિડી! જાણો શું છે સરકારનો પ્લાન

સ્થિરતા

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સ્થિરતા પાછળ ભાગવું ક્યારેક ઓક્સીમોરોન જેવું લાગે છે. આખરે એક ક્રિપ્ટોકરન્સી ત્યારે જ સ્થિર થશે જ્યારે લોકો, સંસ્થાઓ અને દેશ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેશે. ભવિષ્યમાં આવું બની પણ શકે છે.

તેનો અર્થ એવો નથી કે બિટોકોઇન અને Ether સ્થિર નથી. પરંતુ એક આદર્શ ક્રિપ્ટોકરન્સી સમયની સાથે સ્થિર બને છે. કારણ કે તેના દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન સમય જતા વધશે. આ જ ફેક્ટર આ બંને ક્રિપ્ટોકરન્સીમાં લાગૂ પડ્યું છે. આ મોડલને અનુસરતી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું એક સારો નિર્ણય સાબિત થઇ શકે છે.

પુરવઠો

રેગ્યુલર અથવા ફિએટ કરન્સીની મુખ્ય મર્યાદા તે છે કે તેની પ્રિન્ટિંગ જરૂરિયાત અનુસાર કરવામાં આવે છે. કોવિડ-19 મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરળતાથી છાપવામાં આવેલા પૈસાના કારણે અમુક લોકોએ આગામી નાણાકીય સંકટ વિશે અગાઉથી જ ક્યાસ મેળવી લીધો હતો. જોકે, ક્રિપ્ટોકરન્સી પૂરવઠાની આ સમસ્યામાંથી સરળતાથી બચી શકે છે.

આ ઉપરાંત અમુક નિશ્ચિત પ્રમાણમાં રાખવામાં આવેલા કાઇન્સ જરૂરિયાત પડ્યે ઉપયોગમાં આવી શકશે. ઉદાહરણ તરીકે બિટકોઇનના મહત્તમ 21 મિલિયન સિક્કા હાજર છે, પરંતુ તેનાથી વધુ નહીં.

અન્ય નવા કોઇન્સ ક્રિપ્ટોકરન્સી ટોકન્સને ઇનએક્સેસિબલ વોલેટમાં નાખીને “બર્ન” કરે છે. આ પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ ક્રિપ્ટોકરન્સીની કુલ સંખ્યાને મર્યાદિત કરવામાં મદદરૂપ બને છે અને સમયની સાથે તેને વધુ કિંમતી બનાવે છે.

WazirXએ હાલમાં જ પોતાની છઠ્ઠી કોઇન બર્ન ઈવેન્ટ યોજી હતી. જેમાં તેણે 5,933,333 WRX જે ભારતીય ચલણમાં 74.8 કરોડ રૂપિયાને બર્ન કર્યા. ત્યાર બાદ તેના બર્ન કોઇન્સની સંખ્યા 21,786,665 થઇ ગઇ, જેની કિંમત 45 મિલિયન અમેરિકન ડોલરથી પણ વધુ થાય છે.

આ પણ વાંચો - Nostradamus Predictions 2022: મોંઘવારી, પરમાણુ વિસ્ફોટ અને યુદ્ધ અંગે નાસ્ત્રેદમસે કરી છે આવી ડરામણી ભવિષ્યવાણી

એક ચોક્કસ સંખ્યામાં કોઇન્સને સર્ક્યુલેશનમાં રાખવા માટે નિયમિત આ પ્રક્રારના ઉપાયો કરનાર ક્રિપ્ટોકરન્સી હોવી એક મજબૂત ક્રિપ્ટોકરન્સી તરીકેનો સારો સંકેત છે.

વિકેન્દ્રીકરણ

ક્રિપ્ટોકરન્સી વિશેનો વિચાર હોલ્ડિંગ સંસ્થાને બદલે લોકોને સત્તા આપવાનો છે. બિટકોઈનની અનેક વિશેષતાઓમાંની એક એ છે કે તેને કોણે બનાવ્યો તે કોઈને ખ્યાલ નથી.

બીજી તરફ અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સી બ્લોકચેનની આ વિકેન્દ્રિત પ્રકૃતિને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને તેમના ચલણની હેરફેર કરવાનો પણ પ્રયાસ કરે છે. જો તમને ક્યારેય કોઈ ક્રિપ્ટોકરન્સી પાછળના કોઈ વ્યક્તિ અથવા સંસ્થાની વિશે જાણવા મળે ભલે તે સીધી રીતે સંકળાયેલ ન હોય, તો પણ તરત જ તે બધી કરન્સી વેચી દો.

માંગ

આ એક ખૂબ સરળ પરંતુ જરૂરી લક્ષણ છે. એવી ક્રિપ્ટોકરન્સી પસંદ કરો જે માંગમાં વધુ છે. માંગ સાથે અહીં અર્થ એવો છે કે એવી ક્રિપ્ટોકરન્સી જે સમાચારોમાં છે અને સમય સાથે તેનો ગ્રોથ પણ વધી રહ્યો છે, આ સાથે જ લોકોના મોઢે ચર્ચાનો મુદ્દો છે. અહીં મુખ્ય વાત તે છે કે તમે ક્રિપ્ટોકરન્સીમાં જેટલું વહેલું રોકાણ કરો છો તેટલું તમને ફાયદાકારક સાબિત થશે.

ઉપયોગ

જે રીતે તમે કોઇ વસ્તુઓ અને સર્વિસ ખરીદવા અને વેપાર કરવા માટે ચલણનો ઉપયોગ કરો છો તેમ ક્રિપ્ટોકરન્સી વિશે એક મહત્વપૂર્ણ સવાલ તે છે કે તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે. આ બાબત વિશે ઘણા લોકો ક્રિપ્ટોકરન્સી ખરીદતી સમયે વિચાર કરતા નથી. પરંતુ જો તમે તેના વિશે વિચારશો તો તમે જાણશો કે તમારી ક્રિપ્ટોકરન્સી દ્વારા કંઇક યોગ્ય વસ્તુ લેવાની ક્ષમતા હોવી એ ખરેખર ખૂબ જરૂરી છે.

ઉદાહરણ તરીકે તમે ઇથર દ્વારા NFT લઇ શકો છો અને તમારા માટે વિકલ્પોના અનેક દરવાજાઓ ખુલી જશે. આ વિચાર માત્ર ક્રિપ્ટોકરન્સી ખરીદીને તેને સારી કિંમતે વેચી દેવા કરતા ઘણો સારો છે. ટૂંકમાં ક્રિપ્ટોકરન્સી ખરીદતી સમયે ચકાસો કે તે તમારા મટે આવકના વધુ દરવાજા કઇ રીતે ખોલી શકે છે.
First published: