Home /News /explained /Weight loss story: મિત્રો ઉડાવતા હતાં મજાક, 48 કિલો વજન ઘટાડી બન્યો સબ-ઇન્સ્પેક્ટર, હવે છે 6 પેક એબ્સ

Weight loss story: મિત્રો ઉડાવતા હતાં મજાક, 48 કિલો વજન ઘટાડી બન્યો સબ-ઇન્સ્પેક્ટર, હવે છે 6 પેક એબ્સ

વેઇટ લોસ સ્ટોરી

Transformation journey: એક યુવકને તેનાં મિત્રો જાડીયો કહીને જ બોલાવતા હતાં. તે યુવકે મિત્રો દ્વારા મજાક ઉડાવવાને કારણે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને 2 વર્ષમાં તેણે તેનું 48 કિલો વજન ઘટાડી લીધુ. જે બાદ આ યુવક સબ-ઇન્સ્પેક્ટર પણ બન્યો અને આજે તેને 6 પેક્સ એબ્સ પણ છે. જાણો આ સબ ઇન્સ્પેક્ટરની ફિટનેસ જર્ની વિશે.

વધુ જુઓ ...
જ્યારે કોઇનું વજન વધુ હોય (Overweight) હોય છે, તો ઘણી વખત લોકો માં તે મજાકનું પાત્ર બનતો હોય છે. આવી ઘટનાઓમાં ઘણી વખત વજન વધારે હોય તેવી વ્યક્તિઓ ડિપ્રેશન (Depression)માં આવી જાય છે તો ઘણી વખત તેઓ આ મજાકને મોટિવેશન તરીકે લઇ પોતાનામાં બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે. આ વેટ લોસ સ્ટોરી (Weight Loss Story)માં આજે આપણે એવાં વ્યક્તિની વેટ લોસ જર્ની અંગે વાત કરીશું જેમાં તેમણે મિત્રોનાં મજાક બનાવવાને કારણે પોતાનું વજન ઘટાડ્યું અને આજે તેમની પાસે સિક્સ પેક એબ્સ છે. તેમણે ન ફક્ત તેમનું વજન 48 કિલો ઘટાડ્યુંછે, પણ આ બાદ તેઓ સબ ઇન્સ્પેક્ટર પણ બન્યાં છે. ચાલો જાણીએ તેમની ફિટનેસ જર્ની વિશે.

નામ- શુભમ ઘોષ
કામ- સબ ઇન્સ્પેક્ટર
પોસ્ટિંગ- અંડમાન નિકોબાર
ઉંમર- 31 વર્ષ
હાઇટ- 6 ફીટ 3 ઇંચ
મહત્તમ વજન- 126 કિલો
વેઇટ લોસ- 48 કિલો
વેઇટ લોસમાં સમય- 2 વર્ષ

120 કિલોથી 72 કિલોની જર્ની કેવી રીતે પૂર્ણ કરી- (Fitness journey from 120 to 72 kg)

શુભમ ઘોષ કહે છે કે, તેમને ખાવાનો ખુબજ શોખ હતો. આ કારણે તેમનું વજન ખુબજ વધી ગયુ હતું. જ્યારે વર્ષ 2013માં તેમણે કોલેજમાં એડમિશન લીધુ તે સમયે તેનું વજન આશરે 120 કિલો હતું. ફર્સ્ટ યયરમાં વધેલાં વજન બાદ પણ તે ઘણો એક્ટિવ રહેતો અને કોલેજમાં થતા તમામ ખેલમાં તે ભાગ લેતો. તેનાં વધુ વજનનાં કારણે કોલેજનાં મિત્રો તેનો મજાક ઉડાવતા હતાં. અને તેને જાડીયા જાડીયા કહીને ચિડાવતા હતાં. તે સ્પોર્ટ્સમાં ઘણો સારો તો. પણ ભારે વજનને કારણે તે હમેશાં હાસ્યનું પાત્ર બની જતો હતો. એક વખત કોલેજનાં દિવસોમાં તેણે સલમાન ખાનની ફિલ્મ 'વોન્ટેડ' જોઇ. અને સલમાન ખાનને પોલીસની વર્દીમાં જોઇ તે ઘણો મોટિવેટ થયો.

આ પણ વાંચો-Weight loss: આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

તે વધુમાં કહે છે કે, મૂવી જોયા બાદ હું સલમાન ખાનનો ફેન થઇ ગયો અને બીજા દિવસથી જ સવારે 5 વાગ્યે ઉઠવાનું શરૂ કરી દીધું. હું મારી કોલેજનાં મેદાનમાં ચાલતો અને સવારે લીંબુ પાણી પીતો. ધીમે ધીમે મે સાંજનાં સમયે પણ ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દીધુ.

પછી જ્યારે મે મારા શરીરમાં બદલાવ જોયો તો મે જીમ જવાનો નિર્ણય કર્યો. ધીમે ધીમે મારુ વજન ઘટતું ગયુ અને વર્ષ 2015માં મારુ વજન 84 કિલો થઇ ગયું. મારી ફિટનસ એવી થઇ ગઇ હતી કે હું એક વખતમાં 100 પુશઅપ કરી શકતો હતો.

આ બાદ મે 6 પેક એબ્સ બનાવવાનો નિર્ણય લીધો. અને પાછી મેહનત શરૂ કરી. અને પછી મારુ વજન 72 કિલો થઇ ગયું. પણ હાલમાં મારુ વજન 82 કિલો છે. અને મસલ્સ પણ ઘણાં સારા છે. હવે જ્યારે હું પાછળ વળીને જોવું છુ તો મને ખુબજ ખુશી થાય છે. કે મે આ કઠોર નિર્ણય લીધો. કારણ કે હું આઝે ફિટ બોડી વાળો સબ ઇન્સ્પેક્ટર છું.



આવી હતી શુભમની ડાયટ- શુભ ઘોષ કહે છે કે, સમય પ્રમાણે તેની ડાયટ બદલાતી રહેહતી હતી. જ્યારે શરૂઆતમાં 120થી 84 કિલો સધી પહોચ્યો તે સમયે ઘણી બેઝિક ડાયટ ફોલો કરતો હતો. કારણ કે તે સમયે સુધી મને ડાયટ અંગે જરાં પણ જ્ઞાન ન હતું. હું દરરોજ સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી જરૂર પીતો હતો અને તે બાદ દિવસની શરૂઆત કરતો હતો. મારી ડાયટ કેવી હતી તે અંગે વાત કરું તો.

બ્રેકફાસ્ટ (સવારે 8 વાગ્યે)
- 3 સ્લાઇસ બ્રાઉન બ્રેડ
-4 એગ વ્હાઇટ

લંચ (બપોરે 12 વાગ્યે)
- એક વાટકી બ્રાઉન કે વ્હાઇટ રાઇસ
-એક કપ બાફેલું શાક
-250 ગ્રામ ઓલિવ ઓઇલમાં તળેલું ચિકન

સ્નેક્સ
-વર્કઆઉટ બાદ વ્હે પ્રોટીન

ડિનર (7 વાગ્યે)
-2 ચપાટી
-150 ગ્રામ ચિકન/માછલી/સોયાબીન/ પનીર



-હાલમાં શુભમ આશે 2000 કેલરીનું સેવન કરે છે. જેમાં બ્રેકફાસ્ટમાં 5 એગ વ્હાઇટ, 100 ગ્રામ બ્રોકલી કે સ્પ્રાઉટ, 1 ગ્રીન ટી લે છે.
-બપોરનાં જમવામાં 200 ગ્રામ માછલી અને લીલા શાકભાજીનું સલાડ, 2 રોટલી કે 100 ગ્રામ ભાત. આ ઉપરાંત જમ્યા બાદ 1 સ્કૂપ એટલે કે 15 ગ્રામ ઇસબગુલની સાથે વ્હે પ્રોીટન લે છે.
-સાંજનાં 6 વાગ્યે 5 એગ વ્હાઇટ અને ગ્રીન ટી અને વર્કઆઉટ બાદ 1 ચમચી વ્હે પ્રોટીન લે છે.
-રાતનાં જમવામાં તેઓ 200 ગ્રામ ચિકન કે માછલી, ગ્રીન સલાડ, સ્પ્રાઉટ ખાય છે .જે બાદ સુતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 15 ગ્રામ ઇસબગોલ લે છે.



વર્કઆઉટ અંગે જણાવે છે શુભમ
શુભમ ઘો, જણાવે છે, જ્યારે હું વજન ઘટાડવાનો હતો તે સમયે મને એક્સરસાઇઝ માટે એટલી માહિતી ન હતી. મને ફક્ત એટલું જ માલૂમ હતું કે, દોડવાનું અને ચાલવાથી વજન ઘટશે. તેથી હું દિવસભર કોઇને કોઇ રીતે દોડતો કે ચાલતો રહેતો. જ્યારે મારુ વજન ઘટ્યું ત્યારે મે જીમ જોઇન કરવાનો નિર્ણય લીધો. જિમમાં એક્સરસાઇઝ દરમિયાન આ વર્કઆઉટ ફોલો કરતો હતો.

-સોમવાર- ચેસ્ટ, બેક અને એબ્સ
-મંગળવાર- શોલ્ડર અને બયસેપ્સ, ટ્રાયસેપ્સ અને ફોર આર્મ્સ
-બુધવાર- લેગ્સ અને એબ્સ
-ગુરુવાર- ચેસ્ટ, બેક અને એબ્સ
-શુક્રવાર- શોલ્ડર, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ અને ફોર આર્મ્સ
-શનિવાર- લેગ્સ અને કાર્ડિયો

હાલમાં શુભમ દરરોજ 5-6 કિલોમીટર સ્લો રનિગ કરે છે. અને બાદમાં 10 મિનિટ રોપ જંપ, 20 મિનિટ સ્ટેપ અપ્સ ,જંપિંગ જેક એક્સરસાઇઝ કરે છે, અથવા તો તે જિમ જઇ કાર્ડિયો કરે છે. જેનાંથી આશરે 500-700 કેલરી બર્ન કરે છે. આ સાથે જ તે વેટ લિફ્ટિંગ પણ કરે છે.

આ પણ વાંચો-Health Tips: દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

વજન ઓછું કરવાની ટિપ્સ- શુભમ ઘોષ જણાવે છે. જો તમારે વજન ઘટાડવું છે તો તમારે મન પર કાબૂ કરવાની જરૂર છે. તમે જે લક્ષ્ય વિચાર્યો છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇપણ પરિસ્થિતિમાં તમે તેને વળગી રહેશો તો જરૂરથી વજન તમે ધાર્યુ છે તેટલું ઘટાડી શકશો.



જો કોઇનું એક વખત વજન ઘટે છે તો તે પોતે જ મોટિવેટ થવા લાગે છે અને જિમ જવું, સારુ ડાયટ ફોલો કરવું તેને ગમવાં લાગેછે. વજન ઓછું કરવાનાં પ્રયાસમાં હમેશાં કોઇ સર્ટિફાઇડ ફિટનેસ કોચની જ સલાહ લો. લોકલ જીમ ટ્રેનર હમેશાં સાચા રસ્તાથી ભટકાવીને સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપશે. વર્કઆઉટથી વધુ મહત્વપૂર્ણ હેલ્ધી ડાયટ ફોલો કરવું છે. તેથી કેલરી ડેફેસિટમાં જ ડાયેટ ફોલો કરો.
First published:

Tags: Extra fat, Fat to Fit, Transformation, Weight loss