મેદસ્વીતાથી છુટકારો મેળવવા માટે આ પાંચ ઘરકામ કરો, નિયંત્રિત રહેશે વજન!

મેદસ્વીતાની પ્રતિકાત્મક તસવીર

આજના સમયમાં મોટાભાગના લોકો મેદસ્વીતાનો સામનો કરી રહ્યા છે. વજન ઓછુ કરવા માટે લોકો ડાયટિંગ અને કસરત કરે છે. પરંતુ ડાયટિંગ અને કસરતની સાથે તમે ઘરના કામ કરીને પણ તમારું વજન ઓછુ કરી શકો છો

  • Share this:
આજના સમયમાં મોટાભાગના લોકો મેદસ્વીતાનો સામનો કરી રહ્યા છે. વજન ઓછુ કરવા માટે લોકો ડાયટિંગ અને કસરત કરે છે. પરંતુ ડાયટિંગ અને કસરતની સાથે તમે ઘરના કામ કરીને પણ તમારું વજન ઓછુ કરી શકો છો. ઘરના કામથી મેદસ્વીતા, કમરનો દુખાવો, પગનો દુખાવો તથા અન્ય દુખાવાથી રાહત મેળવી શકાય છે. શરીર જેટલુ એક્ટિવ રહે છે તેટલુ ફિટ રહે છે. સ્વસ્થ આહારપ્રણાલી, કસરત, યોગની સાથે ઘરના કામ જેમ કે કચરા-પોતા, રસોઈ કરવી, ઘરની સાફસફાઈ, વાસણ કરવા વગેરે સામેલ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આ પ્રકારે જીવનશૈલી અપનાવવાથી વજનને નિયંત્રિત રાખી શકાય છે. તેથી તમારી નિયમિત દિનચર્યામાં ઘરના કામને પણ શામેલ કરો.

પોતુ કરવું

પોતુ કરવાથી શરીરની ચરબી દૂર કરવામાં મદદ મળે છે. જેનાથી 30 મિનિટમાં તમે 145 કેલરી બર્ન કરી શકો છો, જે ટ્રેડમિલ પર 15 મિનિટ દોડવા બરાબર છે. જો તમને પીઠ અથવા પગમાં દુખાવો થતો હોય તો બેસીને પોતુ કરવાથી પગની કસરત થાય છે.

કપડા ધોવા

હાથથી કપડા ધોવાથી ઘણી કેલરી બર્ન કરી શકાય છે, જે 100 સિટઅપ કરવા બરાબર છે. એટલું જ નહીં તેનાથી તમને સ્વસ્થ જીવનશૈલી પણ પ્રદાન કરે છે અને શરીર સ્વસ્થ રાખે છે.

રસોઈ કરવી

રસોઈ કરવી તે કસરત કરવા બરાબર છે, જેનાથી શરીર એક્ટિવ રહે છે. રસોડામાં શાકભાજી સમારવાથી લઈને રોટલી વણવા સુધીના અનેક કાર્ય કરવાના રહે છે. જેમાં તમે 1 કલાકમાં 150 કેલરી બર્ન કરી શકો છો.

સાફસફાઈ કરવી

તમારી દૈનિક દિનચર્યામાં કેલરી બર્ન કરવા માટે 15 મિનિટ સાયકલિંગ કરવી પણ જરૂરી છે. જો તમે તે પ્રમાણે નથી કરી શકતા તો તમે ટીવી, ફ્રિજ, ટેબલ, બારી-બારણા વગેરેની સાફસફાઈ કરી શકો છો. સાફસફાઈ કરવાથી 30 મિનિટમાં 180 કેલરી બર્ન કરી શકાય છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે.

પથારી કરવી

તમારી નિયમિત દિનચર્યામાં ચાલવાને પણ યોગ્ય સ્થાન આપવું જરૂરી છે. જેના વિકલ્પરૂપે તમે પથારી કરતા સમયે 15 મિનિટમાં 66 કેલરી બર્ન કરી શકાય છે. જેનાથી હ્રદય સંબંધિત બીમારીનું જોખમ ઓછુ થાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે, ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટી કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
First published: