Home /News /explained /ચંદ્ર પર પાણીની ભાળ મેળવશે આ યંત્ર, અવકાશ સંશોધન ક્ષેત્રે અનેક ફેરફારો થવાની શકયતા

ચંદ્ર પર પાણીની ભાળ મેળવશે આ યંત્ર, અવકાશ સંશોધન ક્ષેત્રે અનેક ફેરફારો થવાની શકયતા

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક વર્ષોથી ચંદ્ર પર જવા માટે કેટલાક દેશો વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે. તેના કારણે એક અલગ પ્રકારની અંતરીક્ષ પ્રતિસ્પર્ધા છેડાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

નવી દિલ્હી : અંતરીક્ષ ક્ષેત્રે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચંદ્ર પર જવા માટે કેટલાક દેશો વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે. તેના કારણે એક અલગ પ્રકારની અંતરીક્ષ પ્રતિસ્પર્ધા છેડાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના આર્ટેમિસ એકોર્ડની જોગવાઈઓ પણ તેના સંકેતો આપી રહી છે. એક તરફ નાસા ચંદ્ર ઉપર પોતાનો બેઝકેમ્પ બનાવવાની તૈયારીમાં છે, બીજી તરફ ચીન સાથે મળીને રશિયા પણ ત્યાં રિસર્ચ સેન્ટર બનાવશે. હવે ચંદ્ર પર લાંબા સમય સુધી રોકાવાની તૈયારીઓ થઈ રહી છે, જેથી ચંદ્ર પર સૌથી મહત્વનો મુદ્દો પાણીની તપાસનો રહેશે. આ દરમિયાન નાસા માટે એક ખાસ પ્રકારના યંત્રની તૈયારી કરવામાં આવી છે. જે ચંદ્રના વાયુમંડળમાં પાણીની ઉપસ્થિતિનું અધ્યયન કરી ત્યાંના જળચક્રને સમજશે.

ઘણા સમયથી ચાલી રહ્યું છે કામ

વૈજ્ઞાનિકોની એક ટુકડી ચંદ્રમા પર પાણીની ઉપસ્થિતિ સહીતની બાબતોને જાણવા માટે અભ્યાસ કરી રહી છે. આ ટુકડીએ વાયુમંડળમાં પાણીના અણુઓની ઉપસ્થિતિને ઓળખી કાઢતા યંત્રની શોધ કરી છે. જેનાથી ચંદ્ર પર પાણીની ક્યાં ક્યાં ઉપસ્થિતિ છે અને કેટલું પ્રમાણ છે તે અંગે જાણકારી મળી શકશે.

આર્ટિમિસ અભિયાન

ઓપન યુનિવર્સિટી અને RAL સ્પેસની ટીમે એક્ઝોસ્ફેરિક માસ સ્પેક્ટ્રોમીટર (EMS) તૈયાર કર્યું છે. જેને તેઓ 'હાર્ટ ઓફ લ્યુનર સેન્સર' તરીકે ઓળખે છે. આ સાધન ભવિષ્યના મિશન માટે ચંદ્ર પર પાણી અને બરફના પ્રમાણનો અભ્યાસ કરશે. આ સાધન PITMSનો ભાગ છે. જે આ વર્ષે નાસાને ચંદ્ર પર મોકલવા માટે આપવામાં આવશે.

આ ઉપકરણ શું કરશે?

દાયકાઓ બાદ મહિલા અને પુરુષ અવકાશયાત્રી ચંદ્ર પર પગ મૂકશે. આ આર્ટેમિસ મિશનના ભાગ રૂપે તે ઉપકરણ ચંદ્ર પર પહોંચશે. ઓપન યુનિવર્સિટી દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ સાધન ચંદ્રના ખૂબ જ પાતળા વાતાવરણમાં પણ પાણી અને અન્ય અણુઓની સ્થિતિ શોધી કાઢશે. આ સાધન કેટલીક ઓળખ ટેક્નિકનું પણ પરીક્ષણ કરશે. જેનો ઉપયોગ ભવિષ્યના મિશનમાં કરવામાં આવશે.

કઈ રીતે થશે ઓળખ?

યુરોપિયન સ્પેસ એજન્સીના મત મુજબ આ ઉપકરણ સંશોધકોને રાસાયણિક વિશ્લેષણ દ્વારા સામાન્ય પરમાણુઓ અને અણુઓને ઓળખવા અને તેનું પ્રમાણ નક્કી કરવાની તક આપે છે. ચંદ્ર પરના અણુ જ્યારે સેન્સર સાથે અથડાય છે ત્યારે તેઓ આયન બનાવે છે. જે વિદ્યુત ક્ષેત્રમાં એકઠા થાય છે. આ આયનોને ડિટેક્ટરમાં છોડવામાં આવે છે, જ્યાં તેમની રાસાયણિક રચના તેમજ તેમના જથ્થાની માહિતી મેળવી શકાય છે.

સતત થશે અધ્યયન

ચંદ્રના વાતાવરણમાં જળના અણુઓનો સતત અભ્યાસ આ સાધન આખો દિવસ કરશે. જેથી ચંદ્રનું જળ ચક્ર સમજી શકાય. તે ચંદ્રના લુનાર લેન્ડરનો ભાગ હશે. જે નાસાના એસ્ટ્રોબાયોટિક મિશન દ્વારા આ વર્ષે વેલાસ મોર્ટિસ વિસ્તારમાં ઉતરશે.

અગાઉનું સેન્સર કેવું હતું?

ટીમે પહેલા પણ એક સેન્સર ડિઝાઇન કર્યું હતું. જે ચંદ્રમાં બાષ્પ થતા પદાર્થને શોધી શકે છે. ચંદ્રના વાતાવરણ અને સપાટી બંને પર બાષ્પ થતા પદાર્થની શોધ કરતા સાધનનો આયન ટ્રેપ માસ સ્પેક્ટ્રોમીટર (ITMS) એક ભાગ છે.

ચંદ્ર માટે આટલો ખર્ચો કરવાનું કારણ શું?

ચંદ્ર પર આટલું ખર્ચ કરવાનું મોટું કારણ છે. અવકાશ સંશોધન માટે ચંદ્ર પ્રયોગશાળા જેવો છે. આ ઉપરાંત ત્યાં જૂજ પ્રમાણમાં મળતી ધાતુઓ મળશે તેવી અપેક્ષાઓ છે. ચંદ્ર તરફનાં મિશન ભવિષ્યના અવકાશ મિશનની દિશા નક્કી કરશે.
First published:

Tags: Mission Moon, Moon, Nasa, Science, Science વિજ્ઞાન

विज्ञापन
विज्ञापन