Home /News /explained /

રૂમમાં પહોંચી ત્યાં શું કરવા ગયા'તા એ ભૂલી જવાય છે? સંશોધકોએ શોધ્યું તેનું રહસ્ય

રૂમમાં પહોંચી ત્યાં શું કરવા ગયા'તા એ ભૂલી જવાય છે? સંશોધકોએ શોધ્યું તેનું રહસ્ય

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

તાજેતરમાં બીએમસી સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ રૂમમાં પહોંચી અને મુખ્ય વાત ભૂલી જવાની આ ઇફેક્ટ માત્ર ત્યારે જ થાય છે, જ્યારે મગજ ખૂબ કસાતું હોય.

નવી દિલ્હી: 'હૈયે છે ને હોઠે નથી' તે કહેવત જાણીતી છે. ઘણી વખત આપણે કોઇ વ્યક્તિને કંઈક કહેવા જઈએ અને એકાએક તે વાત ભૂલી જઈએ. આવું લગભગ બધા સાથે થયું હશે. ક્યારેક રૂમમાં ગયા બાદ રૂમમાં શું કરવા ગયા હતા તે પણ ભૂલી જવાય છે, કામ શું હતું તે યાદ કરવા અનેક પ્રયત્નો કરવા છતાં તે વાત યાદ આવતી નથી. જેને ડોરવે ઇફેક્ટ કહેવાય છે. 'ડોર વે' ઇફેક્ટથી આપણાં મગજમાં શું શું ઓર્ગનાઈઝ થયું છે તે ફલિત થાય છે. આ ઇફેક્ટ સમજવાથી ભૂલી જવાની થોડી ક્ષણો અને તે પછીના પરેશાનીનું આકલન કરી શકાય છે.

એક સ્થળે ગયા બાદ આપણે ત્યાં શું કરવા પહોંચ્યા હતા? તે સંપૂર્ણ વિગત મગજમાંથી એકાએક લુપ્ત થઈ જાય છે. જેને લોકેશન એપડેટિંગ ઈફેક્ટ પણ કહેવામાં આવે છે. એક રૂમમાંથી બીજા રૂમમાં જતી વખતે મગજમાં આ પ્રક્રિયા થાય છે. નાની નાની વાતોનું ભૂલવું પણ આ બાબતમાં સામેલ છે.

આ પણ વાંચો: શહેર નાનું અને દંડ મોટો! રાજ્યમાં સૌથી વધુ રકમના ઇ-મેમો રાજકોટમાં ફટકારાયા

વર્ષ 2011માં નોટ્રે ડેમ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે લોકો દરવાજામાંથી પસાર થયા પછી વસ્તુઓ ભૂલી જવાનું વલણ ધરાવે છે. જુના રૂમની યાદો તાજી થયા બાદ મગજ રિફ્રેશ થાય છે. જેથી વસ્તુઓ પણ ભૂલી જવાય છે. જોકે, આખી પ્રોસેસ પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે.

આ પણ વાંચો: આ કારણે ફક્ત 30 વર્ષે જ યુવકોને પડવા લાગે છે ટાલ, આવી ભૂલો બિલકુલ ન કરો

તાજેતરમાં બીએમસી સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ રૂમમાં પહોંચી અને મુખ્ય વાત ભૂલી જવાની આ ઇફેક્ટ માત્ર ત્યારે જ થાય છે, જ્યારે મગજ ખૂબ કસાતું હોય. એવું નથી કે માત્ર શરીર એક રૂમમાંથી બીજા રૂમમાં જાય ત્યારે જ આવું થાય છે. ઘણી વખત કોમ્પ્યુટરમાં એક વિન્ડોમાંથી બીજા વિન્ડોમાં જઈએ ત્યારે પણ કામ ભૂલી જવાય છે. અગાઉના અધ્યયન સૂચવે છે કે આવી ભુલી શારીરિક માનસિક બંને પ્રકારે થાય છે.

આ પણ વાંચો: નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

આ અધ્યયનમાં અલગ-અલગ ચાર પ્રયોગ કરવામાં આવ્યા હતા. મેમરી સાથે વસ્તુઓ કેવી રીતે સંકળાયેલી છે તે આ પ્રયોગથી ફલિત થયું હતું. પ્રયોગમાં બે પ્રકાર સામેલ હતા, એક વાસ્તવિકતા અને બીજી વર્ચ્યુઅલ રિયાલિટીનો સમાવેશ થયો હતો.

સંશોધનકારોએ શોધી કાઢ્યું કે, ડોરવે ઇફેક્ટ થવાનું શરૂ થયા બાદ સંશોધનમાં ભાગ લેનારાઓ વસ્તુઓ ભૂલી જતા હતા. અભ્યાસમાં એવું પણ નિષ્કર્ષ સામે આવ્યું કે સહભાગીઓની યાદશક્તિને ડોરવે ઇફેક્ટ સમયે વધુ સંવેદનશીલ બને છે.

આ પણ વાંચો: Barbeque Nation IPO: આઈપીઓ ભરતા પહેલા જાણી લો આ 10 વાત

અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું કે "જ્યારે અભ્યાસમાં ભાગ લેનારા દરવાજાઓમાંથી પસાર થયા અને તાપસ સમયે મગજમાં કેટલીક અસર જોવા મળી હતી. તપાસમાં નક્કી કરાયેલા સિગ્નલ ખોરવાયા હતા.

તો અંતે આ બાબતોનું નિષ્કર્ષ શું?

ડોરવે ઇફેક્ટ ત્યારે જ બને છે, જ્યારે તમારા મગજમાં કોઈ અન્ય કામ પણ ચાલતું હોય. એક સાથે એકથી વધુ કામ કરવાનું ટાળો. રૂમમાં પ્રવેશ કરીને જે એક કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે તેના પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું.
First published:

Tags: Brain, Forget, Lifestyle, Memory, Science, Walk, આરોગ્ય

આગામી સમાચાર