Home /News /explained /

Vandi Verma: જાણો, કોણ છે વૈંડી વર્મા? આ ઐતિહાસિક ઘટનામાં ભજવશે મોટો ભાગ

Vandi Verma: જાણો, કોણ છે વૈંડી વર્મા? આ ઐતિહાસિક ઘટનામાં ભજવશે મોટો ભાગ

ભારતીય મૂળની વૈંડી વર્મા ચીફ એન્જિનિયર રોબોટિક ઓપરેશન્સની જવાબદારી નિભાવે છે

Vandi verma Chief Engineer Robotic Operations: નાસાની જેટ પ્રપલ્શનલ લેબોરેટરીમાં ભારતીય મૂળની વૈંડી વર્મા ચીફ એન્જિનિયર રોબોટિક ઓપરેશન્સની જવાબદારી નિભાવે છે. તેમણે જ્યારે પર્સિવિયરેન્સનું સંચાલન કર્યુ છે.

મંગળ ગ્રહ પર (Mars) નાસાના પર્સિવિયરેન્સ રોવરે (NASA's Perseverance Rover) મંગળની સપાટી પર અને તેની નીચે સૂક્ષ્મ જીવનની શોધ શરૂ કરી દીધી છે. નાસાની જેટ પ્રપલ્શનલ લેબોરેટરીમાં (Jet Propulsion Laboratory) ભારતીય મૂળની વૈંડી વર્મા ચીફ એન્જિનિયર રોબોટિક ઓપરેશન્સની (Vandi verma Chief Engineer Robotic Operations) જવાબદારી નિભાવે છે. તેમણે જ્યારે પર્સિવિયરેન્સનું સંચાલન કર્યુ છે. ગત વર્ષે જુલાઇના અંતમાં લોન્ચ કર્યા બાદ પર્સિવિયરેન્સ રોવર આ વર્ષે ફેબ્રુઆરીમાં મંગળના જજીરો ક્રેટર પર ઉતર્યુ છે. વૈંડી પહેલા પણ નાસાનું રોવર ચલાવી ચૂકી છે.

શું કરશે પર્સિવિયરેન્સ?
પર્સિવિયરેન્સ રોવર હાલ તે જજીરો ક્રેટર પર જ પોતાની શોધનું કામ કરી રહ્યું છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ રોવરને ખાસ મંગળ ગ્રહ પરની સપાટી અને તેની નીચે પ્રાચીન સૂક્ષ્મજીવોના સંકેતોને શોધવા માટે ઉતાર્યુ છે. આ સિવાય પર્સિવિયરેન્સ મંગળ પર અન્ય પણ ઘણા પ્રયોગ કરશે. જેમાં મોક્સી પ્રયોગ તે કરી ચૂક્યું છે. તેમા તેને મંગળ ગ્રહની કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ત્યાં જ ઓક્સિજન બનાવ્યો હતો.

કોણ છે વૈંડી વર્મા?
વર્મા ભારતમાં પંજાબના હલવાડામાં જન્મી હતી અને ત્યાં જ ઉછરી હતી. તેમના પિતા વાયુસેનામાં પાયલોટ હતા. વૈંડીએ અમેરિકાના કારનેગી મિલોન યૂનિવર્સીટિમાં રોબોરિક્સમાં પીએચડી કર્યા બાદ તે વર્ષ 2008થી મંગળ પર રોવર ચલાવી રહી છે. તેણે પર્સિવિયરેન્સ પહેલા સ્પિરીટ, અપોર્ચ્યૂનિટી અને ક્યોરિસિટી રોવર પણ ચલાવ્યા છે.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

હાલ શા માટે ચર્ચામાં છે વૈંડી?
વૈંડી આ પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી ચૂકી છે. તે પર્સિવિયરેન્સ રોવરના મંગળ પર પહોંચ્યા બાદ પણ ચર્ચામાં આવી હતી. પરંતુ ત્યારે પર્સિવિયરેન્સે મંગળ ગ્રહ પર પોતાનું મુખ્ય કામ શરૂ કર્યુ ન હતું. અત્યાર સુધી નાસા પર્સિવિયરેન્સના ઉપકરણોની સલામતીની સાથે તેની સથે ઇજેન્યુટી હેલીકોપ્ટરની ઉડાનોમાં લાગ્યુ હતું. અને ટીમ પર્સિવિયરેન્સને મંગળની સપાટી અને તેની નીચે સૂક્ષ્મજીવનની તપાસ વાળું કામ શરૂ કરવાની તૈયારીમાં હતી. હવે જ્યારે કામ શરૂ થઇ ગયું છે તો એકવાર ફરી વૈંડી ચર્ચામાં આવી છે.

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

ક્યાં કામ કરશે પર્સિવિયરેન્સની સાથે વૈંડી?
આ રીતે જજીરો ક્રેટર વૈંડીનું હવે કાર્યસ્થળ બની ગયું છે. જ્યાં અબજો વર્ષ પહેલા એક તળાવ હતું જ્યારે મંગળ આજની સરખામણીએ ખૂબ ભીનાશ હતી. આ યાત્રા દરમિયાન રોવર 15 કિલોમીટરના રસ્તામાંથી નમૂના જમા કરશે અને તેને વધુ સંશોધન માટે પૃથ્વી પર લાવશે.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

રોવરને ચલાવવામાં આખી ટીમ કાર્યરત રહેશે
પર્સિવિયરેન્સની યાત્રાની શરૂઆતની સાથે એન્જિનિયર, ડ્રાઇવર અને આયોજકોની ટીમ મંગળ ગ્રહ પર તેના પ્રવાસ દરમિયાન જોડાયેલી રહેશે. ટીમ તેના રસ્તાનું ચોક્સાઇથી નિરીક્ષણ કરશે જેથી પૈડાંઓ પર આ પ્રયોગશાળાને પરીવહન સંબંધી સમસ્યાન ન થાય. ધરતી પર આ કામ ખૂબ સરળ લાગે છે પરંતુ પૃથ્વીથી મંગળ પર તેને સંકેતો દ્વારા કરવું ખૂબ જટિલ કામ છે.

આ રીતે ચાલશે રોવર
હકીકતમાં પૃથ્વી અને મંગળ ગ્રહ પર રેડિયો સંકેતોના આદાનપ્રદાનમાં સમય લાગે છે. રોવર કોઇ જોયસ્ટિક દ્વારા ચલાવી શકાતું નથી, જે રીતે પૃથ્વી પર રોબોટિક કાર કે ઉપકરણો સાથે થાય છે. એન્જિનિયરોને પહેલા અપાયેલા નિર્દેશો પર આધારિત રહેવું પડશે. તે પહેલાથી જ સેટેલાઇટથી ક્રેટરની લીધેલી તસ્વીરોના આધારે બનેલ થ્રીડી ગ્લાસનો ઉપયોગ કરી મંગળની સપાટી પર રોવરની આસપાસની જગ્યાનો અંદાજ લગાવશે. એક વખત રસ્તો નક્કી થયા બાદ રોવર બીજા દિવસે તેમના નિર્દેશોનું પાલન કરશે.

પર્સિવિયરેન્સ રોવરની પાસે નેવિગેશન માટે પોતાનું કમ્પ્યૂટર છે. તેનું મુખ્ય કમ્પ્યૂટર પોતાને બીજા કાર્યોમાં વ્યસ્ત રાખશે અને રોવરને સ્વસ્થ અને સક્રિય રાખશે. વર્માએ કહ્યું કે, આ રોવર ચાલક માટે સ્વર્ગની જેમ છે. ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળશે, થોડા દિવસો સુધી તો હું માત્ર ફોટાઓ જ જોતી રહી. રોવર પહેલા પણ જાતે થોડી યાત્રા કરી ચૂક્યુ છે અને આ યાત્રા દરમિયાન પણ તે ક્યારેક ક્યારેક કોઇ નિર્દેશ વગર આગળ વધશે. આ દરમિયાન તે ઓટોનેવ નામના શક્તિશાળી સ્વચાલિત નેવીગેશન સિસ્ટમનો ઉપયોગ કરશે.
First published:

Tags: Nasa, Research, Science, અંતરિક્ષ, મંગળ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन