Home /News /explained /Valentine Day 2022: ‘પ્રેમ’ મામલે પ્રાચીન ભારતની યુવતીઓ હતી પારંગત, આ રીતે મોકલતી પ્રેમનો પ્રસ્તાવ
Valentine Day 2022: ‘પ્રેમ’ મામલે પ્રાચીન ભારતની યુવતીઓ હતી પારંગત, આ રીતે મોકલતી પ્રેમનો પ્રસ્તાવ
પ્રેમ અને લગ્નના મામલામાં પ્રાચીન ભારતની પરંપરાઓ ઘણી આગળ રહી છે. (File Photo)
Valentine Day 2022: વેલેન્ટાઇન ડેને હંમેશા વિદેશી પર્વ માનવામાં આવે છે. એ વાત સાચી પણ છે કે, વેલન્ટાઇન ઉજવવાની પરંપરા ભારતમાં યુરોપથી આવી. પરંતુ લવ, ડેટિંગ અને પ્રપોઝલની વાત કરીએ, તો તે પ્રાચીન ભારત (Ancient India)માં પણ હતું.
Valentine Day 2022: એ હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે કે વેલેન્ટાઈન ડે (Valentine’s Day in India) એક વિદેશી તહેવાર છે અને છોકરા-છોકરીનું ખુલ્લેઆમ મળવું એ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી. વાસ્તવિકતા એ છે કે પ્રેમ અને લગ્નના મામલામાં પ્રાચીન ભારતની પરંપરાઓ ઘણી આગળ રહી છે. કાલિદાસના એક નાટકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેવી રીતે એક પ્રેમિકા વસંત દરમિયાન લાલ રંગના ફૂલના માધ્યમથી તેના પ્રેમી પાસે પ્રેમનો પ્રસ્તાવ મોકલે છે. અથર્વવેદ તો એથી પણ આગળ વાત કરે છે કે પ્રાચીન સમયમાં માતાપિતા ખુશીથી અનુમતિ આપતા કે છોકરી પોતાના પ્રેમની પસંદગી ખુદ કરે.
યુરોપમાં વેલેન્ટાઈન 14મી ફેબ્રુઆરીએ હોય છે. આ સમય દરમિયાન જ આપણા દેશમાં વસંતઋતુનું આગમન થયું હોય છે. જેને મધુમાસ અથવા કામોદ્દીપન ઋતુ પણ કહેવાય છે. આ ઋતુમાં આપણે ત્યાં હંમેશા પ્રેમ અને રોમાન્સનો માહોલ રહે છે. વસંત ઋતુને સીધી પ્રેમ સાથે જોડવામાં આવે છે.
કાલિદાસનું નાટક
એવું માનવામાં આવે છે કે કાલિદાસ ઈ.પૂ. 150 વર્ષથી 600 વર્ષ દરમ્યાન થયા. કાલિદાસે દ્વિતીય શુંગ શાસક અગ્નિમિત્રને નાયક બનાવીને ‘માલવિકાગ્નિમિત્રમ’ નાટક લખ્યું. અગ્નિમિત્રએ 170 ઈ.પૂ.માં શાસન કર્યું હતું. આ નાટકમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેવી રીતે રાણી ઈરાવતી વસંતના આગમન પર રાજા અગ્નિમિત્રને લાલ ફૂલો દ્વારા પ્રેમનો પ્રસ્તાવ મોકલે છે.
કાલિદાસના નાટકમાં લખવામાં આવ્યું છે કે કેવી રીતે રાણી ઈરાવતી વસંતના આગમન પર રાજા અગ્નિમિત્રને લાલ ફૂલો દ્વારા પ્રેમનો પ્રસ્તાવ મોકલે છે.
વસંત ઋતુ અને મદનોત્સવ
કાલિદાસના સમયે વસંતના આગમન ઉપર રોમાંસની ભાવનાઓ પાંખો લગાવીને ઉડવા લાગતી હતી. પ્રેમપ્રસંગમાં ડૂબેલા તમામ નાટકોના પ્રદર્શન માટે આ આદર્શ સમય હતો. આ સમયે સ્ત્રીઓ તેમના પતિ સાથે ઝૂલા ઝૂલતી હતી. તન-મન પુલકિત થઈ જતા હતા. કદાચ એટલા માટે તેને મદનોત્સવ પણ કહેવામાં આવ્યો. આ ઋતુમાં કામદેવ અને રતિની પૂજાનો રિવાજ છે.
હિંદુ ગ્રંથો પણ કહે છે કે પ્રાચીન ભારતમાં છોકરીઓને પોતાનો પતિ પસંદ કરવાનો અધિકાર હતો. તેઓ પોતપોતાની મરજી મુજબ એકબીજાને મળતા હતા. સહમતીથી સાથે રહેવા માટે પણ રાજી થઈ જતા હતા. એટલે કે, જો કોઈ કપલ એકબીજાને પસંદ કરે તો પછી તેમને સાથે રહેવા માટે તેમના માતાપિતાની સંમતિની પણ જરૂર ન રહેતી. વૈદિક પુસ્તકો અનુસાર આ ઋગ્વેદિક સમયગાળામાં લગ્નનું સૌથી પહેલું અને સૌથી સામાન્ય સ્વરૂપ હતું. લિવ ઇન રિલેશનશિપ જેવી પરંપરા પણ હતી.
અથર્વવેદનો એક અંશ કહે છે, વાલીઓ સામાન્ય રીતે છોકરીને પોતાનો પ્રેમ પસંદ કરવાની સ્વતંત્રતા આપતા.
છોકરીઓને પ્રોત્સાહન મળતું
અથર્વવેદનો એક અંશ કહે છે, વાલીઓ સામાન્ય રીતે છોકરીને પોતાનો પ્રેમ પસંદ કરવાની સ્વતંત્રતા આપતા અને એ માટે તેને પ્રોત્સાહિત પણ કરતા. જ્યારે માતાને લાગે છે કે પુત્રી યુવાન થઈ ગઈ છે અને પોતાને માટે પતિ પસંદ કરવા સક્ષમ બની ગઈ છે, ત્યારે તે ખુશીથી તેમ કરવા દેતા. તેમાં કંઈ અસ્વાભાવિક નહોતું. જો કોઈ ધાર્મિક પરંપરા વિના થનારા ગાંધર્વ લગ્ન કરતા તો તેને શ્રેષ્ઠ લગ્ન માનવામાં આવતા.
જો છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે તો પછી તેઓ માટે સાથે પણ રહી શકતા હતા. ત્યાર પછી સમાજ તેમના લગ્ન વિશે વિચારતો હતો. દેશમાં આજે પણ છત્તીસગઢ (Chhattisgarh)થી લઈને ઉત્તર પૂર્વ અને ઘણા જનજાતીય સમાજમાં આવી પદ્ધતિ હજુ ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર