Home /News /explained /

Article 2: રસી આપણને એકબીજાની નજીક લાવે છે: વૈશ્વિક દૃષ્ટિકોણ

Article 2: રસી આપણને એકબીજાની નજીક લાવે છે: વૈશ્વિક દૃષ્ટિકોણ

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક રસીકરણ સંકલન મતલબ દેશો હવે તેમના રસીકરણ કાર્યક્રમ વિશે વાસ્તવિક સમયનો ડેટા શેર કરી શકે છે અને એકબીજાના અનુભવોનાં આધારે શીખી શકે છે.

  બ્રાઝિલ અને ભારત લગભગ દુનિયાના સામ-સામે આવેલા બે છેડા છે તેમ કહી શકાય. ઐતિહાસિક રીતે, આ બંને વિરાટ દેશો વચ્ચે કેટલાક વ્યાપારિક અને લોકોથી લોકો વચ્ચેના જોડાણો છે. આથી, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જૈર બોલ્સોનારોએ આ વર્ષના પ્રારંભમાં કોવિશિલ્ડ રસીના 2 મિલિયન ડોઝ ભારત પાસેથી પ્રાપ્ત કર્યા ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધન્યવાદ’ ટ્વીટ કરીને આભાર માન્યો. કોવિડ-19 સામે ચાલી રહેલી જંગમાં આ બાબતે વૈશ્વિક સહકારના નવા યુગના પ્રારંભને અંકિત કર્યો. દરેક દેશ મહામારીના કારણે ઉભી થયેલી અનન્ય સ્થાનિક કટોકટીઓનો સામનો કરી રહ્યો હોવા છતાં, વૈશ્વિક વ્યવસ્થામાં તે બાબત સામાન્ય સંજોગો કરતા વિપરિત રીતે એકજૂથ થવાના પ્રતીકરૂપ બની ગઇ છે.
  આ વૈશ્વિક જોડાણનું મૂળ એ તથ્યમાં છે કે, દેશોને વહેલી તકે સમજાઇ ગયું છે કે, મહામારી દરમિયાન વાઇરસને ડામવા માટે બૌદ્ધિકતા અને તજજ્ઞતાનું આદાનપ્રદાન કરવું જરૂરી છે. સરહદો બંધ થઇ ગઇ હોવા છતાં, ખાસ કરીને રસીના વિકાસ અને વિતરણ સહિતની બાબતોમાં પારસ્પરિક સહકારનું પ્રમાણ વધ્યું છે. હવે, WHO, સેન્ટર ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ (CEPI) અને ગાવી રસી ગઠબંધન જેવી સંસ્થાઓ આ પ્રયાસોને માર્ગદર્શન આપી રહી છે, તેઓ આખી દુનિયામાં રસીનું સમાન વિતરણ થાય તે માટે નિષ્ણાતો અને નીતિ ઘડનારાઓ નિયુક્ત કરી રહ્યાં છે.
  આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થવા સામે કેટલાક જોખમો તોળાઇ રહ્યાં છે. સંસ્થાઓએ પુરવઠાના અસમાન ઍક્સેસ, પરિવહન સામાનમાં સુરક્ષા જોખમો, સ્થાનિક ઉપદ્રવ અને દુનિયાના વિવિધ હિસ્સાઓમાં સાર્વજનિક અનુપાલનના અભાવ બાબતે અવશ્યપણે આયોજન કરવું જરૂરી છે કારણ કે રસીકરણ પ્રોગ્રામના અમલીકરણમાં આ બાબતો હજુ પણ છીંડા સમાન છે. પરંતુ જ્યાં જોખમો હોય છે, ત્યાં તકો પણ હોય છે. વૈશ્વિક રસીકરણ સહકાર મતલબ દેશો હવે તેમના રસીકરણ કાર્યક્રમોનો ડેટા વાસ્તવિક સમયમાં શેર કરી શકે છે અને એકબીજાના અનુભવોમાંથી શીખી શકે છે. ધનવાન દેશો દ્વારા રસીઓના જથ્થાની સંગ્રહખોરી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાતંત્ર પણ ઉભું કરવામાં આવ્યું છે, જેમકે કોવિડ-19 વેક્સિન ગ્લોબલ ઍક્સેસ ગ્રૂપ (COVAX) વધારાના રસીના ડોઝ ગરીબ દેશોમાં દાન કરવા માટે અભિયાન ચલાવે છે.
  પરંતુ વૈશ્વિક એકતા પ્રદર્શિત કરવાનું સૌથી મોટું કારણ રસીના સમાન વિતરણથી મળતા સહજ લાભો છે. ધનવાન દેશો ગરીબ દેશોને રસીનું દાન કરવા માટે ખર્ચ ઉપાડી શકે છે તેનાથી ચોક્કસપણે રોકાણ પર મોટું વળતર આવશે, તેનાથી મહામારીનો ઝડપથી અંત લાવવામાં મદદ મળશે અને ઝડપથી અર્થતંત્રને ફરી પાટે લાવી શકાશે. આ દરમિયાન નવા ગઠબંધનો રચાયા છે અને જુના ફરી મજબૂત થયા છે, તેના કારણે ભવિષ્યમાં આવી કોઇપણ આપત્તિ સામે લડવા માટે બહેતર સજ્જ થયેલી એકજૂથ દુનિયાનું સર્જન કરવામાં મદદ મળશે. વ્યક્તિગત લોકો માટે પણ, આ ક્ષણ આપણા મતભેદોમાંથી વ્યાપકરૂપે બહાર આવીને આપણા સહિયારા અનુભવો સાથે વધુ આનંદ અને સહાનુભૂતિ દાખવવાની છે.
  વૈશ્વિક સહકારનો આ નવો યુગ સૌથી પછાત અને નિઃસહાય લોકો કે જેઓને કોવિડ-19 વિરોધી રસીની અપૂરતી પહોંચ સહિતના અન્ય કારણોથી ચેપ લાગવાનું સૌથી વધારે જોખમ છે તેમની ચિંતા કરીને પરોપકારી પ્રવૃત્તિઓમાં જોડાવા માટેનો પણ સમય છે. ભારતની સૌથી મોટી રસીકરણ કવાયતથી પ્રેરણા લઇને Federal Bank દ્વારા Network18 ‘સંજીવની – અ શૉટ ઓફ લાઇફ’ વિશેષ CSR પહેલ શરૂ કરવામાં આવી છે. ભારતની તંદુરસ્તી અને રોગપ્રતિકારકતા માટે આ ચળવળમાં જોડાઓ અને તમામ ભારતીયોને કોવિડ-19 રસીકરણ અને માહિતીનો ઍક્સેસ ફેલાવવામાં મદદ કરો. દુનિયાને એક બહેતર સ્થળ બનાવવા માટે આપણી સમક્ષ આ તક આવી છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona vaccine, Vaccination, Vaccine, કોરોના વાયરસ

  આગામી સમાચાર