Home /News /explained /Explained: આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે ‘વેકસીન પાસપોર્ટ’ કેવી રીતે મહત્ત્વનો છે?

Explained: આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે ‘વેકસીન પાસપોર્ટ’ કેવી રીતે મહત્ત્વનો છે?

જે લોકો પાસે વેકસીન પાસપોર્ટ હશે તેને અન્ય દેશમાં પહોંચી ક્વૉરન્ટિન નહીં થવું પડે. (AP Photo/Rafiq Maqbool/Representative image)

જે લોકો પાસે વેકસીન પાસપોર્ટ હશે તેને અન્ય દેશમાં પહોંચી ક્વૉરન્ટિન નહીં થવું પડે

  નવી દિલ્હી. આંતરરાષ્ટ્રીય અવર-જવર માટે સૌથી મોટો પ્રશ્ન કોરોના સંક્રમણ (Coronavirus) ફેલાય તેનો છે. આવી સ્થિતિમાં પ્રવાસીએ રસી (Corona Vaccine) લીધી છે કે નહીં તે જાણવું આવશ્યક બને છે. આ મુશ્કેલીના ઉકેલ તરીકે વેકસીન પાસપોર્ટ (Vaccine Passport) કારગર નીવડી શકે છે. જેની પાસે વેકસીન પાસપોર્ટ હોય તેને આંતરરાષ્ટ્રીય પ્રવાસ (International Travel) કરવા દેવાની મંજૂરી અપાઈ શકે છે.

  કોરોના મહામારી (Covid-19 Pandemic)ના કારણે પાટા ઉપરથી ઉતરી ગયેલી જનજીવનની ગાડી રસીના કારણે ફરી પાટે ચડશે તેવી તેવી અપેક્ષા છે. જે લોકોએ કોરોના વાયરસથી સુરક્ષા આપતી રસી લીધી હોય તેવા લોકોને જ પ્રવેશવા દેવાની ખાસ સિસ્ટમ ઇઝરાયેલ (Israel) દ્વારા અમલમાં મુકાઈ હતી. ઇઝરાયેલમાં રેસ્ટોરન્ટ, જિમ સહિતની પબ્લિક સુવિધાનો ઉપયોગ કરવા વેકસીન પાસપોર્ટ જરૂરી બન્યો છે. આ પ્રકારના સર્ટિફિકેટ આખા વિશ્વમાં પણ લાગુ પડી શકે.

  વેકસીન પાસપોર્ટ શું છે?

  કોરોના મહામારી પહેલા પણ 'રસી લીધી છે' તે પ્રકારનો પુરાવો આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે આપવો પડતો હતો. યુ.એસ. અથવા ભારતમાં આવતા આફ્રિકન દેશોના મુસાફરોએ પીળા તાવ જેવા રોગની રસી લીધી છે તેવું દર્શાવવુ પડતું.

  આ પણ વાંચો, COVID-19: મહારાષ્ટ્રના નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લૉકડાઉન, જરૂરી સેવાઓ ચાલુ રહેશે

  હવે આ પ્રકારની પદ્ધતિ અમલમાં મુકાશે. ડિજિટલ ડોક્યુમેન્ટ મારફતે જાણી શકાશે કે વ્યક્તિએ રસી લીધી છે કે નહીં. રસીકરણનો ડિજિટલ રેકોર્ડ અનેક દેશોમાં રહેશે. જે લોકો પાસે વેકસીન પાસપોર્ટ હશે તેને અન્ય દેશમાં પહોંચી ક્વૉરન્ટિન (Quarantine) થવું પડશે નહીં.

  અત્યારે આપણી પાસે ક્યાં ક્યાં વેકસીન પાસપોર્ટ છે?

  ઇઝરાયલની સરકાર દ્વારા જે પદ્ધતિ અમલમાં મુકાઈ છે તે હજુ પૂર્ણ રીતે પ્રચલિત નથી. આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આઈએટીએ ટ્રાવેલ પાસ આપવામાં આવશે. એરલાઇન્સ દ્વારા કોમન પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેનાથી વેકસીનેશનની વેલીડિટી ચેક કરી શકાય. કોમનપાસ નામનો પ્રોજેક્ટ પણ શરૂ થયો છે.જેનાથી ન્યૂ યોર્ક, બોસ્ટન, લંડન અને હોંગકોંગ, યુનાઇટેડ, જેટબ્લ્યુ, લુફથાન્સા, સ્વિસ ઇન્ટરનેશનલ અને વર્જિન એટલાન્ટિક માટે ટ્રાયલ પણ થઈ ચૂક્યું છે. યુનાઇટેડ અને કેથે પેસિફિક ફ્લાઇટ્સ માટે લંડન, ન્યુ યોર્ક, હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રાયોગિક ધોરણે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.

  વેકસીન પાસપોર્ટથી કોને લાભ થશે?

  કોરોના વાયરસના કારણે મરણપથારીએ પડેલા પ્રવાસન અને હોસ્પિટલીટી ક્ષેત્રને આ સુવિધાનો સૌથી વધુ લાભ થશે. જો કે, વેકસીનેશન પાસપોર્ટના અમલ કરવામાં ન્યાયક્ષેત્રમાં એકરૂપતા અને રસીકરણના પુરાવાનો અભાવ મોટી મુશ્કેલી છે.

  આ પણ વાંચો, મોદી સરકારનો મેગા પ્લાનઃ આગામી 4 વર્ષમાં વેચશે 100 સરકારી કંપની, 5 લાખ કરોડ એકત્ર કરશે, જાણો સમગ્ર યોજના
  " isDesktop="true" id="1078872" >

  વેકસીન પાસપોર્ટને લઈ શું ચિંતા છે?

  કોરોનાથી રક્ષણ આપતી રસી લીધી હોય તેને વેકસીન પાસપોર્ટ આપવા સામે અનેક પડકારો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ પ્રકારની વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોરોનાની રસીની અસર અંગે હજુ મતભેદ છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થા જોખમી નીવડી શકે તેવી દલીલ થઈ છે. આ ઉપરાંત ઓછી જગ્યાએ રસી ઉપલબ્ધ છે. જે વૈશ્વિક આરોગ્ય માટે જોખમ ઉભું કરી શકે તેવું વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે. આ ઉપરાંત ગોપનીયતાનો પ્રશ્ન પણ ઉભો છે. વેકસીન લીધી છે કે નહીં તેના ડિજિટલ ડેટા ભેગા કરવાં અને તેનો ઉપયોગ કરવાથી પ્રાઇવસી પોલિસી જોખમાય છે.
  First published:

  Tags: Airline, Corona vaccine, Coronavirus, Covid vaccine, COVID19, International Flight, Travel, Vaccine Passport, ફ્લાઇટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन