Home /News /explained /UP Assembly Election: યુપી ઇલેક્શનમાં ફરી રમાશે જાતિવાદનું કાર્ડ! સમજો BJP અને SPનો રાજનૈતિક પ્લાન

UP Assembly Election: યુપી ઇલેક્શનમાં ફરી રમાશે જાતિવાદનું કાર્ડ! સમજો BJP અને SPનો રાજનૈતિક પ્લાન

UP Assembly Elections: રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને મથુરાના વિકાસના વચનને એક મોટું ચૂંટણી વચન બનાવવા માટે મુખ્યમંત્રીએ નવો શબ્દ 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' પણ આગળ મૂક્યો છે.

UP Assembly Elections: રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને મથુરાના વિકાસના વચનને એક મોટું ચૂંટણી વચન બનાવવા માટે મુખ્યમંત્રીએ નવો શબ્દ 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' પણ આગળ મૂક્યો છે.

ઉત્તર પ્રદેશ (UP)માં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022)નું રણશિંગું ફૂંકાઇ ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષ જીત માટે તમામ દાવ રમી રહ્યું છે. હાલ યુપીમાં ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષપલટાની મોસમ પણ ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતાઓ દિલ્હીમાં ટિકિટ માટે મંથન કરી રહ્યા છે. દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના 4 ધારાસભ્યોએ લખનઉમાં પાર્ટીને અલવિદા કહી દીધું છે અને હવે તેમનું વલણ સમાજવાદી પાર્ટી (SP) તરફ છે. અહીં 'નેતા' અને ભાજપના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya)એ દાવો કર્યો છે કે, તેમના તરફથી આ પગલું ઉઠાવવાનું બાકી છે.

યુપીમાં ભાજપના 312 ધારાસભ્યો છે અને એવું માનવામાં આવે છે કે તેમાંથી એક ચતુર્થાંશને ટિકિટ મળવાની શક્યતા નથી. ભાજપને લાગે છે કે કેટલાક ધારાસભ્યો સામે સ્થાનિક સ્તરે સત્તા વિરોધી લહેર છે. આ સંજોગોમાં પક્ષમાં વધુ આવી ઘટનાઓ બની શકે છે, કારણ કે હાલ તમામ નેતાઓ પોતાને માટે વધુ સારી તકોની શોધમાં છે. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં બીજેપી પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, ત્રણ ધારાસભ્યો સુભાષ પાસી (SP), વંદના સિંહ (BSP), અદિતિ સિંહ (કોંગ્રેસ) અને ચાર સપા MLC નરેન્દ્ર ભાટી, પપ્પુ સિંહ, સીપી ચંદ અને રામ નિરંજન સહિત 10 વરિષ્ઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.

જોકે, આ ફેરફારોને સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલા '80 vs 20'ના દાવા સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. જેની સ્પર્ધા અખિલેશ યાદવે 'સામાજિક ન્યાય પર આધારિત જાતિ ગઠબંધન' સાથે કરી છે. યાદવ એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, સપાની પારંપરિક મુસ્લિમ-યાદવ વોટ બેંક જ નહીં, પરંતુ પછાત જાતિઓ પણ આગામી ચૂંટણી માટે સપા તરફ વળી રહી છે, જેવું અગાઉ બસપા અને હવે બીજેપીના નેતાઓની સાંકળમાં નજરે આવતું હતું. જે હવે સપા તરફ વધી રહ્યા છે.

અખિલેશ યાદવે છેલ્લી ચૂંટણી વિકાસ (કામ બોલે છે) ના નારા પર લડી હતી. પરંતુ તેઓ આ ચૂંટણી સ્પષ્ટપણે જાતિના નામ પર લડી રહ્યા છે અને યુપીની પરંપરાગત સિસ્ટમ જાતિના રાજકારણમાં પરત ફરી રહ્યા છે. તે આ વખતે ચૂંટણીની રણનીતિમાં અખિલેશના પિતા મુલાયમ સિંહ યાદવ અને તેમના કાકા શિવપાલ સિંહનો પ્રભાવ પણ દર્શાવે છે. રાજ્યમાં 6 ટકા મૌર્ય વસ્તી પર સ્વામી પ્રસાદ મૌર્યની અસર વિશે ચર્ચા થઈ શકે છે. આવી સ્થિતિમાં જો નુકસાનની ભરપાઈ કરવા માટે ભાજપ પાસે ડેપ્યુટી સીએમ જેવા વરિષ્ઠ મૌર્ય નેતાઓ છે, તો સપા માટે સ્થિતિ વધુ સારી છે.

આ પણ વાંચો - Jammu-Kashmir: ભારે હિમવર્ષા વચ્ચે સેનાએ 6.5 કિમી ચાલીને સગર્ભાને હોસ્પિટલ પહોંચાડી, જુઓ VIDEO

બીજી તરફ ભાજપ આ મુદ્દા પર પોતાનો પ્રચાર કરી રહ્યું છે કે, રાજ્ય જાતિની ચર્ચાથી આગળ વધ્યું છે. તેમજ 'મુસ્લિમ-યાદવ' ધ્રુવીકરણ સામે બહુમતીના ધ્રુવીકરણનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સીએમ યોગીના નિવેદન તરફ આંગળી કરે છે કે, આ ચૂંટણી '80/20' છે અને 'જો રામ કો લાએ હૈ, હમ ઉનકો લાયેંગે'ના લોકપ્રિય સૂત્રને સમર્થન આપે છે. રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને મથુરાના વિકાસના વચનને એક મોટું ચૂંટણી વચન બનાવવા માટે મુખ્યમંત્રીએ નવો શબ્દ 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' પણ આગળ મૂક્યો છે.

આ પણ વાંચો - દેશના તમામ મહત્ત્વના સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

સીએમ યોગીના રૂપમાં બીજેપી પાસે એવા નેતા છે, જે આ મુદ્દે ખુલીને બોલી શકે છે અને કલ્પના કરવા માટે કંઈ છોડતા નથી. શું યુપીમાં મતદાતા જાતિના નિયમના આધારે મતદાન કરશે કે પછી તેઓ સીએમ યોગીના આહ્વાન પર કામ કરશે. ચૂંટણીની મોસમમાં થતા ફેરફારો કરતા આગામી ચૂંટણીમાં આ વધુ જરૂરી પ્રશ્ન છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Explained, Indian Politics, UP Elections 2022, ઉત્તર પ્રદેશ, બીજેપી, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन