Home /News /explained /Union Budget 2022: જાણો ‘વંદે ભારત ટ્રેન’ વિશે, જેને બજેટમાં સરકારે આપી છે પ્રાથમિકતા

Union Budget 2022: જાણો ‘વંદે ભારત ટ્રેન’ વિશે, જેને બજેટમાં સરકારે આપી છે પ્રાથમિકતા

વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ભારતની મીડિયમ હાઇ સ્પીડ ટ્રેન છે.

Vande Bharat Train: ભારતના કેન્દ્રીય બજેટ (Union Budget 2022)માં નાણામંત્રી નિર્મલા સીતારમણએ 400 વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં વધુ સારી ક્ષમતાવાળી નવી જનરેશનની 400 વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ ...
Vande Bharat Train: ભારતના કેન્દ્રીય બજેટ (Union Budget 2022)માં દેશમાં 400 વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. બે વર્ષ પહેલા આ ટ્રેનની શરૂઆત ભારતમાં રેલ સેવાઓને વધુ સારી બનાવવાના હેતુથી કરવામાં આવી હતી. હવે આ જ ટ્રેનની સંખ્યાઓમાં ઉમેરો કરવાના નિર્ણયએ સેવાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સ્પષ્ટ છે કે સરકાર રેલ સેવાઓમાં ગુણવત્તા વધારવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે દેશના મુખ્ય માર્ગો ઉપરાંત દૂરના વિસ્તારમાં પણ ઝડપી ગતિવાળી ટ્રેનો ચાલી શકશે.

વધુ લોકોને સુવિધા મળશે

વંદે ભારત ટ્રેન પોતાની સુવિધાઓ માટે ઓળખાય છે. તેમાં ઝડપી ગતિની ટ્રેનોનું નવું નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વધુને વધુ ક્ષેત્રના લોકોને ઉચ્ચ સુવિધાઓ સાથે મુસાફરી કરવાની તક મળશે. આ ટ્રેનના ડબ્બા એર કન્ડિશન્ડ હોય છે જે ચેર કાર શ્રેણીના હોય છે. આમાં લોકોને વાઈફાઈની સેવા પણ મળે છે.

મેટ્રો ટ્રેન જેવી છે આ ટ્રેન

આ ટ્રેનના દરવાજા મેટ્રોની જેમ ઓટોમેટિક હોય છે, તેવી જ રીતે બંને તરફ એન્જિન છે. ટ્રેક પર તેમની દોડવાની સ્પીડ 200 કિમી/કલાક છે, પરંતુ ભારતના ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે. સ્પષ્ટ છે કે હવે આ સ્પીડ એવા વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થશે જ્યાં શતાબ્દી ગતિમાન જેવી હાઈ સ્પીડ ટ્રેનો નથી દોડતી.

આ પણ વાંચો: Budget 2022 : સરકારનું ડિજિટલ સેવાઓ પર ખાસ ફોકસ, આ ક્ષેત્રો માટે થઈ જાહેરાતો

અલગ પ્રકારની ડિઝાઈન

હાલમાં આ ટ્રેનના ડબ્બાનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ, મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલી અને રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા ખાતે થઈ રહ્યું છે. તેની આગળ અને પાછળના ભાગ એરોડાયનેમિક ડિઝાઈન મુજબના છે, જેથી તે તીવ્ર સ્પીડ દરમિયાન હવાના પ્રતિકારનો સામનો કરી શકે.

નાણામંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી છે કે નવી વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા ધરાવતી હશે. (Image- Wikimedia Commons)


હાલમાં આ સુવિધાઓ

બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે નવી 400 ટ્રેન વધુ સારી ક્ષમતા વાળી હશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ક્ષમતા વધુ કોચની સંખ્યા બાબતે હશે કે વધુ સ્પીડના સ્વરૂપમાં હશે. હાલમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનમાં 16 પેસેન્જર કાર હોય છે જેમાં કુલ 1128 મુસાફરો યાત્રા કરી શકે છે. જેમાં મુસાફરોને ભોજન પણ આપવામાં આવે છે. તેની કિંમત ભાડામાં સામેલ છે. આ સીટોની ગુણવત્તા સારી છે અને એક કોચથી બીજા કોચમાં જવા માટેના દરવાજાની સાઇઝ પણ મોટી છે.

શતાબ્દી ટ્રેનની જગ્યાએ?

વર્ષ 2016 સુધી ભારતમાં સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ હતી, જે હજુ પણ છે, પરંતુ ભારતીય રેલ્વેએ હાઈ સ્પીડ આધુનિક સુવિધાઓ યુક્ત ટ્રેન ચલાવવા માટે 2015માં જ ટેન્ડર બહાર પાડ્યા હતા, જેથી આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકના દરે ચાલે. આ ટ્રેનનું નામ પહેલા ટ્રેન 18 રાખવામાં આવ્યું હતું, બાદમાં તેનું નામ વંદે ભારત ટ્રેન રાખવામાં આવ્યું. તેનો હેતુ શતાબ્દી ટ્રેનોનું સ્થાન લેવાનો હતો.

આ પણ વાંચો: Agriculture Budget 2022: ખેતીનો સામાન થશે સસ્તો, જાણો ખેડૂતો માટેની મોટી જાહેરાતો

કોવિડનો અવરોધ

ટ્રેન 18 પહેલીવાર 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું. આ ઉપરાંત તેને નવી દિલ્હી અને કટરા વચ્ચે પણ ચલાવવામાં આવી હતી. આ પછી વધુ 45 વંદે ભારત ટ્રેનો ચલાવવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેના ઉત્પાદનમાં વિલંબ થયો. હવે ઓગસ્ટ 2022 સુધીમાં 10 ટ્રેનો ચલાવવાની અપેક્ષા છે.

વંદે ભારત એક્સપ્રેસની બીજી આવૃત્તિ

આ પહેલા સરકારે વર્ષ 2023 સુધીમાં 75 નવી વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી. નવી સુવિધાઓ ધરાવતી આ ટ્રેનોએ માર્ચ 2022 સુધીમાં બે ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વર્ઝનમાં વધુ સારી સીટો, નવા સુરક્ષા ફીચર્સ, ચાર ઈમરજન્સી વિન્ડો, ઈમરજન્સી પુશ બટનની બેથી ચાર સંખ્યા વગેરે સુવિધાઓ મળે છે.
First published:

Tags: Budget 2022, Explained, Indian railways, Union budget, Vande Bharat Express