પારંપરિક મકાનો ક્લાઇમેટ ચેન્જના પ્રભાવોને સહન કરવામાં વધુ સક્ષમ, IISc અભ્યાસમાં દાવો

પારંપરિક મકાનો ક્લાઇમેટ ચેન્જના પ્રભાવોને સહન કરવામાં વધુ સક્ષમ, IISc અભ્યાસમાં દાવો
(પ્રતીકાત્મક તસવીર- Reuters)

ભારતમાં વિવિધ જગ્યાએ આવેલ પારંપરિક મકાનો ક્લાઇમેટ ચેન્જ સહન કરવામાં સૌથી સક્ષમ

  • Share this:
નવી દિલ્હી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (India Institute of Science) દ્વારા હાલમાં જ કરવામાં આવેલ નવા રીસર્ચમાં ખુલાસો થયો છે કે, ભારતમાં વિવિધ જગ્યાએ આવેલ પારંપરિક મકાનો (Traditional Houses) ક્લાઇમેટ ચેન્જ (Climate Change) સહન કરવામાં સૌથી સક્ષમ છે. આ વર્ષે એપ્રિલમાં સાઇન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસ સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીસ (Centre for Sustainable Technology), IIScના ખદીજા મહેંદી, આયશા સૈફુદ્દીન અને મોંટો મણિ દ્વારા કરાયો હતો.

અભ્યાસ માટે આ ટીમે ભારતના ત્રણ અલગ અલગ ગામોમાં ઘરોનું મૂલ્યાંકન કર્યુ. જ્યાં સમશીતોષ્ણ, ગરમ અને ઠંડુ વાતાવરણ હતું. સંશોધકોએ પોતાના અભ્યાસ માટે ડેટા એકત્ર કરવા માટે સતત એક વર્ષ દર 30 મિનિટમાં આ ઘરોની અંદરનું તાપમાન નોંધ્યું હતું. આ એકત્રિત આંકડાઓ પરથી વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં ઇન્ડોર તાપમાનમાં બદલાવની આગાહી કરવા માટે એક ગાણિતિક મોડેલ તૈયાર કર્યું હતુ. આ માટે ટીમે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના અલગ અલગ સ્તરોની સાથે ભવિષ્યના ત્રણ ગ્લોબલ વોર્મિંગ પરિદ્રશ્યોનું અનુકરણ કર્યુ હતું. તેમણે તે પણ અનુમાન લગાવ્યું છે, પારંપરિક અને આધુનિક સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવેલ ઘર તે પરીબળોમાં કઇ રીતે વ્યવહાર કરશે.આ પણ જુઓ, શાકભાજી માર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 ગોળીઓ છોડી પણ વેપારીનો થયો આબાદ બચાવ

અભ્યાસમાં ખુલાસો થયો કે સ્થાનિક અને પ્રાકૃતિક મટીરીયલમાંથી બાંધવામાં આવેલ કુદરતી રીતે વેન્ટીલેટેડ પરંપરાગત આવાસોમાં ઓછી સન્નિહિત ઉર્જા અને પારિસ્થિતિક આબોહવા હોય છે. પશ્ચિમ બંગાળના એક ગામમાં કે જે આ અભ્યાસનો એક ભાગ હતા, વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે, પરંપરાગત રહેઠાણોમાં ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ પારંપરિક રહેઠાણોના 2.5 ગણો છે. તે પણ નોંધવામાં આવ્યું કે, પારંપરિક મકાનોની તુલનાએ સ્થાનિય રહેઠાણોમાં વધુ આરામ મેળવી શકાય છે.

આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

કેરળમાં એક પારંપરિક અને આધુનિક આવાસનો ગરમ અને હુંફાળા વાતાવરણ સાથે અભ્યાસ કરતા સામે આવ્યું કે, સ્થાનીય આવાસોએ સમગ્ર ઋતુ દરમિયાન ઇન્ડોર આરામ જાળવી રાખવામાં પારંપરિક આવાસોથી સારું પ્રદર્શન કર્યુ છે. પશ્ચિમ બંગાળના ગ્રામીણ નિવાસો પર આધુનિક ફેરફારની અસરનું અવલોકન કરતા જાણવા મળ્યું કે, સરેરાશ ઇન્ડોર તાપમાનમાં 7 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ વધારો થયો છે.

અભ્યાસ અનુસાર, લાકડાની દિવાલો અને સ્લેટની છતથી બનેલા પારંપરિક ઘરો આધુનિક ઘરની તુલનામાં ક્લાઇમેટ ચેન્જથી ઓછા અસરગ્રસ્ત થાય છે. પારંપરિક ઘર ઠંડી ઋતુમાં ગરમ રહે છે તેથી તે રહેવા માટે વધુ અનુકૂળ બને છે. તે જ રીતે ગરમ અને સમશીતોષ્ણ તાપમાનમાં આધુનિક ઘરોમાં અપેક્ષાથી વધુ ઇન્ડોર તાપમાન હતું.
Published by:News18 Gujarati
First published:June 15, 2021, 14:02 pm

ટૉપ ન્યૂઝ