Home /News /explained /મેડલ જીતનાર મીરાબાઈ ચાનુનો આવો હતો ડાયટ પ્લાન, અહીં જાણો ઓલિમ્પિકના ખેલાડીઓ શું ખાય છે?

મેડલ જીતનાર મીરાબાઈ ચાનુનો આવો હતો ડાયટ પ્લાન, અહીં જાણો ઓલિમ્પિકના ખેલાડીઓ શું ખાય છે?

મેડલ જીત્યા બાદ મીરાબાઇ ચાનુ, કિરણ રિજ્જુના ટ્વિટર પરથી

આ કેટેગરીમાં વજન જાળવવા માટે અમારા ડાયટ પર કડક નિયંત્રિણની જરૂર હતી. તેથી હું જંક ફૂડ ખાઈ શકતી નહોતી.

    ટોક્યો ઓલિમ્પિક દરમિયાન મીરાબાઈ ચાનુએ ભારત માટે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. મીરાબાઈ ચાનુ પુરા બે વર્ષ બાદ મણિપુરમાં પોતાના ઘરે પહોંચી છે અને પોતાના ભાવતા પિત્ઝા ખાવાનું પસંદ કર્યું છે. બે વર્ષ સુધી ડાયટ પ્લાન અમલી હોવાના કારણે તેણે પિત્ઝા ખાધો નહોતો. તે માત્ર નિશ્ચિત ખોરાક જ ખાતી હતી. ત્યારે ચેમ્પિયન ખેલાડીઓ શું ખાતા હશે? તેવો પ્રશ્ન લોકોમાં ઉઠે છે. જેથી આજે ઓલિમ્પિકની તૈયારી માટે સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનો ખોરાક શું હતો તે જાણીશું. તેમજ અન્ય ખેલાડીઓના આહાર અને પ્રાચીન ઓલિમ્પિક્સ વખતે ખેલાડીઓ શું ખાતા હતા તે અંગે પણ ચર્ચા કરીશું.

    બોક્સિંગથી લઈને વેઈટ લિફ્ટિંગ, સ્વિમિંગ, હોકી અને ફૂટબોલ જેવી રમતના ખેલાડીઓના ડાયટ પ્લાન અને ખોરાકનું સ્તર અલગ-અલગ હોય છે. ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ખોરાક અંગે મીડિયાને જણાવ્યું હતું કે, વજન વધી જવાના ડરને કારણે તેણે ટોક્યો ઓલિમ્પિકમાં તેની સ્પર્ધા પહેલા બે દિવસ સુધી કંઈ ખાધું નહોતું. તેઓ પોતાના વજનને લઈને ખૂબ ટેન્શનમાં હતા. 49 કિલોની કેટેગરી માટે આદર્શ વજન જાળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચાનુએ કહ્યું હતું કે, આ વજન જાળવવું ખૂબ મુશ્કેલ હતું. આ કેટેગરીમાં વજન જાળવવા માટે અમારા ડાયટ પર કડક નિયંત્રિણની જરૂર હતી. તેથી હું જંક ફૂડ ખાઈ શકતી નહોતી.

    એક સમયે કાચબાનું સૂપ પીતા હતા ચાઈનીઝ એથ્લીટ

    ચીનમાંમા જુનરેન નામના કોચ હતા. તેઓ મધ્યમ અને લાંબા અંતરના દોડવીર તૈયાર કરવા બદલ જાણીતા હતા. તેમના એથલીટ મોટાભાગની સ્પર્ધામાં સફળતા મેળવતા હતા. વિશ્વ તેમની ક્ષમતાથી અંજાઈ ગયું હતું. તે સમયે કોચમા કડક ટ્રેનિંગ સાથે એથ્લીટને રહસ્યમય રેસિપી ધરાવતો ખોરાક આપતા હતા. જેના કારણે ખેલાડીઓની ક્ષમતા વધતી હતી.

    ઘેટાંના લોહીમાંથી બનાવેલી એન્ટીબોડી કોરોના સામે 1000 ગણી વધુ અસરદાર, નવા વેરિએન્ટ સામે આપી શકે છે રક્ષણ

    મીડિયાના અહેવાલ મુજબ, કોચ મા દ્વારા ખેલાડીઓને કાચબાનું લોહી પણ આપવામાં આવતું હતું. અલબત આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે જાણકારી નથી, પરંતુ તેઓ ખેલાડીઓને એવું કંઈક ખવડાવતા જેનાથી તેમની ક્ષમતા વધી જતી હતી.

    ચીનના ઓલમ્પિકના ખેલાડીઓનો ખોરાક વિચિત્ર હોય છે. જોકે, ઓલમ્પિકમાં આવે તે પહેલા તેઓ ખોરાકમાં ફેરફાર કરી નાંખે છે. ડ્રગ ટેસ્ટમાં સુરક્ષિત રહેવા માટે તેઓ આવું કરતા હોવાનું જાણવા મળ્યું છે.

    ચાઈનીઝ ખેલાડીઓનો વિચિત્ર ખોરાક

    ચીનની ફૂડ હેબીટ્સ વિચિત્ર છે. ત્યારે વિશ્વમાં ક્યાંય પણ કોઈ ખાઈ ન શકે તેવી વસ્તુઓ ચાઈનીઝ એથ્લીટ ખાતા હોવાનું કહેવાય છે. ચાઈનીઝ લોકો કીડાથી લઈ કોઈપણ પશુ, પક્ષી, જીવ-જંતુ ખાઈ જાય છે. ચાઈનીઝ એથ્લીટ કઈંક એવું ખાય છે, જેનાથી તેમની તાકાતમાં જોરદાર ઉછાળો જોવા મળે છે. 2012ના લંડન ઓલિમ્પિક સમયે ચીનના ખેલાડીઓ ડ્રગ ટેસ્ટથી ડરી ગયા હોવાથી ઓલિમ્પિક પહેલા શાકાહારી ખોરાકનું સેવન કરવા લાગ્યા હતા.

    ઓલિમ્પિક માટે ખોરાક કેટલો હોવો જોઈએ?

    ઓલમ્પિકના ખેલાડી માટે આદર્શ ખોરાકમાં સરેરાશ 6,000 કેલરી હોવી જોઈએ. અલબત્ત અલગ-અલગ રમતના ખેલાડીઓ માટે કેલરીની ગણતરી અલગ-અલગ હોય છે. જીમ્નાસ્ટીકના ખેલાડીઓ ખૂબ ઓછો ખોરાક લે છે. જ્યારે બોક્સર, વેઈટલિફ્ટર, પહેલવાન, તરવૈયા જેવા ખેલાડીઓનો ખોરાક સરેરાશ હોય છે.

    કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

    માઈકલ ફેલ્પ્સનો ખોરાક ખૂબ વધુ હતો

    સૌથી વધુ ખોરાક સ્વિમિંગના ખેલાડી માઇકલ ફેલ્પ્સનો હતો. તેઓ 5 સામાન્ય વ્યક્તિને જોઈએ તેના કરતાં પણ વધુ કેલરી એટલ કે, 12,000 કેલરીથી વધુનો ખોરાક લેતા હતા. તેમણે 2008માં બેઇજિંગ ઓલમ્પિક વખતે એક સાથે 6 ગોલ્ડ મેડલ જીતીને વિશ્વને અચંબામાં મૂકી દીધું હતું. તેમણે ઓલિમ્પિક કેરિયરમાં કુલ 11 ગોલ્ડમેડલ જીત્યા છે. 6 ફૂટ 4 ઇંચ જેટલું કદ ધરાવતા ફેલ્પ્સ સવારે નાસ્તામાં 3 ફ્રાય ઈંડાનું સેન્ડવીચ, 5 ઈંડાની આમલેટ, ટામેટા, લેટયૂસ, ફ્રેન્ચ ટોસ્ટ, છોકલ પેનકેક્સ અને બે કપ કોફી લેતા હતા.

    તેઓ લંચમાં બે મોટા હેમ, 500 ગ્રામ પાસ્તા, એનર્જી ડ્રિંક્સ, ચીઝ સેન્ડવિચ લેતા હતા. ડિનરમાં તે મોટા કદના પીઝા, 500 ગ્રામ પાસ્તા, એનર્જી ડ્રિંક્સ લેતા હતા. તેમનો ખોરાક ઓલિમ્પિક ચેમ્પિયન જેવો નહોતો. તેઓ જંક ફૂડ અને કેલરીથી ભરપૂર ખોરાક લેતા હતા. જોકે, આવો ભારે ખોરાક લીધા પછી ફેલ્પ્સ તેને દરરોજ 5 કલાકની કસરત અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 50 કિલોમીટર જેટલું સ્વિમિંગ કરતા હતા.

    ઉસેન બોલ્ટનો ખોરાક શું હતો?

    જમૈકાના દોડવીર ઉસેન બોલ્ટે ઘણા રેકોર્ડ સર્જયા છે. તેઓ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેતા હતા. તે નાસ્તામાં અનેક ઇંડાની સેન્ડવીચ લેતા હતા. તેઓ લંચમાં પાસ્તા અને બીફ અથવા માછલી, જ્યારે ડિનરમાં બ્રોકોલી, ચિકન માંસ, જમૈકન ડમ્પલિંગ લેતા હતા. આ સિવાય બોલ્ટ આખો દિવસ ફળો ખાતા અને જ્યુસ પીતા હતા.

    આમ તો દોડવીર વજન ઓછું રાખતા અને સ્નાયુઓ મજબૂત બનાવતા આહાર લે છે. જ્યારે જિમ્નાસ્ટ સૌથી ઓછો ખોરાક લે છે. તેઓ નાસ્તામાં ચા, ઓટમીલ, કેળા હોય છે. જ્યારે લંચમાં થોડુંક ચિકન અને બદામની ચોકલેટ હોય છે. તેઓ ડિનરમાં ઓછા પ્રમાણમાં માછલી, જીંજર બ્રેડ અને પાસ્તા લે છે. વધુ પડતો આહાર તેમના શરીરની ફલેક્સિબલિટીને અસર કરી શકે છે. જેથી જ તમને મોટાભાગના જિમ્નેસ્ટ દુબળા પાતળા, અને ચપળ જોવા મળશે.

    ભારતીય ખેલાડીઓ દૂધ વધુ પીવે છે

    ભારતીય એથ્લેટ દૂધનું સેવન વધુ પ્રમાણમાં કરે છે. બોક્સરનો ખોરાક અન્ય ખેલાડી કરતા વધુ હોય છે. ભારતીય બોક્સર એક દિવસમાં પાંચ હજાર કેલરી જેટલો ખોરાક ખાય છે. તેઓ સવારના નાસ્તામાં ચારથી પાંચ ઈંડા, દૂધ, બે બ્રેડ-માખણ, તાજા ફળ હોય છે. લંચ અને ડિનરમાં સૂપ, ચિકન, શાકભાજી, ભાત અને દહીં વગેરે લે છે. આ ઉપરાંત બોક્સર્સ મલ્ટીવિટામીન અને જ્યુસનું સેવન પણ કરે છે. ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં દિવસો દરમિયાન જંકફૂડથી દૂર રહે છે.

    બોક્સર વિજેન્દ્રનો ખોરાક શું છે?

    ભારત માટે ઓલમ્પિક મેડલ જીતી લાવનાર બોક્સર વિજેન્દ્ર સિંહનો ખોરાક કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર રહે છે. તેઓ સવારે ચારથી પાંચ ઈંડા, લંચમાં બે રોટલી, કડાઈ ચિકન, શાકભાજી, તાજા ફળ, દહીં અને ભાત લે છે. ડિનરમાં બે રોટલી, એક વાટકી ભાત અને શાકભાજી ખાય છે. તેઓ આ સાથે જ કેલ્શિયમ અને આયરનની સપ્લિમેન્ટ પણ લે છે.

    સુશીલ પોતાનું ખાવાનું સાથે લઈ જાય છે

    ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સુશીલકુમાર શાકાહારી છે. તેઓ નાસ્તામાં કોર્નફ્લેક્સ અને દૂધ સાથે બ્રેડ-માખણ, ફ્રેશ જ્યુસ અને એક મુઠ્ઠી બદામ ખાય છે. તેઓ પોતાનો 15 દિવસનો ખોરાક સાથે લઈને જાય છે. જે રેડી ટુ ઇટ હોય છે. તેઓ લંચ અને ડિનરમાં બે રોટલી, શાકભાજી અને દહીં લે છે. આ ઉપરાંત પ્રોટીનના સપ્લીમેન્ટ અને વિટામિન્સ પણ લે છે.

    મીરાબાઈ ચાનુનો ખોરાક શું છે?

    મિરાબાઈ ઓલિમ્પિકમાં 49 કિલોની કેટેગરીમાં હતા. તેઓ ઓલિમ્પિક ટ્રેનિંગ દરમિયાન અને પોતાની સ્પર્ધા પહેલા ખોરાક બાબતે ખૂબ સાવધ હતા. તેમને વજન ન વધે તે રીતે નિયંત્રિત અને પોષ્ટીક ખોરાક ખાવાનો હતો. તેઓ નાસ્તામાં બાફેલા ઇંડા, બે બ્રેડ સ્લાઈસ અને ફળ લેતા હતા. ત્યારબાદ લંચમાં માછલી અને મીટ ખાતા હતા. માછલીમાં તેઓ સાલોમન અને ટુના જ લેતા હતા. આ ઉપરાંત તેઓ નૉર્વેથી ખાસ મંગાવેલ પોર્ક બેલી પણ ખાતા હતા. તેમનું ડિનર પણ લંચ જેવુ જ રહેતું અને દિવસ તેઓ અવારનવાર જ્યુસ પીતા હતા.

    ઉલ્લેખનીય છે કે, તેમને જંક ફૂડ ખૂબ ભાવતું હોવા છતાં બે વર્ષ સુધી તેઓ જંક ફૂડથી દૂર રહ્યા હતા. તેમણે ઘરના દાળ ભાત, શાક પણ બે વર્ષ સુધી ખાધા નહોતા.

    પ્રાચીન ઓલિમ્પિકમાં ખેલાડીઓ શું ખાતા હતા?

    તે સમયે પણ ખેલાડીઓનો ખોરાક તેમના ગુરુ અને તબીબ દ્વારા નક્કી કરવામાં આવતો હતો. ગ્રીસ અને રોમમાં અનાજ, ઓલિવ ઓઇલ અને વાઇનથી બનેલો ખોરાક ખેલાડીઓને આપવામાં આવતો હતો. ગરમીમાં દૂધ લાંબો સમય સારું ન રહે, જેથી તેઓ દૂધની અન્ય પ્રોડક્ટ ખાતા હતા. આવા ખોરાકમાં પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ મળતા હતા.

    તે સમયના ખેલાડીઓને આંખની તકલીફ રહેતી તેવો ઉલ્લેખ છે જેના પરથી કહી શકાય કે, તે સમયે ખોરાકમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ રહેતી હતી. જેથી આંખમાં મલમ જેવું લગાવી સારવાર કરવામાં આવતી હતી.

    તે સમયે ખેલાડીઓ શાકાહારી હતા

    શરૂઆતના સમયના ખેલાડીઓ નરમ ચીઝ અને ઘઉંથી બનેલી રોટલી કે નાન સાથે વટાણા, કઠોળ, ડુંગળી, ગાજર, બીટ અને લસણ વગેરે ખાતા હતા. તેઓ સૂકા અંજીર, દ્રાક્ષ, સફરજન, નાશપતીનો અને ખજૂર જેવા ફળ ખાતા હતા. ખેલાડીઓ માટે માંસ ખોરાક ત્યારબાદ ઉમેરાયો હોય તેવું બની શકે.

    આ બાબતે બે રિપોર્ટ સામે આવ્યા છે. એક રિપોર્ટ કહે છે કે, પેથોગોરસ નામના ટ્રેનરે ટ્રેનિંગ દરમિયાન પોતાના ખેલાડીઓને માંસ ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપી હતી. બીજો રિલોર્ટ પૌસાનીયસનો છે. તેણે લાંબા અંતરના દોડવીર દ્રોમસ અંગે લખ્યું છે. દ્રોમસે ઓલિમ્પિયામાં બે વિજય મેળવ્યા હતા. તેણે ટ્રેનિંગ દરમિયાન પ્રથમ વખત માંસનો ખોરાક લીધો હતો. પહેલા પ્રાચીન ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ ચીઝ, તાજા શાકભાજી અને ફળો હતા. ત્યારબાદ પ્રાચીન ગ્રીક ખેલાડીઓએ બળદ, બકરી અને હરણનું લાલ માંસ ખાવાનું શરૂ કર્યું હતું. જે પ્રોટીનથી સમૃદ્ધ હોવાથી તેમનું પ્રદર્શન સારું રહેતું હતું.
    First published:

    Tags: Healthy diet, Mirabai Chanu, Tokyo Olympics 2021