Home /News /explained /

જીવન વીમા પોલિસી લેવાનું વિચારી રહ્યા છો? પત્ની અને બાળકોને ક્લેમ સરળતાથી મળે તે માટે આટલું જરૂર કરો

જીવન વીમા પોલિસી લેવાનું વિચારી રહ્યા છો? પત્ની અને બાળકોને ક્લેમ સરળતાથી મળે તે માટે આટલું જરૂર કરો

પ્રતીકાત્મક તસવીર

Married women’s property act: કોઈ પણ વ્યક્તિના મોત કે નાદાર થઈ જવાના કિસ્સામાં તેની સંપત્તિનો ઉપયોગ ઋણ ચૂકવવા માટે થાય છે. લેણદારોને રકમ ચૂકવ્યા બાદ જ પરિવારના સભ્યો અથવા કાયદેસર વારસને બાકી રહેલી સંપત્તિ મળે છે.

મુંબઈ: કોરોના મહામારીની બીજી લહેર (Coronavirus second wave)માં અનેક પરિવારોને શારીરિક માનસિક આઘાત સહન કરવો પડ્યો છે. ત્રીજી લહેર પણ હવે નજીકમાં જ છે. સંક્રમણ રોકવા મૂકાયેલા નિયંત્રણમાં ધીમે ધીમે છૂટ મળી રહી છે. ત્યારે જો કોરોનાના નિયમોનું પાલન નહીં થાય તો ત્રીજી લહેર ઘાતકી બની શકે છે. કોરોનાથી અસર પરથી ઘણું શીખવાની જરૂર છે. શરીર અને માનસિક શાંતિની જેમ આર્થિક શાંતિ પણ છીનવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. મોટાભાગના લોકો પોતાના પરિવારને સુરક્ષિત રાખવા જીવન વીમો (Life insurance) જ પૂરતો છે તેવું માને છે. પરંતુ વાસ્તવિકતા શું છે? તે જાણવું જરૂરી છે.

આ બાબત સમજવા એક ઉદાહરણ લઈએ. તમે કોઈ ઈમરજન્સી કારણોસર પર્સનલ લોન લીધી હોય, આ ઉપરાંત ઘર ચલાવવા, બાળકોની સ્કૂલ ફી સહિતના ખર્ચ થતા હોય. છતાં પણ તમારી પાસે રૂ.1 કરોડનું ટર્મ ઇન્શ્યોરન્સ કવર હોવાનું સમજી તમે નિશ્ચિત છો અને તમારી ગેરહાજરીમાં આ કવર તમારા પરિવારને સુરક્ષિત રાખશે તેવું સમજો છો.

જોકે, આ તમારી ગેરસમજ હોય શકે છે. કારણ કે, આવી સ્થિતિમાં ક્લેમ પર તમારા લેણદારોનો દાવો પહેલો ગણાશે. જેથી તમારા લોન સહિતના ઋણની ચુકવણી બાદ પરિવારના ગુજરાન માટે યોગ્ય રકમ બચે તે રીતે મોટું કવર ખરીદી શકો છો. તેમજ ક્લેમની રકમ માત્ર પત્ની અને બાળકોને જ મળે તે માટે તમે જીવન વીમાને મેરિડ વિમેન્સ પ્રોપર્ટી એકટ (MWPA) હેઠળ લાવવાનું પણ વિચારી શકો છો.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

પત્ની અને સંતાન માટે સુરક્ષા

કોઈ પણ વ્યક્તિના મોત કે નાદાર થઈ જવાના કિસ્સામાં તેની સંપત્તિનો ઉપયોગ ઋણ ચૂકવવા માટે થાય છે. લેણદારોને રકમ ચૂકવ્યા બાદ જ પરિવારના સભ્યો અથવા કાયદેસર વારસને બાકી રહેલી સંપત્તિ મળે છે. અલબત ખેતાન એન્ડ કંપનીના પાર્ટનર શબનમ શેખનું કહેવું છે કે, MWP હેઠળ પરિવારના અધિકારો અને હિતની રક્ષા કરવામાં આવે છે. પરિણીત વ્યક્તિએ ખરીદેલી પોલિસી તેની સંપત્તિનો હિસ્સો ગણાતી નથી. જેથી તેનો ઉપયોગ ઋણ ચૂકવવા થઈ શકે નહીં. જે વેપારીઓ-બિઝનેસમેન નાદાર થઈ જવાનું જોખમ ધરાવતા હોય તેમની માટે આ વધુ પ્રાસંગિક છે. તેમજ પગારદાર માટે પણ તેનું એટલું જ મહત્વ છે.

આ બાબતે ટાટા-એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર વેન્કી ઐયર કહે છે કે, MWPA હેઠળ પોલિસી ખરીદવાથી ટ્રસ્ટની રચના થાય છે. જેમાં ક્લેમની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. ટ્રસ્ટના લાભાર્થીઓ પોલિસીધારકની પત્ની અને બાળકો હોય છે. મેચ્યોરિટી અથવા ડેથ બેનિફિટસની રકમ લાભાર્થીઓને આપવામાં આવે છે. જીવન વીમા કંપની પાસેથી મળેલી રકમ પર લેણદારનો દાવો રહેતો નથી.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

આ કાયદાના હેઠળ પોલિસી ખરીદનાર પોલિસીધારકની પત્ની અને બાળકોના સંયુક્ત કુટુંબમાં રહે તો તેમના હિતોનું પણ રક્ષણ કરે છે. તેની ગેરહાજરીમાં કુટુંબની સંપત્તિમાં વિવાદોને કારણે તેની પત્ની અને બાળકોનો ભાગ વંચિત રહી જાય તેની ચિંતા કરવાની જરૂર નથી. આવા વિવાદોને ધ્યાનમાં લીધા વિના આવા લાઇફ કવરથી નાણાં તેમના ખાતામાં જ પહોંચશે.

નોંધનીય છે કે, પત્ની અને સંતાનની આર્થિક સુરક્ષા માટે જ પોલિસી MWP એકટ હેઠળ લાવો. જો તમે યુનિટ લિંક્ડ ઇન્સ્યુરન્સ પોલિસી (ULIPs) કે નિવૃત્તિની એન્ડોવમેન્ટ યોજનાઓ માટે વિચારતા હોય તો આ સારો વિકલ્પ નથી. ઐયર સમજાવે છે કે, MWPA પોલિસીના લાભ માત્ર લાભાર્થીઓને મળે તેવું નિર્ધારિત કરતું હોવાથી પોલિસીધારક પાસે પોલિસીની આવકનો અધિકાર રહે નહીં.

આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

કઈ કઈ શરતો મૂકાઈ છે?

આ માત્ર લગ્ન થયા હોય તેવા પુરુષો માટે જ છે. જેઓ પત્ની અને સંતાનને પોલિસીનો ક્લેમ મળે તેવું ઇચ્છતા હોય. જો પોલિસી ફક્ત તમારી પત્ની અને બાળકોના ફાયદા માટે લેવામાં આવી રહી છે, તો તમારે તે સ્પષ્ટ કરવું પડશે. અહીં લગ્ન માત્ર પૂર્વજરૂરીયાત છે. આ કાયદો છૂટાછેડા જેવી અન્ય પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લે છે.

શબનમ શેખ વધુમાં કહે છે કે, આ લગ્નનો મતલબ લગ્ન સંબંધમાં હોય જ તેવો નથી. વિધુર કે છૂટાછેડા લેનાર પણ સંતાનોના લાભ માટે આવી પોલિસી ખરીદી શકે છે. આ ઉપરાંત વધુ એક શરત એ છે કે, આવી પોલિસી પાછળ તમારો ઈરાદો લેણદારોને દગો આપવાનો પણ ન હોવો જોઈએ. જો તેનો ઉદ્દેશ લેણદારોને દગો અપાવાનો હોય તો કાયદા હેઠળ આપવામાં આવેલી સુરક્ષા પરત લઈ લેવાય છે.

આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

ઉપરાંત ઋણ એકઠું થઈ જાય ત્યારે પોતાની પોલિસીને MWPAમાં લાવી શકાતી નથી. જેથી પોલિસી ખરીદતી વખતે તમારી પોલિસી આ એક્ટ હેઠળ આવી જાય તેની ખાતરી કરવી જોઈએ. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઈન્સ્યુરન્સના ડેપ્યુટી CEO ઋષભ ગાંધી આ મામલે કહે છે કે, પોલિસી લેતી વખતે પોલિસી ધારકને MWP એક્ટ હેઠળ પોલિસી મુકવા MWP એડિન્ડમ ભરવાનું હોય છે. આ ફક્ત પોલિસીની શરૂઆતમાં જ થઈ શકે છે. કેટલીક વીમા કંપનીઓ તમને આ ઉદેશ્ય માટે અલગ ફોર્મ ભરવાનું પણ કહી શકે છે. મોટાભાગના ફોર્મમાં તમારે માત્ર બોક્સ પર ટીક કરવાનું રહે છે.

MWP અને મહિલા લાઇફ ઇન્સ્યોરન્સના નેગેટિવ પાસાઓ

આ અધિનિયમ 1874માં અસ્તિત્વમાં આવ્યો હોવાથી તેનું ધ્યાન પુરુષો પર હતું. ઐયર કહે છે કે, તે ખ્રિસ્તી અને પારસી સમુદાયોની વિવાહિત અથવા છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવાઓને લાગુ પડે છે. તે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મની પરિણીત મહિલાઓને તે લાગુ નથી.

ખ્રિસ્તી અને પારસી સમુદાયોની પરણિત મહિલાઓ પોતાના માટે અને પતિથી સ્વતંત્ર થઈ પોલિસી ખરીદી શકે તેવો એક્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલિસીને મહિલાની અલાયદી સંપત્તિ માનવામાં આવશે. અલબત, મહિલા દ્વારા લેવામાં આવેલી પોલિસીની આવક લેણદારોના દાવાથી સુરક્ષિત છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરણિત પુરુષના કેસમાં MWPAની કલમ 6માં તેની સ્પષ્ટતા છે. શેખ વધુમાં કહે છે કે, ઘણા વીમા કંપનીઓ એક્ટ હેઠળ મહિલાઓને વીમા પોલિસી ઓફર કરે છે અને તેમના બાળકો લાભાર્થી હોવાનું માનવામાં આવે છે. ત્યારે આવી વીમા રકમનો ઉપયોગ મહિલા ગ્રાહકના ઋણ ચૂકવવા કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. ટેક્નિકલ રીતે જો આ આવક અલગ મિલકત તરીકે ગણવામાં આવે તો તેઓ ઋણ ચુકવવા તેનો ઉપયોગ કરી શકે છે. (PREETI KULKARNI- Moneycontrol)
First published:

Tags: Children, Family, Husband, Insurance, Life Insurance, Wife, મહિલા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन