Home /News /explained /

એવા ઘણા દેશો છે, જ્યાં હજુ સુધી કોરોના રસીનો એકપણ ડોઝ પણ નથી પહોંચ્યો, જાણો કયા છે આ દેશ?

એવા ઘણા દેશો છે, જ્યાં હજુ સુધી કોરોના રસીનો એકપણ ડોઝ પણ નથી પહોંચ્યો, જાણો કયા છે આ દેશ?

પ્રતિકાત્મક તસવીર

મધ્ય આફ્રિકન દેશ ચાડ દુનિયાના સૌથી ગરીબ દેશ પૈકીનો એક છે. આ દેશનો ત્રીજો ભાગ સહારાના રણમાં છે. અત્યાર સુધી આ દેશમાં રસી પહોંચી નથી.

વર્તમાન સમયે ભારત (India) સહિત વિશ્વના (world) અનેક દેશોમાં જીવલેણ બનેલા કોરોના વાયરસને (coronavirus) રોકવા માટે રસીકરણ (vaccination) શ્રેષ્ઠ ઉપાય તરીકે જોવામાં આવે છે. ભારત સહિતના કેટલાક દેશોએ રસી વિકસિત કરી દીધી છે. જોકે, તકલીફ એ છે કે, રસીનું વિતરણ એક સમાન રીતે થઇ રહ્યું નથી. ધનવાન દેશોમાં રસી વધુ ઝડપથી લગાવાઇ ગઈ છે. જ્યારે કેટલાક દેશો એવા છે, જ્યાં હજુ સુધી રસીકરણ કાર્યક્રમ ચાલુ થયો નથી.

નિષ્ણાંતોનું શું કહેવું છે?
એપ્રિલ મહિનાના અંતમાં વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેસસે રસીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમીર દેશો પાસે 82 ટકા જેટલી રસી છે. જ્યારે ગરીબ દેશો પાસે કુલ 0.3 ટકા રસી છે. ધનવાન દેશો કઈ રસી સારી છે તે મામલે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આર્થિક રીતે નબળા દેશો પાસે તો વિકલ્પ જ નથી.

ચાડમાં આરોગ્ય કર્મચારીઓને પણ નથી અપાઈ રસી
મધ્ય આફ્રિકન દેશ ચાડ દુનિયાના સૌથી ગરીબ દેશ પૈકીનો એક છે. આ દેશનો ત્રીજો ભાગ સહારાના રણમાં છે. અત્યાર સુધી આ દેશમાં રસી પહોંચી નથી. તબીબો અને હોસ્પિટલના સ્ટાફને પણ રસી નથી મૂકવામાં આવી. છતાં પણ તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમના સુધી રસી ક્યારે પહોંચશે તે બાબતનો પણ તેમને ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ-જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

આ દેશોમાં રસી નથી મુકાઈ
વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ વિશ્વમાં હજુ એક ડઝનથી વધુ દેશ એવા છે, જ્યાં રસી નથી પહોંચી. જેમાં બુર્કીના ફાસો, તાંઝાનિયા, બુરુની અને ઇરિટ્રીય સહિતના મોટાભાગના દેશોનો સમાવેશ થાય છે. અલબત્ત આ દેશોમાં કોરોના વાયરસના કેસ હજુ ગંભીર સ્તરે નથી. પરંતુ, જેટલા કેસ છે તે પણ આર્થિક રીતે પછાત આ દેશોને વધુ પછાત બનાવી દે તેવો ખતરો છે. રસીકરણ થયું ન હોવાથી આ દેશના લોકો વિશ્વના અન્ય દેશોમાં ટ્રાવેલ કરી શકતા નથી. આ ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ નબળી હોવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન લાદી દેવામાં આવેલું છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

COVAX શું કરી રહ્યું છે?
સંયુક્ત રાષ્ટ્રની મદદથી COVAX પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ રસી બન્યા પહેલા જ ઘડી કઢાયો હતો. જેનો મૂળ હેતુ ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશો પાસે પણ રસી પહોંચે તેનો હતો. અલબત્ત, આ પ્રોગ્રામની હજુ કોઈ ખાસી અસર થઇ નથી. મોટાભાગના આફ્રિકન દેશો રસીની રાહ જોઈ રહ્યા છે. વાયરસ મ્યુટેશનના કારણે કોરોના વધુ ઘાતક થઈ જતા કઈ રસી વધુ સારી કામગીરી કરશે તેવી ગડમથલ છે.

આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

રસીનો સંગ્રહ કરવાની પણ વ્યવસ્થા નથી
આ દેશોમાં રસી પહોંચી જાય તો પણ ગોડાઉનની મોટી સમસ્યા છે. કોરોના રસીની અસર જળવાઈ રહે તે માટે ખૂબ ઓછા તાપમાને સ્ટોર કરવી પડે છે. આવી સુવિધા ખૂબ ઓછા આફ્રિકન દેશોમાં છે. ઉપરાંત આ દેશોનું સરેરાશ તાપમાન પણ 44 ડિગ્રી સુધીનું હોય છે. પરિણામે સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચોઃ-વાંકાનેરઃ હોલમઢ ગામમાં હત્યાના ગુનામાં જામીન પર બહાર આવેલા રાહુલ આહિરની ફિલ્મી ઢબે આંતરી કરી હત્યા

હૈતીના હાલ બેહાલ
આવી જ રીતે 11 મિલિયનની વસ્તી ધરાવતો હૈતી દેશ હજુ વેક્સિન વગર છે. અહીં પણ રસી પહોંચી નથી. આ દેશ અગાઉ પણ કુદરતના પ્રકોપનો ભોગ બની ચૂક્યો છે. અધુરામાં પુરૂ કોરોના વાયરસે હૈતીને વધુ ગંભીર સ્થિતિમાં ધકેલી દીધો છે. દેશના આરોગ્ય કર્મચારીઓ રસી વગર જ લોકોની સારવાર કરવા મજબૂર છે.



સ્ટોરેજ વ્યવસ્થા ન હોવાથી સામેથી રસીની ના પાડી
COVAX પ્રોગ્રામ અંતર્ગત હૈતીને 7.56 લાખ ડોઝનું વચન અપાયું હતું. જોકે હૈતીએ સામે ચાલીને હાથ ઊંચા કરી નાખ્યા. ઇન્ડિયા ટુડેની રિપોર્ટ મુજબ ત્યાંની સરકારે સ્ટોરજ ક્ષમતા ન હોવાનું કહ્યું હતું. જોકે,મુશ્કેલી દૂર થાય તે માટે સિંગલ ડોઝ રસીની માંગણી પણ તેમના દ્વારા ઉઠી હતી.
First published:

Tags: Corona vaccine, Coronavirus, Vaccination, World

આગામી સમાચાર