તમે ઘણી બધી અજબ ગજબ વસ્તુઓ જોઈ હશે, પરંતુ માણસોના હાડપિંજરથી બનેલ ચર્ચ નહીં જોયુ હોય. આવું જ એક ચર્ચ ચેક રિપબ્લિકમાં આવેલું છે. અહીં એક ચર્ચ 40 હજાર માણસોના હાડપિંજરથી બનાવવામાં આવ્યુ છે. ચેક રિપબ્લિકમાં બનેલા રોમન કૈથોલિક ચર્ચનું નામ 'સેડલેક ઔસુએરી' છે. આ દુનિયાનું સૌથી ડરામણું ચર્ચ છે. આ ચર્ચની સજાવટ જ માણસોના હાડકા અને ખોપડીઓથી કરાઈ છે.
આ ચર્ચમાં વપરાયેલ માણસોના હાડપિંજર પ્લેગના કારણે મૃત્યુ પામેલા લોકોના છે. આ ચર્ચની સજાવટ માટે માણસોની ખોપડીથી લઈ આંગળીઓનો પણ ઉપયોગ કરાયો છે. તો આ ચર્ચમાં લગાલેલા ઝુમ્મર હાડકાઓથી બનાવેલા છે. 17મી સદીથી લઈ 19મી સદી વચ્ચે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને અહીં દફનાવેલા છે. જે બાદ આ મૃતદેહોના હાડકા ચર્ચના નિર્માણમાં ઉપયોગમાં લેવાયા હતા.
આ ચર્ચને આ રીતે બનાવવા પાછળ એક રોચક કહાની છે. ઈ.સ.278માં જેરૂસલેમની પવિત્ર માટીને અહીં લાવવામાં આવી હતી. આ તમામ લોકોની ઈચ્છા હતી કે મૃત્યુ બાદ તેમને પવિત્ર જગ્યાએ દફનાવાય. જેના કારણે જ તમામ લોકોને ચર્ચમાં દફન કરવામાં આવ્યા હતા. અને તેમના હાડકાથી આ ચર્ચને તૈયાર કરાયુ હતુ.