Home /News /explained /Bermuda Triangleનું રહસ્ય ઉકેલાયું? ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે જણાવ્યું કેવી રીતે ડૂબે છે પ્લેન
Bermuda Triangleનું રહસ્ય ઉકેલાયું? ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે જણાવ્યું કેવી રીતે ડૂબે છે પ્લેન
એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે તેમણે બરમુડા ટ્રાયંગલનો કોયડો ઉકેલી લીધો છે. (Image- shutterstock)
Bermuda Triangle: ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું માનવું છે કે બરમુડા ટ્રાયંગલમાં મોટી સંખ્યામાં જહાજો અને વિમાનો ગાયબ થવા પાછળનું કારણ માનવીય ભૂલો અને ખરાબ વાતાવરણ સિવાય બીજું કંઈ નથી.
Bermuda Triangle: વિશ્વની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક ‘બર્મુડા ટ્રાયંગલ’ (Bermuda Triangle) પણ છે. એવું કહેવાય છે કે સમુદ્રના આ રહસ્યમય ક્ષેત્ર (World’s Most Mysterious Places) ઊપરથી પસાર થતી દરેક વસ્તુને એક અદ્રશ્ય શક્તિ નીચે ખેંચી લે છે. હવે એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે તેમણે બરમુડા ટ્રાયંગલનો કોયડો ઉકેલી લીધો છે. કાર્લ ક્રુઝેલનિકિએ (karl kruszelnicki) જણાવ્યું કે પાણીમાં ઘણા વિમાનો અને જહાજોના કોઈપણ પુરાવા વિના ગાયબ થવાનો સંબંધ કોઈ એલિયન બેઝ કે ‘લોસ્ટ સિટી ઓફ એટલાન્ટિસ' સાથે બિલકુલ નથી.
મેટ્રોના અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું માનવું છે કે બરમુડા ટ્રાયંગલમાં મોટી સંખ્યામાં જહાજો અને વિમાનો ગાયબ થવા પાછળનું કારણ માનવીય ભૂલો અને ખરાબ વાતાવરણ સિવાય બીજું કંઈ નથી. તેને 'ડેવિલ્સ ટ્રાયેન્ગલ' (Devil’s Triangle) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમુદ્રમાં 700,000 ચોરસ કિલોમીટરનો એક વ્યસ્ત વિસ્તાર છે તેથી અહીં દુર્ઘટનાઓ વધુ થાય છે. વૈજ્ઞાનિકે કહ્યું કે બરમુડા ટ્રાયંગલ ભૂમધ્ય રેખાની નજીક છે અને તેનું અમેરિકાથી અંતર ખૂબ જ ઓછું છે, તેથી અહીં ટ્રાફિક વધુ થાય છે.
ક્રુઝેલનિકિએ જણાવ્યું કે અમેરિકન કોસ્ટ ગાર્ડ અને Lloyd’s of London અનુસાર, બરમુડા ટ્રાયંગલમાં ગાયબ થવાની સંખ્યા ટકાવારીના આધારે વિશ્વના અન્ય કોઈપણ સ્થળો જેટલી છે. તેમણે ફ્લાઈટ-19ના પાંચ એરક્રાફ્ટના ગાયબ થવાનું કારણ પણ આપ્યું, જેના કારણે બરમુડા ટ્રાયંગલના રહસ્યની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે તે દિવસે વાસ્તવમાં 15 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા હતા જેણે વિમાનો પર ઊંડી અસર કરી હતી.
તેમણે કહ્યું કે, એ ઉડાનમાં એકમાત્ર અનુભવી પાયલટ તેમના લીડર લેફ્ટનન્ટ ચાર્લ્સ ટેલર હતા જેની માનવીય ભૂલો આ દુર્ઘટનાનું કારણ બની. તેમણે કહ્યું કે, પેટ્રોલના પ્રવાહ પહેલાના રેડિયો ટ્રાન્સક્રિપ્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફ્લાઇટ 19 તેની મૂળ સ્થિતિથી ભટકી ગઈ હતી. ઊંડા પાણીમાં જહાજો અને વિમાનોના ભંગાર શોધવા મુશ્કેલ છે, તેથી ગાયબ થયા બાદ કોઈ પુરાવા નથી મળતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર