પોકેટ વેન્ટીલેટરનો આવિષ્કાર, Coronaની સાથે શ્વાસ સંબંધિત સમસ્યામાં પણ લાભદાયી

વૈજ્ઞાનિક મુખર્જીની ફાઈલ તસવીર

પાવર બટન ચાલુ થયા બાદ વેન્ટીલેટર હવા બહારથી કાઢે છે અને અલ્ટ્રા વાયોલેટ ચેમ્બરમાંથી પસાર થાય છે અને હવા શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આ શુદ્ધ હવા માઉથપીસમાંથી પસાર થાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોવિડ-19ની (covid-19) બીજી લહેરમાં (corona second wave) ભારતમાં ખૂબ જ ભયાનક ઓક્સિજનની કમી (oxygen crisi) જોવા મળી હતી. દેશભરમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ પરિસ્થિતિ સર્જાતા કોલકત્તાના (kolkatta) એક વૈજ્ઞાનિક રામેન્દ્ર લાલ મુખર્જીએ (Scientist Ramendra Lal Mukherjee) પોર્ટેબલ બેટરીથી ચાલતા વેન્ટીલેટરનું (Ventilator) નિર્માણ કર્યું છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ શ્વાસ લેવાની સમસ્યાથી પીડિત છે, તે દરેક વ્યક્તિ આ વેન્ટીલેટરનો ઉપયોગ કરી શકે છે. આ 250 ગ્રામ વાળા વેન્ટીલેટરને મોબાઈલ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. તે 8 કલાક સુધી ચાલે છે.

રામેન્દ્ર લાલ મુખર્જી એક એન્જિનીયર છે, તેમણે ANIને વેન્ટીલેટરની કાર્યપ્રણાલી અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે વેન્ટીલેટરમાં બે ભાગ હોય છે. એક પાવર યુનિટ અને એક વેન્ટીલેટર યુનિટ જે માઉથપીસ સાથે જોડાયેલ હોય છે. પાવર બટન ચાલુ થયા બાદ વેન્ટીલેટર હવા બહારથી કાઢે છે અને અલ્ટ્રા વાયોલેટ ચેમ્બરમાંથી પસાર થાય છે અને હવા શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આ શુદ્ધ હવા માઉથપીસમાંથી પસાર થાય છે.

મુખર્જીએ વધુમાં જણાવ્યું કે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે, તો યૂવી ચેમ્બર હવાને ફિલ્ટર કરશે અને હવાને શુદ્ધ કરશે. વેન્ટીલેટર પર રહેલ કંટ્રોલ નોબ ઓક્સિજનની આવશ્યકતા અનુસાર વેન્ટીલેટર સંચાલિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

મુખર્જીએ વેન્ટીલેટરના આવિષ્કાર અંગે જણાવ્યું કે, જ્યારે તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત હતી. ત્યારે તેમને વેન્ટીલેટર બનાવવાનો વિચાર આવ્યો. જ્યારે તેઓ કોરોનામાંથી રિકવર થઈ રહ્યા હતા ત્યારે તેમણે વેન્ટીલેટર પર કામ કરવાનું શરૂ કર્યું. 20 દિવસની મહેનત બાદ તેમણે પોકેટ વેન્ટીલેટર બનાવ્યું.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.

મુખર્જીએ વેન્ટીલેટર અંગે વધુ જાણકારી આપતા કહ્યું કે, ‘આ વેન્ટીલેટર માત્ર કોરોનાના દર્દીઓ માટે નહીં, પરંતુ અસ્થમા અને શ્વાસ સંબંધિત અન્ય સમસ્યાથી પીડિત લોકો માટે લાભદાયી સાબિત થશે.’



વૈજ્ઞાનિક કમ એન્જિનીયર મુખર્જીએ દાવો કર્યો કે આ પોકેટ વેન્ટીલેટરની બજારમાં માંગ વધી રહી છે, જેના કારણે અનેક અમેરિકી કંપનીઓ પોકેટ વેન્ટીલેટર બનાવવા માટે તેમનો સંપર્ક કરી રહી છે. મુખર્જીએ 30 પેટન્ટ પ્રાપ્ત કરી છે અને તેમને વિશ્વાસ છે કે તેમની આ શોધના કારણે અનેક લોકોના જીવ બચી શકશે.
First published: