Home /News /explained /

વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

ILLUSTRATION BY ESO/L. CALÇADA

Black Hole turns out be a Vampire Star: બે વર્ષ પહેલા યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિક ડાયટ્રીચ બાડેએ કહ્યું હતું કે આ બ્લેક હોલ આપણા સૂર્યના કદ કરતા ચાર ગણો મોટો છે. આ પૃથ્વીની સૌથી નજીક શોધાયેલો બ્લેક હોલ છે. પરંતુ સત્ય કંઈક બીજું જ હતું!

વધુ જુઓ ...
  Black Hole turns out be a Vampire Star: બે વર્ષ પહેલા પૃથ્વીથી લગભગ 1000 પ્રકાશવર્ષના અંતરે એક બ્લેક હોલ (Black Hole)ની શોધ થઈ હતી. વૈજ્ઞાનિકો ખુશ હતા કે આ તો પૃથ્વીની સૌથી નજીકનો બ્લેક હોલ (Earth’s Closest Black Hole) છે, પરંતુ ત્યાંથી આવતા અજીબોગરીબ સંકેતોની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે એક અલગ જ ઘટસ્ફોટ થયો. તે બ્લેક હોલ નહીં, પણ વેમ્પાયર સ્ટાર (Vampire Star) નીકળ્યો. તે એટલો ભૂખ્યો છે કે તેના પાડોશી તારાને (Star) જ ખાઈ રહ્યો છે!

  હવે આ ઘટના શરૂઆતથી સમજો. બન્યું એવું કે બે વર્ષ પહેલા યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિક ડાયટ્રીચ બાડેએ કહ્યું કે આ બ્લેક હોલ આપણા સૂર્યના કદ કરતા ચાર ગણો મોટો છે. આ પૃથ્વીની સૌથી નજીક શોધાયેલો બ્લેક હોલ છે. આ બ્લેક હોલની આસપાસ માત્ર બે તારા જ ફરી રહ્યા છે.

  આ સિસ્ટમને HR 6819 નામ આપવામાં આવ્યું છે. જ્યારે તેના નક્ષત્રનું નામ છે ટેલિસ્કોપિયમ (Telescopium). જો તમે ટેલિસ્કોપ વડે બ્લેક હોલને જોશો તો તે ટેલિસ્કોપિયમના તેજસ્વી તારા જેવો દેખાશે, પરંતુ ત્યાં બે તારા એવા છે જે એકબીજાની ચારેય બાજુ ઘૂમી રહ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે શા માટે તેઓ આટલી ઝડપથી ફરે છે. ત્યારે તેમને બંનેની વચ્ચે એક બ્લેક હોલ દેખાયું.

  આ પણ વાંચો: પૃથ્વી પરની આ જગ્યાઓ અંતરિક્ષમાંથી લાગે છે અત્યંત સુંદર, જુઓ તસવીરો

  હવે બેલ્જિયમ સ્થિત KU Leuvenના વૈજ્ઞાનિક એબિગેલ પ્રોસ્ટે કહ્યું કે જ્યારે અમે આ તારાની સ્પેક્ટ્રોસ્કોપી કરી તો એક આશ્ચર્યજનક ખુલાસો થયો. અગાઉ આપણે માનતા હતા કે એક બ્લેક હોલ અને બે તારા છે. એટલે કે બંને તારાઓ અલગ-અલગ કક્ષામાં બ્લેક હોલની આસપાસ ફરે છે, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બ્લેક હોલ છે જ નહીં.

  જ્યારે અમે ત્યાંથી નીકળતા પ્રકાશનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે તેમાંથી નીકળતો મોટો તારો વેમ્પાયર (Star-sucking Vampire) બની ગયો છે. તે તેના પાડોશી તારાને ખાઈ રહ્યો છે. તે પડોશી તારાને ન્યુટ્રોન સ્ટારમાં ફેરવી રહ્યો છે. અમે આ સમયે ન્યુટ્રોન સ્ટારની રચનાની પ્રક્રિયા અને તેમાંથી નીકળતા ગુરુત્વાકર્ષણ તરંગોને નજીકથી નિહાળી શકીએ છીએ. તેમની ગણતરી કરી શકીએ છીએ.

  એબિગેલ ફ્રોસ્ટે જણાવ્યું કે HR 6819 હાલ તેની ઉત્ક્રાંતિની ખૂબ જ પ્રારંભિક અને દુર્લભ સ્થિતિમાં છે. તે બે તારાઓની બાઈનરી સિસ્ટમ છે. બે તારાઓ વચ્ચેનો સંબંધ અમને આશ્ચર્યમાં નાખે છે. કારણ કે તે તારાઓની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની સંપૂર્ણ વ્યાખ્યા બદલી રહ્યું છે. આ અભ્યાસ તાજેતરમાં એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

  આ પણ વાંચો: એ કઈ આદતો છે, જેને તમે બદલશો તો એનો ફાયદો સીધો પૃથ્વીને થશે?

  બે વર્ષ પહેલા ડાયટ્રીચ બાડેએ કહ્યું હતું કે આ બ્લેક હોલ પણ ખૂબ જ ઝડપથી ફરી રહ્યો છે. તેની સ્પીડ 60 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. તેનું વજન આપણા સૂર્યના વજન કરતાં પાંચ ગણું વધારે છે. સૌથી ખતરનાક બાબત એ છે કે પ્રથમ વખત અમને બ્લેક હોલ સંપૂર્ણ અંધકારમાં મળ્યો છે.

  બાડેએ કહ્યું કે તે સંપૂર્ણપણે અદ્રશ્ય છે. અમને તેના અસ્તિત્વનો આભાસ તેની આસપાસ ફરતા તારાઓ પરથી થયો છે. તેને હાયરાર્કિકલ ટ્રિપલ સિસ્ટમ કહેવામાં આવે છે. આ બ્લેક હોલની ખાસિયત એ છે કે તે સંપૂર્ણ રીતે બ્લેક છે. એટલે કે તે કાળો છે, પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અહીં કોઈ બ્લેક હોલ નથી. તેના બદલે એક મોટો તારો બીજા તારાને ખાવામાં લાગેલો છે. એટલે કે વધુ શક્તિશાળી ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે સાચી માહિતી મળે છે.

  સામાન્ય રીતે આપણી આકાશગંગામાં જોવા મળતા બ્લેક હોલમાંથી માત્ર બે ડઝન જ ચમકતા દેખાય છે. બાડેએ કહ્યું કે જો તમારે તેને જોવા હોય તો તમારે દક્ષિણ અમેરિકાના એકદમ દક્ષિણ ભાગમાં જઈને ટેલિસ્કોપથી જોવા પડશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Astronomy, Black hole, Black holes, Explained, Know about, Science, Science News, Science વિજ્ઞાન, Star, જ્ઞાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन