જ્યારે સાબુ કે સર્ફ ન હતા ત્યારે રાજા-રાણીઓનાં મોંઘા કપડાં કેવી રીતે સાફ થતા?

પ્રતીકાત્મક તસવીર

Technique used to clean clothes: લીબર બ્રધર્સ ઇંગ્લેન્ડે ભારતમાં પહેલી વખત આધુનિક સાબુ બજારમાં લાવવાનું કામ કર્યુ હતું. પહેલા તો તે બ્રિટનથી સાબુની ભારતમાં આયાત કરતા હતા અને તેનું ભારતમાં માર્કેટિંગ થતું હતું.

  • Share this:
મુંબઈ: શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે જ્યારે સાબુ અને સર્ફ ન હતા, ત્યારે લોકો કપડાં કઈ રીતે સાફ કરતા હતા? રાજા-રાણીઓના મોંઘા કપડા કઈ રીતે સાફ થઇને ચમકતા હશે? કઈ રીતે સામાન્ય વ્યક્તિ પણ પોતાના કપડાં સાફ કરતા હતા? ભારતમાં આધુનિક સાબુની શરૂઆત 130 વર્ષ પહેલા બ્રિટિશ શાસનમાં થઇ હતી. લીબર બ્રધર્સ ઇંગ્લેન્ડે ભારતમાં પહેલી વખત આધુનિક સાબુ બજારમાં લાવવાનું કામ કર્યુ હતું. પહેલા તો તે બ્રિટનથી સાબુની ભારતમાં આયાત કરતા હતા અને તેનું ભારતમાં માર્કેટિંગ થતું હતું. જ્યારે ભારતમાં લોકો સાબુનો ઉપયોગ કરવા લાગ્યા તો અહીં પહેલી વખત તેની ફેક્ટરી લગાવી હતી.

આ ફેક્ટરી ન્હાવા અને કપડાં ધોવાનો બંને પ્રકારનો સાબુ બનાવતી હતી. નોર્થ વેસ્ટ સોપ કંપની પહેલી એવી કંપની હતી, જેણે 1897માં મેરઠમાં દેશનું પહેલું સાબુનું કારખાનું શરૂ કર્યુ હતું. આ વેપાર ખૂબ આગળ વધ્યો. ત્યાર બાદ જમશેદજી ટાટા આ બિઝનેસમાં પહેલી ભારતીય કંપની તરીકે મેદાનમાં આવ્યા. પરંતુ સવાલ એ છે કે જ્યારે ભારતમાં સાબુનો વપરાશ નહોતો થતો, સોડા અને તેલના ઉપયોગથી સાબુ બનાવવાની કળાની જાણ નહોતી તો કઇ રીતે કપડાં ધોઇને ચમકાવવામાં આવતા હતા.

આ પણ વાંચો: આરોગ્ય વીમો ખરીદતી વખતે આ પાંચ ભૂલ તમને ભારે પડી શકે છે!

અરીઠાનો ખૂબ ઉપયોગ થતો

ભારત વનસ્પતિ અને ખનીજથી સંપન્ન દેશ રહ્યો છે. અહીં એક વૃક્ષ છે જેને અરીઠા કહેવાય છે. ત્યારે કપડાં સાફ કરવા માટે અરીઠાનો ઉપયોગ ખૂબ કરવામાં આવતો હતો. રાજાઓના મહેલોમાં અરીઠાના બગીચાઓ બનાવવામાં આવતા હતા. કિંમતી રેશમી વસ્ત્રોને કિટાણુંમુક્ત અને સાફ કરવા માટે અરીઠા આજે પણ સૌથી શ્રેષ્ઠ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. પ્રાચીન ભારતમાં અરીઠાનો ઉપયોગ સુપર સોપની જેમ કરવામાં આવતો હતો. તેની છાલમાંથી ફીણ ઉત્પન્ન થતા હતા, જેનાથી કપડાની સફાઇ થતી હતી. તે સાફ થઇ પણ જતા હતા અને તેમાં ચમક પણ આવી જતી હતી. અરીઠા કીટાણુનાશકનું પણ કામ કરે છે.હાલ અરીઠાનો ઉપયોગ વાળ સાફ કરવા માટે કરાય છે. અરીઠામાંથી શેમ્પૂ પણ બનાવવામાં આવે છે. તે હજુ પણ લોકપ્રિય છે. પહેલાના સમયમાં રાણીઓ પોતાના લાંબા વાળ તેનાથી જ ધોતી હતી. તેને સોપ બેરી અથવા વોશ નટ પણ કહેવામાં આવે છે.

ગરમ પાણીમાં નાંખીને કપડાં ઉકાળવામાં આવતા

તે જમાનામાં બે રીતે કપડાં સાફ થતા હતા. સામાન્ય લોકો પોતાના કપડાં ગરમ પાણીમાં નાંખતા હતા અને તેને ઉકાળતા હતા. ત્યાર બાદ તેમાંથી કાઢી થોડા સમય માટે ઠંડા કરી તેને પથ્થર પર પટકતા હતા. જેથી તેમાં રહેલ મેલ નીકળી જાય. આ કામ મોટા વાસણો અને ભઠ્ઠીઓ લગાવીને કરવામાં આવતું હતું. હાલ ભારતમાં જ્યાં મોટા ધોબી ઘાટ છે, ત્યાં કપડાં આજે પણ તે જ દેશી રીતે સાફ કરવામાં આવે છે. તેમાં સાબુ કે સર્ફનો ઉપયોગ થતો નથી.

આ પણ વાંચો: આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો

કિંમતી વસ્ત્રોને અરીઠાથી ધોવામાં આવતા

કિંમતી અને મોંઘા કપડાઓ માટે અરીઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાણીમાં અરીઠા નાખીને તેને ગરમ કરવામાં આવે છે. આમ કરવાથી પાણીમાં ફીણ ઉત્પન્ન થાય છે. તેને કપડાં પર નાંખીને બ્રશ કે હાથ વડે પથ્થર અથવા લાકડા પર ઘસવાથી કપડાં સાફ અને કિટાણુમુક્ત થઇ જતા હતા. શરીર પર પણ કોઇ પ્રકારનું રિએક્શન થતું ન હતું.

સફેદ રંગનો એક પાઉડર પણ હતો ખાસ

કપડા સાફ કરવાની અન્ય એક રીત પણ હતી, જે ખૂબ પ્રચલિત હતી. ગ્રામીણ ક્ષેત્રોમાં ખાલી પહેલી જગ્યા પર, નદી-તળાવના કિનારે અથવા ખેતરોમાં કિનારા પર સફેદ રંગનો પાઉડર જોવા મળે છે, જેને રેહ પણ કહેવામાં આવે છે. ભારતની જમીન પર તે પ્રચૂર માત્રામાં મળે છે. તેની કોઇ કિંમત નથી હોતી. આ પાઉડરને પાણીમાં ભેળવી કપડાંને પલાળી દેવામાં આવે છે. ત્યાર બાદ કપડાંને લાકડા કે ઝાડના મૂળમાંથી બનાવવામાં આવેલા સપાટી પર ઘસીને સાફ કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: PM Kisan: બહુ ઝડપથી ખેડૂતોને ચૂકવાશે 9મો હપ્તો, આવી રીતે તપાસો તમારું નામ

રેહ એક ખૂબ જ કિંમતી ખનીજ છે. તેમાં સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયન સલ્ફેટ હોય છે, તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ પણ હોય છે. જે કપડાને કીટાણુમુક્ત કરે છે.

એટલું જ નહીં નદીઓ અને દરિયાના સોડા દ્વારા પણ કપડાં સાફ કરાતા હતા. જ્યારે નદીઓ અને સમુદ્રના પાણીમાં સોડા વિશે જાણવા મળ્યું તો કપડાં ધોવા માટે તેનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો.

ભારતીયો માટી અને રાખ ઘસીને ન્હાતા

પ્રાચીન ભારત જ નહીં, પરંતુ અમુક દાયકાઓ પહેલા સુધી પણ માટી અને રાખને શરીર પર ઘસીને પણ ભારતીયો ન્હાતા હતા કે પછી પોતાના હાથ સાફ કરતા હતા. રાખ અને માટીનો ઉપયોગ વાસણ સાફ કરવામાં પણ થતો હતો. પહેલાના સમયમાં લોકો સફાઇ માટે માટીનો ઉપયોગ કરતા હતા.
Published by:Vinod Zankhaliya
First published: