Explained: અફઘાનિસ્તાનના સંભવિત સુપ્રીમ લીડર શેખ હૈબતુલ્લા અખુંદઝાદા કોણ છે?

શેખ હૈબતુલ્લા અખુંદઝાદાની ફાઈલ તસવીર

Afghanistan Taliban update: સૌથી મોટા ધાર્મિક નેતા શેખ હૈબતુલ્લા અખુંદઝાદાને (Sheikh Haibatullah Akhundzada supreme leader) દેશના સુપ્રીમ લીડર તરીકે જાહેર કરે તેવી શક્યતા છે.

  • Share this:
Sheikh Haibatullah Akhundzada: અફઘાનિસ્તાન પર (Afghanistan update) કબજો જમાવનાર તાલિબાન (taliban news) આતંકવાદીઓ નવી ઇસ્લામિક સરકાર (Islamic government) બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને તેમના સૌથી મોટા ધાર્મિક નેતા શેખ હૈબતુલ્લા અખુંદઝાદાને (Sheikh Haibatullah Akhundzada supreme leader) દેશના સુપ્રીમ લીડર તરીકે જાહેર કરે તેવી શક્યતા છે. જોકે, આપણે હૈબતુલ્લા અખુંદઝાદા અંગે ખૂબ ઓછું જાણીએ છીએ. તેઓ ક્યારેય જાહેરમાં નથી આવ્યા.

નવી સરકારની જાહેરાત ક્યારે કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. સરકારમાં મહિલાઓ અને સાથી પક્ષોની ભાગીદારી અંગે અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. પોતાની છબી સુધારવા માટે તાલિબાન કેટલીક ચોંકાવનારી જાહેરાત પણ કરી શકે છે. ત્યારે તાલિબાનની ગતિવિધિ પરથી શેખ હૈબતુલ્લા અખુંદઝાદાને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ન્યુયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, તેઓ આ અઠવાડિયાથી કંધારમાં અન્ય અફઘાન નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાન સાથે વિશ્વભરમાં ચર્ચા જગાવનાર શેખ હૈબતુલ્લા અખુંદઝાદા કોણ છે તે પ્રશ્ન ઉઠ્યો છે.

હૈબતુલ્લાહ અખુંદઝાદાને તેના જ સંગઠનમાં ખૂબ ઓછા લોકો જોઈ શક્યા છે. ઘણા ટોચના તાલિબાન નેતાઓને પણ તેના ઠેકાણાની જાણ નથી. તાલિબાન લડાકુઓને એ પણ ખબર નથી કે, તે રોજિંદા જીવનમાં શું કરી રહ્યો છે. જોકે, તે ઇસ્લામિક તહેવારો પર વિડીયો મેસેજ દ્વારા આતંકવાદીઓને મેસેજ મોકલે છે. 2016માં અફઘાન-પાકિસ્તાન સરહદે અમેરિકાના ડ્રોન હુમલામાં અખ્તર મનસુરની હત્યા થયા બાદ શેખ હૈબતુલ્લાહે તાલિબાનના સર્વોચ્ચ નેતા તરીકેની જવાબદારી સંભાળી હતી.

સોવિયેતના હુમલા બાદ તેનો પરિવાર પાકિસ્તાન નાસી ગયો હતો
શેખ હૈબતુલ્લાહનો જન્મ કંધાર નજીકના પંજવાઈ જિલ્લામાં થયો હતો. તેણે મદ્રેસામાં શિક્ષણ મેળવ્યું હતું. સોવિયેત દ્વારા કબજા બાદ તેણે પરિવાર સાથે પાકિસ્તાનના બ્લુચિસ્તાન પ્રાંતમાં આશ્રય લીધો હતો. 1980ના સમયગાળામાં તે સોવિયેત સામે લડ્યો હતો. તે માટે તેણે ધાર્મિક વિદ્યાર્થીઓના નામનું ગ્રુપ જોઈન કર્યું હતું. પાકિસ્તાનમાં તેણે મદ્રેસામાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ત્યારબાદ તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઉંમરનો ધાર્મિક સલાહકાર બન્યો હતો.

તેના ધાર્મિક જ્ઞાનના કારણે તેને સૈન્ય કમાન્ડર કરતા ધાર્મિક નેતા તરીકે વધુ ઓળખવામાં આવે છે. તે 1990ના સમયમાં તાલિબાન સાથે જોડાયો હતો. તાલિબાને અફઘાનિસ્તાનનો ફરાહ પ્રાંત કબજે કર્યો, ત્યારે તેને ત્યાંની કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપાઈ હતી. બાદમાં તેની કંધારની તાલિબાનની લશ્કરી અદાલતમાં નિમણૂંક કરવામાં આવી હતી અને અંતે તેનું નાંગરહાર પ્રાંતમાં ટ્રાન્સફર થયું હતું. એવું કહેવામાં આવે છે કે, અખુંદઝાદાએ જ ઇસ્લામિક સજાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત તેણે હત્યા કે ચોરી કરનારને ખુલ્લેઆમ ફાંસીની સજા ફટકારી હતી. તે ફતવો પણ જારી કરતો હતો.

નોંધનીય છે કે, 2001માં અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધને અફઘાનિસ્તાન પર આક્રમણ કરી તાલિબાનને ઉથલાવી નાંખ્યા બાદ તરત જ સંગઠનના ધાર્મિક વિદ્વાનોની પરિષદના વડા તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-નાની, માતા-પિતા અને બહેનની હત્યા કર્યા બાદ પુત્ર મિત્રો સાથે પાર્ટી કરવા હોટલ પહોંચ્યો, એક કોળિયો પણ ના ખાઈ શક્યો

નવી સરકાર કેવી હશે?
કતારમાં તાલિબાનની પોલિટિકલ ઓફીસના ડેપ્યુટી હેડ શેર અબ્બાસ શ્રીકઝાઈનું કહેવું છે કે, આગામી બે દિવસમાં નવી સરકારની જાહેરાત થઈ જશે. નવી સરકારની જાહેરાત થયા બાદ વિશ્વના દેશોએ નક્કી કરવું પડશે કે, તાલિબાન સરકારને મંજૂરી અપાવી કે નહીં. અફઘાનિસ્તાનમાં ઈરાન જેવા ફોર્મ્યુલાથી સરકાર બની શકે છે. સંવિધાન પણ ફાઇનલ હોવાનું અને કેબિનેટ અંગે ચર્ચા થઈ હોવાનું અફઘાનિસ્તાનના તોલો ન્યુઝ સાથેના ઇન્ટરવ્યૂમાં તાલિબાનના કલ્ચરલ કમિશનર દ્વારા જણાવાયું હતું. આ સાથે જ જણાવાયું હતું કે, અમે જે ઇસ્લામિક સરકારની જાહેરાત કરીશું તે લોકો માટે મોડેલ હશે. સરકારમાં અખુંદઝાદાની હાજરી અંગે કોઈ શંકા નથી. તેઓ સરકારના નેતા હશે અને આ અંગે કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ.

આ પણ વાંચોઃ-કેટલીવાર સ્ખલન કરવાથી પુરુષોમાં લોવર Prostate Cancerનું જોખમ ઘટે છેઃ સંશોધનમાં આવું તારણ

શેર મોહમ્મદે વધુમાં જણાવ્યું હતું કે મુલ્લા અખુંદઝાદા કંધારથી સરકારની કામગીરીની દેખરેખ રાખશે. તાલિબાન યુરોપિયન યુનિયન, અમેરિકા અને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે અને આ માટે દોહામાં તાલિબાનનું રાજકીય કાર્યાલય વિવિધ દેશોના સંપર્કમાં છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આશારામો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલક કેવો છે 'કાળો' ઈતિહાસ?

તાલિબાને દાવો કર્યો છે કે નવી સરકારમાં અલગ અલગ જાતિઓ અને મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. તાલિબાન પ્રાંતો અને જિલ્લાઓ માટે રાજ્યપાલો, પોલીસ વડાઓ અને પોલીસ કમાન્ડરોની નિમણૂંક કરી ચૂક્યું છે. ત્યારે તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરને સરકારમાં વડાનું સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. તેઓને રોજિંદા વહીવટની જવાબદારી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નવી તાલિબાન સરકારને લઈને કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, નવી તાલિબાન સરકારની રચના પ્રસંગે માટે ભારત સહિત અનેક દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવનાર છે. 2001માં અમેરિકાના કબજા બાદ મંત્રીમંડળમાં સેવા આપનારાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે નહીં.
Published by:ankit patel
First published: