Home /News /explained /

Afghanistan: તાલિબાને શા માટે મૂક્યો અફીણની ખેતી પર પ્રતિબંધ?

Afghanistan: તાલિબાને શા માટે મૂક્યો અફીણની ખેતી પર પ્રતિબંધ?

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીને આવકનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે. (Image: Wikimedia Commons)

Taliban Bans Opium Cultivation: અફઘાનિસ્તાન (Afghanistan)માં અફીણ (Opium)ના વ્યાપાર પર કબજો કરવા માટે ગૃહ યુદ્ધો પણ થઈ ચૂક્યા છે. હવે જ્યારે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાનના કબજામાં છે, ત્યારે દેશમાં અફીણની ખેતી પરનો પ્રતિબંધ આશ્ચર્યજનક છે.

વધુ જુઓ ...
  Taliban Bans Opium Cultivation: તાલિબાને (Taliban) તાજેતરમાં જ અફીણ અને અન્ય માદક દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધ (Ban on Opium and other drugs cultivations) મૂક્યો છે. આ ખેતી હેરોઈન જેવા માદક દ્રવ્યો માટે કાચો માલ પૂરો પાડે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આ અગાઉથી પ્રતિબંધિત છે. આ પ્રતિબંધ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ અફઘાનિસ્તાનમાં અફીણની લણણીની મોસમ શરૂ થઈ રહી છે. એવામાં અહીં તાલિબાન આંતરરાષ્ટ્રીય સહયોગ (International cooperation)ની અપેક્ષા રાખી રહ્યું છે, બીજી બાજુ અફઘાનિસ્તાનના ખેડૂતો, જે અફીણની ખેતી કરે છે, તે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

  શું છે તાલિબાનનું નવું ફરમાન

  તાલિબાનના પ્રવક્તા કહે છે કે જો ખેડૂતો અફીણની ખેતી કરતા જોવા મળશે તો તેમને જેલમાં મોકલી દેવામાં આવશે અને તેમનો અફીણનો પાક બાળી નાખવામાં આવશે. અફીણ ઉપરાંત હેરોઈન, હશીસ અને દારૂના વેપાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અફીણને અફઘાનિસ્તાનમાં કમાણી માટેનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં લાખો લોકો માટેનો રોજગાર અને આવક આ ખેતીના માધ્યમથી થાય છે.

  આ પણ વાંચો: શા માટે ફિનલેન્ડની શાળા અને ત્યાંનો માહોલ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે?

  અફઘાનિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ

  ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી સત્તા સંભાળ્યા પછી, આંતરરાષ્ટ્રીય સહાય બંધ થવાથી દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘણી સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓ પણ આંતરરાષ્ટ્રીય સમર્થન વિના જતી રહી છે. માનવતાવાદી સંગઠનોએ ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાન ભૂખમરા જેવી સમસ્યાઓનો સામનો કરી શકે છે કારણ કે લોકો પાસે ખોરાક ખરીદવા માટે પૂરતા પૈસા નથી.

  Afghanistan-Taliban
  તાલિબાન આ પ્રતિબંધ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવા માંગે છે. (ફાઇલ ફોટો)


  તાલિબાનની અપીલ

  અફઘાની મીડિયા આઉટલેટ ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ અફીણ પરના પ્રતિબંધને કારણે નાયબ વડા પ્રધાન અબ્દુલ સલામ હનાફીએ આંતરરાષ્ટ્રીય દાતાઓને ખેડૂતોને વૈકલ્પિક વ્યવસાય શોધવામાં મદદ કરવા કહ્યું છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અનુસાર અફઘાનિસ્તાન વિશ્વના અફીણના ઉત્પાદનનો 80 ટકા જથ્થો પૂરો પાડે છે અને અફઘાનિસ્તાન આ ઉત્પાદનોમાંથી વાર્ષિક ઓછામાં ઓછા 1.6 અબજ ડોલરની કમાણી કરે છે.

  પહેલા પણ આવું કરી ચૂક્યું છે તાલિબાન

  આ પહેલીવાર નથી જ્યારે અફઘાનિસ્તાને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હોય. અગાઉ 1994 અને 1995માં તાલિબાને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો. 2001માં તાલિબાનની પીછેહઠ સાથે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

  આ આદેશને કારણે અફઘાનિસ્તાનના ઘણા ખેડૂતોને નુકસાન થશે. (Image- Wikimedia Commons)


  આંતરરાષ્ટ્રીય સમુદાયની માંગ

  માદક દ્રવ્યોના વેપાર પર નિયંત્રણ એ તાલિબાન પાસેથી આંતરરાષ્ટ્રીય સમુદાયની મુખ્ય માંગ હતી. તાલિબાન ઓગસ્ટ 2021માં સત્તામાં આવ્યું. ત્યાર પછીથી તે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વીકૃતિની માંગણી કરી રહ્યું છે. જેથી તેના પર બેકિંગ, વ્યાપાર અને વિકાસ કાર્યોને લગતા પ્રતિબંધો હટે.

  આ પણ વાંચો: નાટોના વિસ્તરણે ભડકાવ્યું યુક્રેન યુદ્ધ, Chinaએ કેમ લગાવ્યો અમેરિકા પર આ આરોપ

  શું તાલિબાનથી આવી અપેક્ષા હતી?

  તાલિબાનનું આ પગલું તે લોકોને આશ્ચર્યચકિત કરે છે જેમણે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓને લઈને તાલિબાનના નિર્ણયો સાંભળ્યા છે. તાલિબાને મહિલાઓ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે, જેના કારણે લોકો એવું માનવા લાગ્યા છે કે તાલિબાન તેની જૂની રીતો પર પાછા ફરી રહ્યા છે. પરંતુ આર્થિક રીતે જર્જરિત તાલિબાન માટે અફીણની ખેતી પર પ્રતિબંધ મૂકવો એ એક મોટી મજબૂરી પણ હતી.

  આ નિર્ણયથી અફઘાનિસ્તાનના ઘણા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. આ નિર્ણયની અસર ઘણા ખેડૂતો પર પડશે કારણ કે તેઓએ સારા ભાવની આશામાં અફીણની ખેતીનો માર્ગ પસંદ કર્યો હતો. બીજી તરફ તાલિબાનની અંદર પણ આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન મળે તેવી આશા ઓછી છે. આ નિર્ણયથી અફઘાનિસ્તાનમાં જ તાલિબાન માટે નારાજગી વધી શકે છે. પરંતુ એક પ્રશ્ન એ પણ છે કે શું આ પ્રતિબંધ તાલિબાનના આંતરરાષ્ટ્રીય સહયોગને સમર્થન આપવા માટે પૂરતો હશે?
  Published by:Nirali Dave
  First published:

  Tags: Afghanistan News, Afghanistan Taliban News, Afghanistan-Taliban, Explained, Taliban news, World News in gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन