Home /News /explained /

Summer solstice 2021: શા માટે 21 જૂનનો દિવસ હોય છે સૌથી લાંબો? અત્યારસુધીનો સૌથી લાંબો દિવસ કયો?

Summer solstice 2021: શા માટે 21 જૂનનો દિવસ હોય છે સૌથી લાંબો? અત્યારસુધીનો સૌથી લાંબો દિવસ કયો?

પ્રતીકાત્મક તસવીર

21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ (Longest day of year) છે. સામાન્ય રીતે દિવસ અને રાત એકસમાન કલાક હોવાના કારણે તે 12-12 કલાકના હોય છે. 12 ડિસેમ્બર બાદ રાત નાની અને દિવસ લાંબા થવા લાગે છે. 21 જૂનનો દિવસ સૌથી લાંબો હોય છે તે બાદ આ ઘટના શરૂ થાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી:  21 જૂન 2021નો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ થવાનો છે. આજનો દિવસ અંદાજે 14 કલાકનો રહેશે. યોગ્ય રીતે કહેવામાં આવે તો આજનો દિવસ 13 કલાક 58 મિનિટ અને 01 સેકન્ડનો રહેશે. 21 જૂન 2021ના રોજ દિલ્હી અને ઉત્તર ભારતમાં 5 કલાકે અને 23 મિનિટ પર સૂર્યોદય થયો છે તથા 7 કલાકે 21 મિનિટ પર સૂર્યાસ્ત થશે. જે દેશ ભૂમધ્ય રેખા એટલે કે ઈક્વેટરના ઉત્તર ભાગમાં સ્થિત છે, તે લોકો માટે 21 જૂનનો દિવસ ખૂબ જ લાંબો હોય છે.

રશિયા, ઉત્તર અમેરિકા, યૂરોપ, એશિયા અને આફ્રિકા દેશનો અડધો ભાગ આ વિસ્તાર હેઠળ આવે છે. આ મુદ્દાને ટેક્નિકલી સમજવામાં આવે તો, જ્યારે સૂર્યના કિરણો સીધા કર્ક વૃત્ત/ ટ્રોપિક ઑફ કેન્સર પર પડે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. આ દિવસે પૃથ્વી પર સૂર્યની ઊર્જા 30 ટકા વધુ જોવા મળે છે.

પૃથ્વી 24 કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે, આ કારણોસર દિવસ અને રાત થાય છે. સૂર્યનું એક ચક્કર પૂર્ણ કરવામાં 365 દિવસનો સમય લાગે છે. જ્યારે પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવે છે ત્યારે જો તમે સૂર્ય તરફના ભાગ પર છો ત્યારે દિવસ થાય છે. જ્યારે સૂર્યથી દૂર હોય છે ત્યારે રાત થાય છે.

આ પણ વાંચો: દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્ટ, પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્યો

ત્યારે દિવસ લાંબો બની જાય છે 

પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ એટલે કે, નોર્થ હેમિસ્ફેયરના ભાગ પર સૂર્યના સીધા કિરણો પડે છે. તે દિવસ લાંબા હોય છે. અન્ય સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે કે, હેમિસ્ફેયર પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ પ્રકારે પૃથ્વી પરિભ્રમણ કરે છે ત્યારે ઋતુમાં ફેરફાર થાય છે. ઉત્તર ગોળાર્ધ પર 20,21,22 જૂનના રોજ સૂર્યના સાધી કિરણો પડે છે. તે સમયે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે. પશ્ચિમના અનેક વિસ્તારો પર તેને ગ્રીષ્મકાલીન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ દિવસ 21, 22, 23 ડિસેમ્બરના રોજ આવે છે.પૃથ્વી વધુ ગતિથી પરિભ્રમણ કરે છે

સમુદ્ર અને ચંદ્ર પૃથ્વીના જીવનનો ભાગ બન્યા તે સમયથી તે પોતાની ધરી પર ફરવાનો સમય ધીમો થતો ગયો. જેને ટાઈડલ ફ્રિક્શન કહે છે, એટલે કે જ્વાર ભાટા સાથે થતુ ઘર્ષણ. જ્વાર ભાટાને કારણે સમુદ્રમાં ખેંચાણ થાય છે અને અમુક હદ સુધી પૃથ્વીના સોલિડ ભાગમાં પણ ખેંચાણ થાય છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો? ડિપ્લોમાથી લઈને મેડિકલના અભ્યાસક્રમ માટે મળે છે રૂ. 25,000થી લઈને રૂ. 2,00,00,ની સ્કોલરશીપ

આ પ્રકારની મુશ્કેલીના કારણે એક ચક્કર પૂર્ણ કરવામાં પૃથ્વીના અનેક તત્વો બગડે છે. આ સમય દરમિયાન પૃથ્વીની અનેક ઊર્જા ચક્કર લગાવવામાં વપરાતા તે ગરમીમાં બદલાઈ જાય છે. પૃથ્વી અને તેના મહાસાગર સતત જ્વાર ભાટાને કારણે બગડે છે જેના કારણે પૃથ્વીની ચક્કર લગાવવાની ગતિ ધીમી પડી જાય છે.

શું ત્યારે દિવસ 24 કલાકની જગ્યાએ 25 કલાક હશે

ઊર્જા ઓછી હોવાના કારણે પૃથ્વીની ચક્કર લગાવવાની ગતિ ધીમી થઈ જાય છે. દિવસ લાંબા થતા જાય છે. દરેક સદીએ દિવસ 3 મિલી સેકન્ડથી વધે છે. તમને કદાચ સાંભળવામાં આ સમય ઓછો લાગી શકે છે. 1 કરોડ વર્ષ બાદ આપણો એક દિવસ એક કલાકથી વધી જશે, એટલે કે 24 કલાકમાંથી 25 કલાક થઈ શકે છે. 400 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પોતાની ધરી પર 6 કલાકમાં એક ચક્કર પૂર્ણ કરતી હતી. 35 કરોડ વર્ષ પહેલા 23 કલાક લાગતા હતા, હવે 24 કલાક લાગે છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ડરામણા દ્રશ્યો: 25 ગામને જોડતો કોઝ વે ધડામ કરતા તૂટી ગયો, Live દ્રશ્યોઅત્યાર સુધીનો સૌથી લાંબો દિવસ કયો હતો

જ્વાર ભાટાથી ઊંધી કેટલીક એવી વાતો છે જે પૃથ્વીની ગતિમાં વૃદ્ધિ કરે છે. ગ્લેશિયર બરફ પીગળવો તે 12 હજાર વર્ષ પહેલા આવેલ છેલ્લા હિમ યુગ બાદ શરૂ થયું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ સતત પીગળી રહ્યો છે. બરફ પીગળવાથી ધરતીના ચક્કર લગાવવાની ગતિમાં થોડો વધારો થઈ રહ્યો છે અને દિવસ મિલિસેકન્ડના કેટલાક અંશથી નાનો રહ્યો છે. આ પ્રકારે ભૂકંપ, હવાઓમાં વાતાવરણીય ફેરફાર, મહાસાગરનો પ્રવાહ પણ ધરતીની પરિક્રમાની ગતિમાં વધારો અને ઘટાડો કરે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે પૃથ્વીના ઈતિહાસમાં 1912માં સૌથી લાંબો દિવસ આવ્યો હતો. તે વર્ષે સૂર્યપ્રકાશ, ઉત્તર ગોળાર્ધ પર સૌથી વધુ સમય રહ્યો હતો અને તે વર્ષે ઠંડીમાં સૌથી લાંબી રાત જોવા મળી હતી. કહેવામાં આવે છે કે જ્વાર ભાટાથી થઈ રહેલ ઘર્ષણ આ તમામ બાબતોને પાછળ છોડી દેશે અને પૃથ્વી પર દિવસ નાના નહીં, પરંતુ લાંબા થતા જશે. આવનારા સમયમાં એક નહીં, પરતું અનેક દિવસ લાંબા જોવા મળશે.
First published:

Tags: Day, Earth, Summer, સૂરજ

આગામી સમાચાર