ચોમાસા પર થાય છે ચંદ્રની આવી અસર: વરસાદની વધઘટ પાછળ આવી રીતે જવાબદાર છે ચંદ્ર

પ્રતિકાત્મક તસવીર

Moon, Rainfall: પૂનમ હોય ત્યારે લોકો અસામાન્ય વર્તન કરતા હોવાના ઘણા કિસ્સા નોંધાયા છે. ત્યારે ચંદ્રના કારણે વરસાદ પર પણ અસર થતી હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધી માણસજાત પર ચંદ્રની અસર અંગે તપાસ થતી આવી છે.

  • Share this:
દરિયામાં આવતી ભરતી અને ઓટ પાછળ ચંદ્ર (Moon)નું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર માનવ મગજ પર પણ અસર કરતો હોવાનું માનવામાં આવે છે. સમુદ્ર (Oceans)ના પાણીની જેમ ચંદ્ર શરીરમાં રહેલા પાણી પર પણ અસર કરતો હોવાનું કહેવાય છે.

પૂનમ હોય ત્યારે લોકો અસામાન્ય વર્તન કરતા હોવાના ઘણા કિસ્સા નોંધાયા છે. ત્યારે ચંદ્રના કારણે વરસાદ (Rainfall)પર પણ અસર થતી હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધી માણસજાત પર ચંદ્રની અસર અંગે તપાસ થતી આવી છે. હવે વિજ્ઞાનિકો બંને પર ચંદ્રની અસર થતી હોવાનું સ્વિકારે છે. ચંદ્ર પૃથ્વીના જળમંડળની સાથે વાયુમંડળ પર પણ અસર કરે છે. જ્યારે ચંદ્ર આકાશમાં ઉગે ત્યારે પૃથ્વી પર પડેલા વરસાદને પણ અસર કરી શકે છે.

વિશ્વભરમાંથી એકઠા કરાય છે આંકડા
વરસાદ પર ચંદ્રની અસર ઓછી હોય છે, પરંતુ વરસાદમાં થયેલા નાના ફેરફાર પણ પૃથ્વી પર ઊંડી અસર પહોંચાડી શકે છે. વરસાદ પર ચંદ્રની કેટલી અસર થાય છે તેની તપાસ વિશ્વભરમાં ચાલી રહી છે. સંશોધકો યોગ્ય પરિણામ મેળવવા અત્યારે વાયુમંડળ દબાણમાં થતા ફેરફારનું અવલોકન કરે છે.

ખાસ નકશો
ચંદ્ર વધે ત્યારે અને ઘટે ત્યારે વરસાદના સ્તરને કઈ રીતે અસર કરે છે, તે તપાસવા માટે નકશો તૈયારની તક વિજ્ઞાનિકોને મળી છે. આ નકશા અમુક વિસ્તારના જ છે. જ્યારે ચંદ્રમાં માથા પર હોય ત્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જાય છે તેવું આ નકશા પરથી જાણવા મળ્યું છે. આ અવલોકનને ટેકો આપતા અન્ય આંકડા પણ સંશોધકોએ મેળવ્યા છે.

ઘણા સમયથી એકઠા કરાય છે આંકડા
વાતાવરણીય દબાણ, આકાશમાં ચંદ્ર સ્થિત મુજબ દર અને સમય જતાં વરસાદમાં વધઘટ સહિતની પ્રક્રિયા પરથી સંશોધકોએ આ આંકડા મેળવ્યા છે. વર્ષ 1845થી વાતાવરણીય દબાણ પર ચંદ્રની અસર નોંધાઈ રહી છે. પરંતુ તાજેતરના વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચ પેપરમાં ચંદ્રની વરસાદ પર વધારાની અસરનો ઉલ્લેખ છે.

કઈ રીતે થાય છે અસર?
જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના વાયુમંડળમાં તેની તરફ ખેંચાણ બનાવે છે. જેથી પૃથ્વીની બાજુમાં વાયુમંડળનું દબાણ અથવા ભાર વધે છે. જેના પરિણામે હવામાં તાપમાન વધે છે. જેના કારણે હવામાં ભેજ સંગ્રહવાની ક્ષમતા વધી જાય છે. વધુ ભેજથી વરસાદ વધુ થાય છે.

આમ તો વરસાદને ઘણી બાબત અસર કરે છે. ચંદ્રની અસર તો આવી અસરમાં ખૂબ પાછળ છે. પૃથ્વી ધરી પર સતત ફરતી હોવાથી ચંદ્રની અસર કોઈ એક સ્થળે જ રહેતી નથી. પૂનમે ચંદ્રની અસર હંમેશા એકસમાન હોતી નથી. ઋતુની અસર વરસાદ પર સૌથી વધુ હોય છે. ભારતનો જ દાખલો લઈએ તો અહીંયા ચોમાસામાં વરસાદ વધુ થાય છે, ત્યારે ચંદ્રની અસર જોવા મળતી નથી.
First published: