Home /News /explained /

ધૂમ્રપાન કરનાર પર કોરોનાની અસર બાબતે આવી રીતે વિજ્ઞાન થાપ ખાઈ ગયું, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડી ગયા!

ધૂમ્રપાન કરનાર પર કોરોનાની અસર બાબતે આવી રીતે વિજ્ઞાન થાપ ખાઈ ગયું, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડી ગયા!

ધૂમ્રપાન અને કોરોના વાયરસ (પ્રતીકાત્મક તસવીર)

Smoking and Coronavirus: હવામાન વિભાગ તરફ વરસાદ થવાની 10% સંભાવના હોવાની આગાહી કરવામાં આવે, તો તમે બહાર જશો ત્યારે છત્રી નહીં લઈ જાવ. તમે 10માંથી 9 વાર સાચા સાબિત થઈ શકો છો. પણ 10મી વખત વરસાદ પડી શકે છે.

  મુંબઈ: કોરોના મહામારી (Corona pandemic)ની શરૂઆતના સંશોધનમાં ધૂમ્રપાન (Smoking) કરનાર લોકોને કોવિડ-9ની ઓછી અસર થતી હોવાનું કહેવાતું હતું. સૌથી પહેલા ચીનમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓના રિવ્યૂ પરથી આ જાણવા મળ્યું હતું, ત્યારબાદ ઈટાલી અને ફ્રાંસમાં કરેલ સ્ટડીમાં પણ આ વાત સામે આવી હતી. જોકે, તાજેતરમાં થયેલા સ્ટડીમાં આ વાતને ખોટી સાબિત કરવામાં આવી છે. તાજેતરમાં થયેલા સ્ટડી પરથી જાણવા મળ્યું છે, કે ધૂમ્રપાન ન કરતા લોકોની તુલનામાં ધૂમ્રપાન કરતા લોકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 80 ટકા (Smokers are 80% more likely to be hospitalized than non-smokers) વધુ હતી.

  મેથેમેટિશિયન પિયરે સિમોન લાપ્લાસે જણાવ્યું કે, તથ્ય જેટલું વધુ અસાધારણ હોય છે, તેનાથી વધુ મજબૂત પુરાવાની જરૂરિયાત હોય છે. અમેરિકાના કોસ્મોલોજિસ્ટ કાર્લ સાગને પણ આ જ વાત કહી છે. તેમણે જણાવ્યું કે, ‘અસાધારણ દાવાઓને સાબિત કરવા માટે અસાધારણ પુરાવાની જરૂરિયાત હોય છે.’ ધૂમ્રપાન કરનાર લોકોના ફેફસા તંબાકૂને કારણે એકદમ ખરાબ થઈ જાય છે. અસાધારણ બાબતોના ઠોસ પુરાવા મળવા ખૂબ જ મુશ્કેલ છે.

  કયા પ્રકારની સમસ્યા થાય છે?

  વિજ્ઞાન અચોક્કસ હોય છે તે વાત સમજવી જોઈએ. ઉદાહરણ તરીકે હવામાન વિભાગ તરફ વરસાદ થવાની 10 ટકા સંભાવના હોવાની આગાહી કરવામાં આવે, તો તમે બહાર જશો ત્યારે છત્રી નહીં લઈ જાવ. તમે 10માંથી 9 વાર સાચા સાબિત થઈ શકો છો. પણ 10મી વખત વરસાદ પડી શકે છે. જેથી તમે વિચારશો કે, હવામાન વિભાગની આગાહી ખોટી કઈ રીતે હોઈ શકે છે? આ કિસ્સામાં હવામાન વિભાગની આગાહીની સમસ્યા નથી. હવામાન વિભાગે કહ્યું હતું કે, વરસાદ થવાની 10 ટકા સંભાવના છે. પરંતુ તે વાતને આપણે એવી રીતે સમજ્યા છીએ કે, વરસાદ નહીં આવે. આ પ્રકારે વાત સમજવી તે સમસ્યા છે.

  આ પ્રકારની પ્રવૃત્તિ દરેક જગ્યાએ જોવા મળે છે. પોલિટીકલ પોલિંગ, પ્રેસિડેન્શિયલ પ્રેડિક્શન્સ અને જ્યારે ડૉકટર પાસે ચેક અપ કરાવવા જઈએ છીએ ત્યારે પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે. કારણ કે, જ્યારે ડૉકટર પાસે ચેકઅપ કરાવવા જઈએ છીએ ત્યારે ગળામાં ખરાશ વિશે જાણવા જઈએ છીએ, આપણે તે નથી પૂછતાં કે તેનાથી શું થઈ શકે છે?

  દરેક બાબતો એક સંભાવના છે

  વિજ્ઞાન આ પ્રકારે કામ કરે છે. દરેક બાબતો એક સંભાવના છે, દરેક નવી જાણકારી સંભાવનાઓને અપડેટ કરે છે. મેથેમેટિશિયન જોસેફ બેરટ્રાન્ડ દ્વારા સ્ટેસ્ટીકલ ઉદાહરણ આપવામાં આવ્યું છે. માની લો કે, તમારી પાસે એક સમાન ત્રણ બોક્સ છે. એક બોક્સમાં સોનાના બે સિક્કા છે. બીજા બોક્સમાં ચાંદીના બે સિક્કા છે અને ત્રીજા બોક્સમાં એક ચાંદીનો અને એક સોનાનો સિક્કો છે. કોઈપણ એક બોક્સની પસંદગી કરી લો. (આપણે બોક્સ Aની પસંદગી કરીએ.) તેમાં બે ચાંદીના સિક્કા હોવાની કેટલી સંભાવના છે? તેની એક તૃતિયાંશ સંભાવના છે. હવે બોક્સમાં જોયા વગર એક સિક્કો કાઢી લો. જો તે સોનાનો સિક્કો નીકળે, તો તે બોક્સમાં બે ચાંદીના સિક્કા હોવાની સંભાવનાનું શું થશે? તે સંભાવના ઝીરો થઈ જશે. નવી જાણકારી ત્રણ સંભાવનાઓને ટ્રિગર કરે છે.

  હવે કોવિડ-19ની વાત કરીએ. જાન્યુઆરી 2020માં આપણે કોરોના વાયરસ વિશે ખૂબ જ ઓછું જાણતા હતા. જે પ્રકારે નવાં નવાં પુરાવા સામે આવે છે, તે પ્રકારે સંભાવનાઓ અપડેટ થતી રહે છે. માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની રજૂઆત અને સલાહથી 100 ટકા સુરક્ષિત રહીશું તે ચોક્કસપણે કહી ન શકાય. નવા પુરાવા સામે આવી શકે છે, પરંતુ તેની સાથે આપણને સૌથી સારી જાણકારી આપવામાં આવે છે.

  ધૂમ્રપાન અંગેના આ પ્રકારના પુરાવા સામે આવ્યા છે. કોરોના મહામારી પહેલા પુરાવા મળ્યા હતા કે, ધૂમ્રપાનથી ફેફસાને નુકસાન થઈ શકે છે. કોરોના મહામારી બાદ સ્ટડી પરથી કહેવામાં આવ્યું હતું કે, ધૂમ્રપાન કરવાથી કોઈ નુકસાન થતું નથી.

  આ પુરાવો યોગ્ય છે કે નહીં?

  અહી પહેલા પુરાવા યોગ્ય છે કે નહીં તે સમજવું પડે. ધૂમ્રપાન કરનાર લોકોના પેપર્સની અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સમીક્ષા કરવામાં આવી નહોતી. આ ઉપરાંત તંબાકૂ ઈન્ડસ્ટ્રીએ તેમને આ બાબત પ્રકાશિત કરવા માટે ફંડ આપ્યું હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ આ પ્રકાશનને પરત ખેંચી લેવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગની સ્ટડી ખૂબ જ નાની હતી. આવા પુરાવાઓને સાવધાનીથી ટ્રીટ કરવા જોઈએ. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો, સંભાવનાઓ અપડેટ થઈ શકે છે.

  સિક્કાને 1,000 વાર ઉછાળવા પર 999 વાર હેડ આવે તો તમને સંપૂર્ણ વિશ્વાસ થઈ જશે કે, સિક્કામાં ગોલમાલ કરવામાં આવી હતી. જો તમે ત્રણ વાર ઉછાળો અને બે વાર હેડ આવે તો તમે આ પ્રકારે ક્યારેય નહીં વિચારો. ધૂમ્રપાન કરનારને તકલીફ ન પડતી હોવા બાબતે અભ્યાસમાં માત્ર 100 કિશોરોના નમૂના લેવામાં આવ્યા હતા. પણ આ બાબતનું ખંડન કરતાં બ્રિટિશ સ્ટડીમાં 4,21,000 નમૂના લેવામાં આવ્યા હતા.

  ધૂમ્રપાન કરનારની પેરાડોક્સ સ્ટડીમાં અલગ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, હાલમાં જે લોકો હોસ્પિટલમાં છે, તેમાંથી કેટલા લોકો ધૂમ્રપાન કરે છે? અલબત સવાલ એવો હોવો જોઈએ કે, ધૂમ્રપાન ન કરનારની તુલનામાં, ધૂમ્રપાન કરનારની હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના કેટલી છે?

  ધૂમ્રપાન ન કરનારની તુલનાએ ધૂમ્રપાન કરનારનું મૃત્યુ જલ્દી થઈ ગયું હતું, તેથી તેમની ગણતરી કરી શકાઈ નથી. બ્રિટીશ સ્ટડીમાં આ પ્રકારના પૂર્વાગ્રહને દૂર કરવા માટે પોપ્યુલેશનની સ્ટડી કરી હતી. આ ખૂબ જ અલગ સંશોધન હતું, જેમાં અસાધારણ દાવાઓ કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: અમદાવાદ: કોરોનામાં પતિએ પત્ની પાસે જવાનું બંધ કર્યું, લગ્નના 11 વર્ષે અન્ય યુવતી સાથે ભાગી ગયો!

  કોવિડ-19ના કારણે આપણે ધૂમ્રપાન ના કરવા, વિટામીન ડી, ઝિંક, બ્લીચ ગાર્ગલિંગ આયોડીન અથવા હાઈડ્રોજન પેરોક્સાઈડ વિશે જાગૃત થયા છીએ. વિજ્ઞાન ધીરે ધીરે આગળ વધે છે. જોનાથન સ્વિફ્ટની વ્યાખ્યા અનુસાર તેઓ એકસાથે આગળ વધે છે અને પુરાવા કોઈપણ રીતે તેમની પાછળ આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: COVID-19, Science, Smoking, આરોગ્ય

  આગામી સમાચાર