Home /News /explained /

શું ખાસ વિટામિન લેનાર મહિલાઓને કોરોનાનું જોખમ ઓછું હોય છે? અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો

શું ખાસ વિટામિન લેનાર મહિલાઓને કોરોનાનું જોખમ ઓછું હોય છે? અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો

પ્રતીકાત્મક તસવીર

મલ્ટી વિટામીનના ફાયદા અંગે સ્પષ્ટતા હોવા છતાં કોરોના મહામારીની શરૂઆતના દિવસોમાં વિટામિનની દવાનું વેચાણ આસમાન આંબી ગયું હતું.

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસની નવી લહેર તારાજી (Coronavirus second wave) સર્જી રહી છે. સવા વર્ષથી કોરોના વાયરસે આખા વિશ્વ (World)ને બાનમાં લીધું છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતોએ લોકોની મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જ તેમને બચાવી શકે તે બાબત પર શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંશોધકોને જાણવા મળ્યું છે કે, જે મહિલાઓ ખાસ વિટામિન (Vitamine)નું સેવન કરતી હોય તેમના ઉપર કોરોના સંક્રમણનો ખતરો ઓછો હોય છે.

હેલ્થ સપ્લીમેન્ટ ઉપર ખાસ અભ્યાસ

જોકે, બીજી તરફ કોરોના સામે ખાસ વિટામિન રક્ષણ આપતા હોવાની વાતનો પણ સંશોધકો અસ્વીકર કરી રહ્યા છે. બીએમજે ન્યુટ્રિશન પ્રિવેન્શન એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત આ શોધમાં હેલ્થ સપ્લીમેન્ટ લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બાબત સ્પષ્ટ નથી

મલ્ટી વિટામીનના ફાયદા સીમિત હોવાની વાત પર પણ ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે તબીબો લોકોને સ્વસ્થ્ય રહેવા ભોજનમાં જરૂરી માઈક્રો ન્યુટ્રેન્ટને સામેલ કરવાની સલાહ આપતા હોય છે. વિટામિનથી ફાયદાને લઇ હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ ગાઈડલાઈન તૈયાર થઈ શકી નથી. ભોજન સંપૂર્ણ રીતે દર્દી પર નિર્ભર હોય છે.

આ પણ વાંચો: Gold Price : સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં 4,000નો વધારો

દવાનું વેચાણ વધ્યું

મલ્ટી વિટામીનના ફાયદા અંગે સ્પષ્ટતા હોવા છતાં કોરોના મહામારીની શરૂઆતના દિવસોમાં વિટામિનની દવાનું વેચાણ આસમાન આંબી ગયું હતું. માર્ચ 2020માં લોકડાઉન થયું ત્યારે યુકેના સપ્લીમેન્ટ માર્કેટમાં ૧૯.૫ ટકાનો વધારો થયો હતો. તેવું ટીમે પોતાના અભ્યાસમાં કહ્યું છે. જેમાં વિટામિન સીનું વેચાણ 110 ટકા અને મલ્ટી વિટામિનમાં 93 ટકા જેટલો વધારો થયો હતો.

હેલ્થ સપ્લીમેન્ટની ભૂમિકા શું?

ગયા વર્ષે અમેરિકામાં કોરોના મહામારીની ચિંતા વચ્ચે માર્ચના પ્રથમ અઠવાડિયામાં ઝીંક સપ્લીમેન્ટમાં 415 ટકાનો વધારો થયો હોવાનું ટીમનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા હેલ્થ સપ્લીમેન્ટની મહત્વની ભૂમિકા છે. સામાન્ય શરદી થઈ જાય તો પણ માઈક્રોન્યુટ્રીએન્ટસની ઊણપને જવાબદાર માનવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

હેલ્થ સપ્લીમેન્ટનું મહત્ત્વ

સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારીઓમા હેલ્થ સપ્લિમેન્ટનું મહત્તવ વિશ્વના તમામ તબીબો સમજાવે છે. શુદ્ધ શાકાહારી ભોજન લેનાર લોકોને વિટામીન બી12ની ઉણપ પૂરી કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

આંકડા ક્યાંથી મળ્યા?

હેલ્થ સાયન્સ કંપની જોએ (Zoe)ની કોવિડ 19 સિમ્પ્ટમ સ્ટડી એપ પાસેથી સંશોધકોને આ આંકડા મળ્યા હતા. આ આંકડા 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેનાર લોકોને વિટામિન સંબંધિત સવાલોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં પ્રોબાયોટિક, લસણ, માછલીનું તેલ, મલ્ટી વિટામિન, વિટામિન ડી, વિટામિન સી, ઝીંક સંબંધિત સવાલોના જવાબને સામેલ કરવામાં આવ્યા હતા. શું તમે કોરોનાનું રિપોર્ટ કરાવ્યું હતો કે નહીં? કરાવ્યો હોય તો પરિણામ શું આવ્યું? તે અંગે પણ ફરજીયાત જવાબ માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!

લિંગ આધારિત આંકડાએ ચોંકાવી દીધા

આ શોધમાં અમેરિકા, યુકે અને સ્વીડનના 4,45,850 લોકોએ ભાગ લીધો હતો. 31 જુલાઈ 2020 સુધીમાં મળેલા જવાબના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અધ્યયનના ડેટાનું લિંગના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે સપ્લીમેન્ટની બાબતે પુરુષોમાં કોઈ તફાવત ન હતો. બીજી તરફ જે સ્ત્રીઓ ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોબાયોટિક્સ, મલ્ટિવિટામિન અથવા વિટામિન ડી લેતી હતી તેમને કોવિડને ચેપ લાગવાનું જોખમ ઓછું હતું.


આ પણ વાંચો: વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો


આ અભ્યાસ માત્ર આંકડાઓના આધારે થયો છે. આ બાબતે ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર હોવાની વાત સંશોધકોએ કરી હતી. ક્લિનિકલ ટ્રાયલના કારણે વધુ સચોટ પરિણામો મળી શકે છે, તેવી આશા પણ સંશોધકોએ વ્યક્ત કરી હતી. વર્તમાન સમયે સંશોધકોએ રસી, માસ્ક સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સને જ પ્રાથમિકતા આપવાનું કહ્યું છે.
First published:

Tags: Vaccine, Vitamine, અભ્યાસ, કોરોના, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन