Home /News /explained /થઇ જાઓ નિશ્ચિંત ! વેક્સીનેટેડ છો તો, કોરોનાથી નહીં થાય મોત, અહીં વાંચો રિસર્ચ
થઇ જાઓ નિશ્ચિંત ! વેક્સીનેટેડ છો તો, કોરોનાથી નહીં થાય મોત, અહીં વાંચો રિસર્ચ
દેશમાં સક્રિય કેસોની સંખ્યા 478,882 છે. સક્રિય કેસ દર 1.12 ટકા છે. આ સાથે રિકવરી રેટ 97.68 પર પહોંચ્યો છે અને મૃત્યુ દર 1.19 ટકા છે.
Coronavirus Vaccine Study: CDC એ તેમનાં રિસર્ચમાં અમેરિકાનાં 12,28,664 લોકોનાં સ્વાસ્થ્યનો ટ્રેક તૈયાર કર્યો. આ સ્ટડી ત્યારે થકરવામાં આવી જ્યારે દેશમાં ડેલ્ટા વેરિએન્ટ પિક પર હતો. આ તમામ લોકોને ડિસેમ્બર 2020થી ઓક્ટોબર 2021ની વચ્ચે કોરોનાની વેક્સીન લાગી હતી.
ન્યૂયોર્ક: કોરોના વાયરસ (Corona Virus Vaccine Study) અંગે ઘણાં દેશોમાં રિસર્ચ અને સ્ટડી કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક રાહતનાં સમાચાર છે કે, હાલમાં રિસર્ચ મુજબ, જો આપે કોરોનાની બંને વેક્સીન અને બૂસ્ટર ડોઝ (Covid Booster Dose) લઇ લીધો છે તો ,આપ નિશ્ચિત થઇ જાઓ. કારણ કે વેક્સીનેટેડ હોવા છતાં જો આપ કોવિડ ઇન્ફેક્ટેડ છે તો, પણ આપનું કોરોનાનાં કારણે મોત નહીં થાય.
અમેરિકન હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)એ વેક્સીનનું મહત્વ જણાવવાં માટે એક રિસર્ચ કરી છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, વેક્સીનેટેડ લોકોનું કોરોનાથી મોત થવાનું જોખમ ન બરાબર છે. CDCએ તેમની રિસર્ચમાં અમેરિકાનાં 12,28,664 લોકોનું સ્વાસ્થ્ય ટ્રેક કર્યું હતું. જ્યાં સ્ટડી ત્યારે કરવામાં આવી હતી જ્યારે ડેલ્ટા વેરિટએન્ટ તેનાં ચરમ પર હતો. આપને જણાવી દઇએ કે, આ તમામ લોકોએ ડિસેમ્બર 2020થી ઓક્ટોબર 2021 વચ્ચે કોરોનાની વેક્સીન લીધી હતી.
સ્ટડીમાં આ પરિણામ સામે આવ્યાં- રિસર્ચ મુજબ, 2,256 એટલે કે માત્ર 0.1% ટકા લોકોમાં ફરી કોરોનાનું ઇન્ફેક્શન જોવા મળ્યું. જેમાંથી 189 એટલે કે 0.01% લોકો ગંભીર રૂપથી બીમાર થયા. 36 લોકો એટલે કે 0.0029% લોકોનાં જીવ ગયા. મૃત દર્દીઓમાંથી 28 એટલે કે 77% લોકો એવાં હતા કે, જેમને ચારથી વધુ ગંભીર બીમારીઓ હતી. જેમ કે, ડાયાબિટીઝ, કિડનીની ગંભીર બીમારી, લિવરની બીમારી, ફેફસાની બીમારી, હૃદય રોગ, માનસિક બીમારી જેવી. 65 વર્ષની ઉંમરથી વધુ કોઇપણ સ્વસ્થ વ્યક્તિને કોરોનાનું ગંભીર સંક્રમણ નહોતું થયું. કોરોનાની સરખામણીએ વિજળી પડવાથી મોતનું રિસ્ક વધુ છે.
શું છે નિષ્કર્ષ? રિસર્ચ કહે છે કે, વેક્સીન લગાવ્યાં બાદ દર 1.5 લાખ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિનો જ કોરોનાથી જીવ જઇ શકે છે. આ આંકડા આગમાં બળીને મરનારાઓની સંખ્યા બરાબર છે. વેક્સીનેટેડ લોકોમાં મોતની સંભાવના કોરોના કરતાં વિજળી કે ભુંકપથી મરનારાની સંખ્યા વધુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર