Home /News /explained /Explained: આખરે તાલિબાન પાસે ક્યાંથી આવે છે આટલું ધન?

Explained: આખરે તાલિબાન પાસે ક્યાંથી આવે છે આટલું ધન?

પ્રતિકાત્મક તસવીર

અમેરિકન સૈનિકો પરત ફરતા જ અફઘાનિસ્તાનના શહેરોમાં એક-એક કરીને તાલિબાન કબ્જો કરી રહ્યું છે. સાથે જ તે સવાલ પણ સામે આવી રહ્યો છે કે આખરે 20 વર્ષ સુધી જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના ખૂણે ખૂણામાં રહ્યા તો પણ તાલિબાનની પાસે કઇ રીતે આટલું ધન બાકી રહ્યું કે તેઓ 2 દાયકા બાદ ફરી માથું ઊંચકી રહ્યા છે

વધુ જુઓ ...
  અમેરિકન સૈનિકો પરત ફરતા જ અફઘાનિસ્તાનના શહેરોમાં એક-એક કરીને તાલિબાન કબ્જો કરી રહ્યું છે. સાથે જ તે સવાલ પણ સામે આવી રહ્યો છે કે આખરે 20 વર્ષ સુધી જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના ખૂણે ખૂણામાં રહ્યા તો પણ તાલિબાનની પાસે કઇ રીતે આટલું ધન બાકી રહ્યું કે તેઓ 2 દાયકા બાદ ફરી માથું ઊંચકી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તાલિબાન પાસે અલગ અલગ સ્ત્રોતોથી મોટી રકમો સતત આવી રહી છે.

  તાલિબાન પાસે છે કેટલું ધન

  માર્ચ 2020માં તાલિબાન પાસે કથિત રીતે 1.6 અબજ ડોલરની સંપત્તિ હતી. આ કોઇ નાના દેશની કુલ આવકથી પણ વધુ છે. આ વિશે તાલિબાની ધર્મગુરૂ મુલ્લા મોહમ્મદ ઉમરના દીકરા મુલ્લા યાકૂબે જણાવ્યું હતું. નાટોની રિપોર્ટમાં તેનો ઉલ્લેખ હતો, જે રેડિયો ફ્રી યૂરોપમાં આવી ચૂક્યો છે.

  આટલી રકમ તાલિબાન પાસે આવી ક્યાંથી?

  તાલિબાને વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર રાજ કર્યું હતું. આ દરમિયાન તેને આમ તો ઘણી જગ્યાએથી આવક થાય છે, પરંતુ તેનો સૌથી મોટો સ્ત્રોત છે ડ્રગ્સ. યૂનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020માં જણાવવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પેદા થતું અફીમ વિશ્વભરના અફીમના લગભગ 84 ટકા છે. તાલિબાનના કબ્જામાં આ અફીમ ઉત્પાદનનો મોટો ભાગ છે. અફઘાની ખેડૂતો પણ પોતાના ખેતરમાં અફીમ ઉગાડે છે, તેનો મોટો ભાગ તેને તાલિબાનને આપવો પડે છે, જે તેમના જ દ્વારા બીજા દેશોમાં જાય છે.

  અફઘાનિસ્તાનમાં છે ખનીજોનો ભંડાર

  તેમાં કોપર, ગોલ્ડ સિવાય ઝિંક પણ સામેલ છે. તાલિબાનીઓએ ખનીજ ઉદ્યોગ પર કબજો કરી રાખ્યો છે અને તેનાથી દર વર્ષે લગભગ 464 મિલિયન ડોલરની કમાણી કરે છે. નાટોએ જ તેનો ઉલ્લેખ કર્યો હતો. જો ખનન એરિયા કોઇ બીજાનો છે તો તાલિબાનીઓને એક નિશ્ચિત રકમ આપવી પડે છે.

  આ પણ વાંચો - ‘સમલૈંગિક પુરુષો પર દીવાલ પાડીને મારી નાખવામાં આવશે, ચોરના હાથ કાપી નાખવામાં આવશે’

  વસૂલી અને ટેક્સ પણ તાલિબાનની આવકનો સ્ત્રોત

  ટેક્સના નામે જબરદસ્તી વસૂલી કરવામાં આવે છે અને તેની રસીદ પણ આપવામાં આવે છે. માઇનિંગ ઉદ્યોગ જ નહીં, મીડિયા, સંચાર, ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી લઇને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પણ તાલિબાન વસૂલી કરે છે. આ સિવાય ઇસ્લામી પ્રણાલીથી ઉશ્ર અને જકાતના હિસાબે પાક પર પણ તાલિબાન 10 ટકાથી વધુ ટેક્સ વસુલે છે. તેનાથી તાલિબાનને વાર્ષિક લગભગ 16 કરોડ ડોલરની આવક થાય છે.

  તાલિબાનને ગુપ્ત રીતે વિશ્વભરમાંથી મળે છે ચેરિટી

  ધ કન્વર્ઝેશનના એક રિપોર્ટ અનુસાર આ ડોનેશનોમાં લગભગ 20 કરોડ ડોલર સુધી તાલિબાનને મળે છે. તેમને અમેરિકા આતંકી ફંડિંગ સમૂહ કહે છે. ગુપ્ત ડોનેશન સિવાય અરબ, પાકિસ્તાન, ઇરાન અને અન્ય ફારસ દેશોમાંથી પ્રાઇવેટ ડોનેશન તરીકે તાલિબાનને 4થી 6 કરોડ ડોલર સુધી પૈસા મળે છે.

  આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમીએ પરિણીત પ્રેમિકા ભૂમિકા પંચાલની ઘરમાં ઘૂસી હત્યા કરી, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

  રિયલ એસ્ટેટ અને એક્સપોર્ટમાં પણ તાલિબાની સક્રિયતા

  એક્સપોર્ટથી તેને 240 મિલિયલ ડોલરની કમાણી થાય છે તો રિયલ એસ્ટેટમાંથી તેને વાર્ષિક 80 મિલિયન ડોલર મળે છે. અફઘાનિસ્તાન સિવાય તાલિબાનની સંપત્તિ પાકિસ્તાનમાં પણ છે. આ વાત મુલ્લા યાકૂબ સહિત પાકિસ્તાની મીડિયા પણ સ્વીકારી ચૂક્યું છે.
  " isDesktop="true" id="1114011" >

  ગુપ્ત દાનથી આવતી રકમનો કોઇ હિસાબ નથી

  ઇસ્લામિક ચરમપંથી સમુદાય તાલિબાનની કમાણીના સ્ત્રોત વિશે સચોટ જાણકારી તો નથી પરંતુ કહેવામાં આવે છે કે તેમને ગુપ્ત દાન આપનારા ઘણા દેશ છે. બીબીસીના એક રિપોર્ટમાં સીઆઇના હવાલા દ્વારા જણાવવામાં આવ્યું કે, વર્ષ 2008માં તાલિબાનને ગલ્ફ દેશોમાંથી 106 મિલિયન મળ્યા. આ સિવાય રશિયા, ઇરાન અને સાઉદી અરબ પણ તાલિબાનની પ્રોપર્ટી વધારવામાં મદદ કરી રહ્યા છે.
  First published:

  Tags: Source of taliban income, Taliban income, અફઘાનિસ્તાન, તાલિબાન