Social Media Day 2021: વિશ્વભરના લોકોને એકબીજા સાથે જોડનાર સોશિયલ મીડિયાનો ઇતિહાસ અને મહત્ત્વ

(પ્રતીકાત્મક તસવીર-Shutterstock)

હવે સોશિયલ મીડિયા માત્ર મિત્રો સાથે કનેક્ટ થવા પૂરતું સીમિત રહ્યું નથી પરંતુ ન્યૂઝ, શોપિંગ અને મનોરંજનનો મોટો સ્રોત બની ગયું છે

  • Share this:
Social Media Day 2021: સોશિયલ મીડિયા (Social Media) આજે જીવનનો એક ભાગ બની ગયું છે. હાલ દેશમાં ઘણાં લોકો એવા છે, જેમના દિવસની શરૂઆત સોશિયલ મીડિયાથી થાય છે. આજે સોશિયલ મીડિયા દિવસ (Social Media Day 2021) છે. આ દિવસની સૌપ્રથમ ઉજવણી 30 જૂન 2010ના રોજ આંતરરાષ્ટ્રીય ન્યુઝ વેબસાઈટ Mashable દ્વારા થઈ હતી. આ દિવસની ઉજવણીનો હેતુ ગ્લોબલ કોમ્યુનિકેશન (Global Communication) પર સોશિયલ મીડિયાની અસર (Impact of Social Media)ને ઓળખવાનો છે.

સોશિયલ મીડિયાના કારણે વિશ્વ ખોબા જેવડું થઈ ગયુ છે. સોશિયલ મીડિયા એક જ પ્લેટફોર્મ પર આખા વિશ્વને સાથે લાવ્યું છે. લોકોને વિશ્વભરમાં જોડી દીધા છે. લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સાથે જ સોશિયલ મીડિયા લાખો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. સોશ્યલ મીડિયા વર્તમાન સમયે સમાજના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતું હોવાનું પણ સામે આવ્યું છે.

સોશિયલ મીડિયાનો ઇતિહાસ અને મહત્ત્વ

1997માં સૌથી પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રચાયું હતું. જેનું નામ Sixdegrees હતું. આ પ્લેટફોર્મના સ્થાપક એન્ડ્રુ વેઇનરિચ હતા. આ પ્લેટફોર્મમાં યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને જોડી શકતા હતા. જેમાં પ્રોફાઈલ, બુલેટિન બોર્ડ અને સ્કૂલ એફિલેશન જેવા ફીચર હતા. આ સોશિયલ મીડિયામાં 10 લાખ લોકો જોડાયા હતા. અલબત્ત તે 2001માં બંધ થઈ ગયું હતું.

આ પણ વાંચો, Tata Tiagoનું નવું વેરિયન્ટ લૉન્ચ થયું, જાણો શું છે કિંમત અને લેટેસ્ટ ફીચર્સ

પ્રથમ આધુનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Friendster 2002માં શરૂ થયું હતું. ત્યારબાદ 2003માં સૌપ્રથમ બિઝનેસ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વ ભરમાં ઘરે ઘરે જાણીતું બનેલું Facebook 2004માં માર્ક ઝુકરબર્ગ દ્વારા બનાવાયું હતું.

ત્યારબાદ 2005માં સૌથી મોટું ઓનલાઈન વિડીયો શેરિંગ પ્લેટફોર્મ YouTube આવ્યું હતું. ત્યારબાદ ટ્વિટર પણ અસ્તિત્વમાં આવ્યું હતું. સૌથી લોકપ્રિય ફોટો શેરિંગ મીડિયા Instagramની 2010માં આવ્યું હતું. આ પ્લેટફોર્મની ખૂબ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. થોડાક જ વર્ષોમાં તેનો લાખો લોકો ઉપયોગ કરવા લાગ્યા છે. તેની પ્રગતિ જોઈ Facebookએ 2012માં 1 અબજ ડોલરમાં ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધું હતું.

આ પણ વાંચો, Gold Price Today: આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

લોકોમાં ખૂબ પ્રિય બનેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ TikTok 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. તેના વિડીયો એડિટિંગ અને મ્યુઝિકની સુવિધાથી ઇન્ટરનેટ યુઝર્સમાં તે અતિ લોકપ્રિય બન્યું હતું. જોકે, કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મુકાયો છે.

હવે સોશિયલ મીડિયા માત્ર મિત્રો સાથે કનેક્ટ થવા પૂરતું સીમિત રહ્યું નથી. તે હવે ન્યુઝ, શોપિંગ અને મનોરંજનનો મોટો સ્રોત બની ગયું છે. જેથી સોશિયલ મીડિયા દિવસ આપણા જીવનમાં આવનાર સકારાત્મક પરિવર્તનનો આનંદ માણવા માનવવામાં આવે છે.
First published: