Home /News /explained /iPhone 13 ખરીદવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જરા થોભી જાઓ

iPhone 13 ખરીદવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જરા થોભી જાઓ

આઇફોન 13 પ્રો 15 સેકન્ડમાં હેક થયો.

ભારતમાં iPhoneનું બેઝ મોડેલ રૂ. 79,900થી શરૂ થાય છે અને રૂ. 1.1 લાખ સુધીની કિંમત ધરાવે છે. પ્રો મેક્સ મોડેલ રૂ.1,29,900થી શરૂ થઇને રૂ. 1,79,900 સુધીની કિંમત ધરાવે છે.

મુંબઈ: iPhone 13 સીરીઝ લોન્ચ થઇ ચૂકી છે અને આ સમય એવો છે, જ્યારે આઇફોનના ચાહકો (iPhone lovers) સૌથી વધુ ખુશ છે. તો બીજી તરફ ઘણા લોકો માટે આઇફોનની ઊંચી કિંમત સમસ્યા બની છે. અને અન્ય ફોનની સરખામણી એક સરખા જ ફીચર્સ (iPhone 13 features) હોવા છતાં આઇફોનની કિંમત ઘણી વધુ છે. iPhoneનું બેઝ મોડેલ રૂ. 79,900થી શરૂ થાય છે અને રૂ. 1.1 લાખ સુધીની કિંમત ધરાવે છે. જ્યારે કે પ્રો મેક્સ મોડેલ (iPhone pro max price) રૂ.1,29,900થી શરૂ થઇને રૂ. 1,79,900 સુધીની કિંમત ધરાવે છે. તો અહીં સવાલ એ છે કે, તમને પરવડે તેવી કિંમતો ન હોવા છતા શું તમારે iPhone ખરીદવો જોઇએ?

મોંઘી ખરીદી

આ એક ચર્ચાનો મુદ્દો છે. પરંતુ જો તટસ્થતાથી કહીએ તો, જવાબ છે ના. તેની પાછળનું કારણ તે છે કે તે ખરીદવો કોઇ એટલો જરૂરી નથી. તમે સસ્તા ફોન દ્વારા પણ કામ ચલાવી શકો છો. આ કંઇ એવી વસ્તુ નથી કે તમારું કામ તેના વગર થઇ જ ન શકે (Sorry Apple Fans!). પરંતુ જો તમારી પાસે પૈસા છે અને તમને iPhone 13 ખરીદવો પરવડે છે તો તમે જરૂર ખરીદો. પરંતુ જો તમારી પાસે આ ફોન ખરીદવા પૂરતા પૈસા નથી અને તમે ઉધાર લઇને ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતમાં કોઇ જ તર્ક નથી. પછી ભલે તમે EMI દ્વારા જ લેવાનું કેમ ન વિચારી રહ્યા હોય.

આજકાલ BPNL (બાય-નાઉ-પે-લેટર) આ રીત ખૂબ લોકપ્રિય બની છે. અને EMI દ્વારા તમે સરળતાથી ખરીદી કરી શકો છો તે વાત તમારા મનમાં આઇફોનની જરૂરિયાત છે તેવો વિચાર પેદા કરશે, જ્યારે કે સત્ય તેનાથી એકદમ વિપરીત હશે. હકીકતમાં જો તમે અત્યારસુધી આઇફોન વગર રહી શક્યા છો તો તમે આગળ પણ રહી શકો છો, તે કોઇ એવી વસ્તુ નથી કે તમારું જીવન તેના આધારિત જ હોય. તમે આઇફોન વસાવી શકો છો, પરંતુ તે કોઇ જરૂરિયાત નથી. ઘણા યુવાનોને ગેજેટનો ખૂબ શોખ હોય છે અને તેઓ માર્કેટમાં આવતી દરેક નવી વસ્તુ સાથે અપ-ટુ-ડેટ રહેવા માંગે છે અને બિનજરૂરી ખરીદી કરે છે.

મારા એક નાના ભાઇને પણ આવી આદત છે. તેણે ગત થોડા વર્ષથી મહિને રૂ. 60,000 કમાવાનું શરૂ કર્યુ. અને તેની પાસે આઇફોન હોવા છતાં તે નવી લોન્ચ થયેલી iPhone 13 સિરીઝનો કોસ્ટ EMI દ્વારા ખરીદવાનું વિચારી રહ્યો છે. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેની આ ટેવમાંથી તેને બહાર આવવા વાત કરી પણ હું નિષ્ફળ રહ્યો. જોકે, તમને જણાવી દઇએ કે અહીં નો કોસ્ટ ઇએમઆઇનો અર્થ વ્યાજમાંથી મુક્તિ મળે છે એવો ન સમજવો.

નો કોસ્ટ EMIનું આકર્ષણ

તમે ઘણી વસ્તુઓ ખરીદતી વખતે જોતા હશો કે નો કોસ્ટ EMI, અને તમારા મગજમાં વિચાર આવતો હશે કે વ્યાજમાંથી મુક્તિ, તો તમને જણાવી દઇએ કે નો કોસ્ટ ઇએમઆઇ તેના નામ સાથે જરા પણ સુસંગત નથી. તો જ્યારે પણ તેના વિશે વિચારો તેના વિશે થોડું હોમવર્ક જરૂર કરી લો. આજકાલ આ નો કોસ્ટ ઇએમઆઇ એક ટ્રેન્ડ બની ચૂક્યો છે. ઇએમઆઇ તમને તે વસ્તુ ખરીદવાની સુવિધા આપે છે જે તમે હાલના સમયે ખરીદવા સક્ષમ નથી. પરંતુ લોકો તેને જીવન જીવવાની નવી રીત બનાવી રહ્યા છે. તેઓ ભૂલી જાય છે કે તેનો પણ ખર્ચ આવે છે.

આ પણ વાંચો: iPhone 13 vs iPhone 12: એપલના બંને સ્માર્ટફોનમાંથી કયો ફોન લેવો વધુ સારો?

તમે આઇફોન ખરીદી શકતા નથી તો તમારે શું કરવું જોઇએ?

જવાબ એકદમ સરળ છે. ન ખરીદો. નો કોસ્ટ ઇએમઆઇ દ્વારા પણ ન ખરીદો. તેનો કોઇ જ ફાયદો નથી. મારા મંતવ્ય અનુસાર, બિનજરૂરી લક્ઝરી વસ્તુઓ માટે લોન લેવી ક્યારેય યોગ્ય નથી. હું તમને આમ કરવાથી રોકી તો ન જ શકું. પરંતુ આ મારા વિચારો છે. અને હા, ક્રેડિટ કાર્ડ દ્વારા પણ તેની ખરીદી કરવા અને પછી સમયસર હપતા ન ભરવા વિશે ન વિચારશો. ક્રેડિટ કાર્ડ્સ 30-40 ટકા વાર્ષિક વ્યાજ દર ચાર્જ કરે છે અને લેટ ફી અને પેનલ્ટી તરીકે વધુ ચાર્જ કરે છે. આ બધી રીતોથી તમને તમારો iPhone તેની મૂળ કિંમત કરતા અનેક ગણો મોંઘો પડશે.

જો તમે સાચે જ આઇફોન ખરીદવા માંગો છો તો, થોડો સમય રાહ જુઓ અને પૈસાની બચત કરો. લોન પર iPhone 13 ખરીદવા કરતા એક વર્ષ માટે મહિને રૂ.5000-10,000ની બચત કરો અને પછી ખુશીથી નવું વર્ઝન જ ખરીદો. જે આગામી વર્ષ 2022માં આવનાર iPhone 14 છે. અહીં હું માત્ર ફોન ખરીદવા વિશે નથી વાત કરી રહ્યો. આ વાત બધી વસ્તુઓ માટે છે. ખર્ચ કરતા પહેલા પૈસૈ બચાવવાની આદત રાખો. કોઇ વસ્તુ રૂ.1 લાખની છે તેમ વિચારવા કરતા વિચારો કે તે વસ્તુ માસિક રૂ.5,000ની છે, બરાબર? (DEV ASHISH, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Emi, Explained, IPhone 19, Loan

विज्ञापन
विज्ञापन