Home /News /explained /જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો
જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો
જોઈન્ટ હોમ લોન લેવાના અનેક ફાયદ.
Why joint home loan is advantageous: જો તમે જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો તો તમારો કોઇ નજીકનો સંબંધી કો-એપ્લિકન્ટ બની શકે છે. જ્યારે જોઇન્ટ હોમ લોનની વાત આવે ત્યારે કો-એપ્લિકન્ટ સાથેના સંબંધો અંગે જાણવા માટે ઋણદાતા પોતાના નિયમોનું અનુકરણ કરે છે.
મુંબઈ: કોઇપણ અજરદારને લોન (Loan) આપતા પહેલા લોનદાતા ક્રેડિટ સ્કોર, આવક, નોકરી પ્રોફાઇલ, ઉંમર અને માસિક ક્રેડિટ જવાબદારીઓને ધ્યાનમાં રાખે છે. જો તમામ પૈકી કોઇ પણ માપદંડ પૂર્ણ કરવામાં અરજદાર નિષ્ફળ થાય તો લોન માટેની અરજી રદ્દ થઇ શકે છે. નક્કી થયેલી ચૂકવણી ક્ષમતામાં તમે ઇચ્છિત રકમ એકઠી કરવામાં નિષ્ફળ થઇ શકો છો. પરંતુ સંયુક્ત રીત હોમ લોન લેવી તમને આવા કેસમાં મદદરૂપ થઇ શકે છે. જોઇન્ટ હોમ લોન લેતા પહેલા તમારે અહીં આપેલ અમુક વાતો પર ખાસ ધ્યાન આપવું જોઇએ. પરંતુ તે પહેલા આવો જાણીએ કે હોમ લોનમાં કો-એપ્લિકન્ટ કોણ બની શકે છે.
જો તમે જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો તો તમારો કોઇ નજીકનો સંબંધી કો-એપ્લિકન્ટ બની શકે છે. જ્યારે જોઇન્ટ હોમ લોનની વાત આવે ત્યારે કો-એપ્લિકન્ટ સાથેના સંબંધો અંગે જાણવા માટે ઋણદાતા પોતાના નિયમોનું અનુકરણ કરે છે. સામાન્ય રીતે જોઇન્ટ હોમ લોનમાં તેઓ જીવનસાથી, બાળકો, માતાપિતા અથવા તમારા નજીકના સંબંધીઓને સહ અરજદાર તરીકે મંજૂરી આપે છે. કેટલાક ઋણદાતાઓ ભાઇ-બહેન અને અપરિણીત યુગલોને જોઇન્ટ હોમ લોન માટે મંજૂરી આપતા નથી. સહ-માલિકીની હાઉસિંગ પ્રોપર્ટીના કિસ્સામાં પ્રોપર્ટીના તમામ કો-ઓનર સહ ઉધારકર્તા બનવા જોઇએ.
તમારા સહ-અરજદારના આવકના સ્ત્રોત અને તેની સારી ક્રેડિટ પ્રોફાઇલને સાથે જોડવાથી તમારી લોનની યોગ્યતામાં પણ વધારો થાય છે. તમારો સહ-અરજદાર હોમ લોનની ચૂકવણી માટે સમાન રીતે જવાબદાર હોય છે. તે લોન આપનાર માટે ક્રેડિટનું જોખમ ઘટાડે છે અને તમને હોમ લોન મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. તમને પરવડે તેવા EMIના મૂલ્યાંકન સમયે તમારી લોનમાં સહ-અરજદારની આવકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી જો તમે લોન લેતી સમયે સહ-અરજદાર ઉમેરશો તો તમને લોનની વધુ રકમ મેળવવામાં સરળતા થઇ શકે છે.
સામાન્ય રીતે મોટાભાગના હોમ લોન લેનારને 70 વર્ષની ઉંમર સુધીમાં પોતાનું ઋણ ચૂકવવાનું રહે છે. તેથી જ 60 વર્ષની આસપાસના લોકોની અરજી કાં તો રદ્દ કરવામાં આવે છે અથવા તો મોટી EMI સાથે ટૂંકાગાળાની લોનની પસંદગી કરવાની ફરજ પડે છે. તેથી આવા કિસ્સાઓમાં નાના સહ-અરજદારને જોઇન્ટ હોમ લોનમાં ઉમેરવાથી તમને લાંબા ગાળીની સાથે હોમ લોન લેવામાં મદદ મળી શકે છે.
જો પ્રાથમિક લોન અરજદાર પાસે અપર્યાપ્ત ક્રેડિટ સ્કોર, જોખમી નોકરી કે નોકરી પ્રોફાઇલ, અપૂરતી ચૂકવણી ક્ષમતા કે માસિક ઋણ ચૂકવણીની જવાબદારી આવકના 50-60 ટકાથી વધુ હોવાથી અજરદારની લોન મેળવવા માટેની યોગ્યતા ઘટી જાય છે, તેથી બોર્ડમાં સહ-અરજદાર હોવું ફાયદાકારક સાબિત થાય છે.
હોમ લોનના પ્રાથમિક અરજદાર અને સહ-અરજદાર બંને વ્યાજ અને મુખ્ય ચૂકવણીમાં યોગદાન અનુસાર સ્વતંત્ર રીતે ટેક્સનો લાભ મેળવી શકે છે. કલમ 24-B અંતર્ગત પ્રાથમિક અરજદાર અને સહ-અરજદાર બંને પોતાની માલિકીની પ્રોપર્ટી પર વ્યાજની ચૂકવણી સમયે રૂ. 2 લાખ સુધી કર કપાત માટે દાવો કરી શકે છે. તેવી જ રીતે તેઓ હોમ લોનના મુખ્ય ઘટકોની ચૂકવણી માટે કલમ-80(સી) અંતર્ગત અલગથી 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ મેળવી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સહ-અરજદાર ત્યારે જ ટેક્સ લાભ મેળવી શકે છે, જ્યારે તે સંબંધિત સંપત્તિનો સહ-માલિક પણ હોય.
ઘણા હોમ લોનદાતા મહિલા સહ-અરજદાર સાથે કરવામાં આવતી હોમ લોન અરજી પર 5 બીએસપીના વ્યાજ દરમાં રાહત આપે છે. 5 બીએસપીની રાહત લાંબા ગાળે મોટી બચત આપશે તેને ધ્યાનમાં રાખીને, જો લોનદાતા આવી વ્યાજ દરની રાહત આપે છે તો પરીવારની મહિલા સભ્યને હોમ લોનમાં સહ-અરજદાર તરીકે સામેલ કરવી જોઇએ.
ઓછા LTV રેશિયોની પસંદગી કરો, કારણ કે તે લોનદાતાના ક્રેડિટ જોખમને ઘટાડે છે. જેથી હોમ લોનની મંજૂરી મળવાની શક્યતામાં વધારો થાય છે. આ સિવાય લોનદાતાઓને અરજદારોની કુલી ઇએમઆઇ જવાબદારીઓની પણ જરૂરિયાત રહે છે, જેમાં નવી હોમ લોન પણ સામેલ છે. જે તેની માસિક આવકના 50-55 ટકાની અંદર હોવી જોઇએ. તેથી જેણે જણાવેલી મર્યાદાને પાર કરનાર લાંબા સમયની ચૂકવણીની મુદ્દત પસંદ કરીને પોતાની EMI ઘટાડી શકે છે. (NAVEEN KUKREJA, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર