Home /News /explained /

રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિએ પણ માસ્ક પહેરવું પડે? જાણો રસીકરણ બાદ સતાવતા સવાલના જવાબ

રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિએ પણ માસ્ક પહેરવું પડે? જાણો રસીકરણ બાદ સતાવતા સવાલના જવાબ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા લોકોમાં રસી ન લીધી હોય તેવા લોકો કરતા કોરોના સંક્રમણનું જોખમ ઓછું હોય છે. જોકે, સંક્રમણની શક્યતા હોય છે.

નવી દિલ્હી: રસીકરણ કરાવતા લોકોમાં આજે પણ કોરોનાને લઈને ઘડાયેલા પ્રોટોકોલ (Coronavirus protocol) મામલે અનેક સવાલો છે. કોરોના માટે ઘડાયેલા ધારાધોરણ (Corona guideline)નું કઈ હદ સુધી પાલન કરવાનું છે? તે અંગે લોકોને શંકા છે. ક્યાં તેમને છૂટ મળશે? તે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે. માસ્ક (Face mask) વગર ફરવા, કોઈ ચિંતા વગરની મુસાફરી અને હરવા ફરવા સહિતના બાબતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે? તે સવાલો આજે પણ લોકોના મનમાં ફરી રહ્યા છે. જેથી આજે અહીં રસીના બંને ડોઝ (Fully vaccinated) લીધા બાદ લોકોના મનમાં ઊભા થતા સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કરાયો છે.

સંપૂર્ણ રીતે વેકસીનેટેડ થઈ ગયા તેવું ક્યારે માનવું?

હાલ તો ભારતમાં રસીના બે ડોઝ આપવામાં આવે છે. અમેરિકાના સીડીસી મુજબ રસીનો બીજો ડોઝ લીધાના બે અઠવાડિયા બાદ સંપૂર્ણ રીતે વેકસીનેટેડ થઈ ગયા તેવું માનવું જોઈએ.

હજુ પણ મને ખતરો ખરો?

સીડીસી કહે છે કે ઇનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ સંપૂર્ણ રસી અપાયેલા લોકો માટે ન્યૂનતમ જોખમ ઊભું કરે છે.

શું હું હજુ સંક્રમણ ફેલાવી શકું?

સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા લોકોમાં રસી ન લીધી હોય તેવા લોકો કરતા કોરોના સંક્રમણનું જોખમ ઓછું હોય છે. જોકે, સંક્રમણની શક્યતા હોય છે.

આ પણ વાંચો: 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના, ઝડપથી પતંજલિનો IPO આવશે: બાબા રામદેવ

શું આપણે હજી પણ માસ્ક પહેરવા પડશે?

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રના મત મુજબ રસીકરણ થયું હોય તેવા લોકોને હવે માસ્ક પહેરવા અથવા બીજાથી 6 ફૂટ દૂર રહેવાની ફરજ પાડવામાં આવતી નથી. અમેરિકા, ડેનમાર્ક, ગ્રીસ, ફ્રાન્સ અને સ્પેન સહિત ઓછામાં ઓછા આઠ દેશોએ માસ્કના નિયમ બદલ્યા છે. પરંતુ ભારતમાં સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા લોકોની ટકાવારી નજીવી હોવાથી નિયમો હળવા કર્યા નથી. અલબત હજુ પણ આવા લોકો વાયરસ ફેલાવી શકે તેવા ભયથી સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવું અને 6 ફૂટનું અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે.

શું હું યાત્રા કરી શકું?

સંપૂર્ણ રીતે રસીકરણ થઈ ગયું હોય તેવા લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશન યાત્રા પહેલા ટેસ્ટથી બચી શકે છે. અલબત જ્યાં જવાનું છે તે દેશમાં નિયમ અનુસરવા પડે. ભારત આવ્યા બાદ ક્વોરેન્ટાઇન થવાની પણ જરૂર રહેતી નથી. વાયરસના નવા સ્વરૂપોના ફેલાવાને કારણે મુસાફરોને મુસાફરી કરતા પહેલા જ્યાં જવાનું છે તે સ્થળની પરિસ્થિતિ પર ધ્યાન આપવુ જોઈએ. કોરોનાની રસીના વહીવટ મામલે તજજ્ઞોના રાષ્ટ્રીય સમૂહ અને ભારતમાં રસીકરણ મામલે રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની આરોગ્ય મંત્રાલય સાથે થયેલી તાજેતરની બેઠકમાં તેની ભલામણ કરાઈ હતી.

આ પણ વાંચો: ભુજ નગરપાલિકાના કર્મીનો દીવાલ પર લોહીથી સુસાઇટ નોટ લખી આપઘાત- જાણો આખો મામલો

રસીના બંને ડોઝ લેનાર લોકો આગામી દિવસોમાં ભારતમાં આંતર-રાજ્ય યાત્રા દરમિયાન કોવિડ ટેસ્ટ અને ક્વોરેન્ટાઇનને ટાળી શકે છે. જોકે, વિમાનો, બસો, ટ્રેનો અને જાહેર પરિવહનના અન્ય સાધનોમાં હજી પણ માસ્ક આવશ્યક છે.

મોટી સભાઓ કે સાર્વજનિક સ્થળો પર શું કરવું જોઈએ?

જ્યાં સુધી ઘરની બહાર કે બંધ જગ્યામાં રસીકરણ ન થયું હોય અને કોઈને કોરોનાનો ખતરો ન હોય તેવા કિસ્સામાં રસીકરણ કરાવનાર વ્યક્તિ માસ્ક ન પહેરે કે સોશિયલ ડિસ્ટન્સ ન રાખે તો ચાલે. તજજ્ઞોનું કહેવું છે કે, બહાર બેઠા હોય ત્યારે પર્યાવરણ નિયંત્રિત રહે નહીં, અજાણ્યા મળે તેવી શક્યતા પણ ખરી. જેથી સોશિયલ ડિસ્ટન્સ ન રાખો તો માસ્ક તો પહેરો જ. રસી લીધી હોય કે ન હોય કરીયાણાની દુકાન, દવાની દુકાન કે અન્ય વ્યવસાયિક સ્થળોએ માસ્ક પહેરવાની જરૂર પડે છે.

કામ અંગે શું અનુસરવું?

કોઈપણ વ્યક્તિની રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કોઈપણ જગ્યાએ માસ્ક આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જ્યાં ગ્રાહકોના સંપર્કમાં આવતા હોય તેવા સ્થળે કે કોમ્યુનિટી સેવા આપતા હોવ તેવા તેવી જગ્યાએ માસ્ક આવશ્યક છે.

આ પણ વાંચો: પાવાગઢ રોપ વેની ટિકિટમાં વધારો કરાયો, જાણો હવે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે

જો હું કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવું તો શું થશે?

અમેરિકન આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળતા ન હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો સંક્રમિત વ્યક્તિમાં રોગના લક્ષણો હોય તો તેમને પણ ટેસ્ટ કરવાની જરૂર નથી. જો કે તેમને સંક્રમણ ફેલાવાની શક્યતાને ઘટાડવા માટે કોરોના સામેના નિયમોનું પાલન કરવું પડશે.

શું કોરોના વાયરસના સંપર્કમાં આવવાથી મારે ટેસ્ટ કરાવવો જોઈએ?

અત્યારે તો રસી લગાવનાર લોકોને કોવિડ -19ના લક્ષણોનો અનુભવ થાય તો ટેસ્ટ કરવામાં આવે છે. જો તે છેલ્લા 10 દિવસમાં કોરોના ટેસ્ટમાં પોઝિટિ આવે અથવા કોરોનાના લક્ષણો અનુભવે તો તેને જાહેરમાં હરવા ફરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: સુરતમાં વધુ બે રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું, એકનો પત્નીના વિરહમાં તો બીજાનો દેવું વધી જતા આપઘાત

જો કોરોનાના લક્ષણો અનુભવાય તો શું કરવું?

સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય તેવા લોકોને કોરોના સંક્રમણ લાગવાનું જોખમ ઓછું છે. પરંતુ નવા વેરિયન્ટના કારણે તેની શક્યતા વધી છે. કોરોના રસી લેનારને લક્ષણોનો અનુભવ થાય તો તેણે અન્ય લોકોથી અલગ રહેવું જોઈએ. કોરોનાના લક્ષણો પર ધ્યાન રાખવું જોઈએ. સંકેત મળે તો ટેસ્ટ કરાવવો જોઈએ. જો તમે સંક્રમણના સંપૂર્ણ લક્ષણો અનુભવો તો આવી સ્થિતિમાં સંભાળ લેનાર વ્યક્તિ અને આરોગ્ય કર્મચારીઓને તમારા રસીકરણ વિશે જણાવવું જોઈએ.
First published:

Tags: Coroanvirus, Corona vaccine, Mask, Social Distancing, Vaccination

આગામી સમાચાર