Home /News /explained /Explained: શું છે ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર અને કઇ રીતે તમારા મકાનને આપશે સંપૂર્ણ સુરક્ષા?

Explained: શું છે ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર અને કઇ રીતે તમારા મકાનને આપશે સંપૂર્ણ સુરક્ષા?

પ્રાતીકાત્મક તસવીર

Title insurance policy: ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર સંપત્તિના માલિકને રિયલ પ્રોપર્ટીના ટાઇટલમાં ખામીથી નાણાકીય નુકસાન (Financial loss) સામે રક્ષણ આપે છે.

મુંબઈ: થોડા સમયમાં જ તમે તમારા ઘરને ખામીયુક્ત ટાઇટલ્સથી બચાવવા માટે ટાઇટલ ઇન્સ્યોરન્સ પોલીસી (Title insurance policy) ખરીદી શકશો. ઉદાહરણ તરીકે જો તમારી સંપત્તિ પર તમારા અધિકારો અંગે કોઇ કાયદાકીય વિવાદો ઊભા થાય છે તો આ કવર તમને સંભવિત નુકસાન સામે વીમો આવશે. ઇશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Insurance Regulatory and Development Authority of India) તેને ટાઇટલ ઇન્શ્યોરન્સ કવર તરીકે ગણાવે છે. જે સંપત્તિના માલિકને રિયલ પ્રોપર્ટીના ટાઇટલમાં ખામીથી નાણાકીય નુકસાન (Financial loss) સામે રક્ષણ આપે છે.

IRDAIએ ટાઇટલ વીમા માટે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, "આ પોલીસી પૂર્વવ્યાપી પોલીસી છે, જેમાં વીમાધારકને પોલીસી જાહેર કરવાની તારીખ પહેલા થતી ઘટનાઓથી થતા નુકસાનથી રક્ષણ આપવામાં આવે છે.” તેથી ભલે તમે અત્યારે એક ઘર ખરીદ્યુ હોય અને આ પોલીસી પહેલા કે બાદમાં લીધી હોય, ટાઇટલ ઇન્શ્યોરન્સ જ્યારથી તમે ઘર ખરીદ્યુ ત્યારથી તે ઘરને કોઇ પણ નુકસાન માટે કવર આપશે.

બજાજ અલિયાન્સ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ ટેક્નિકલ ઓફિસર રામલિંગમ જણાવે છે કે, “ભારતના ટાઇટલ ઇન્શ્યોરન્સ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ ઉપરાંત IRDAIનું નિવેદન દેશમાં તેનો વ્યાપ વધારવામાં મદદ કરશે. વ્યક્તિગત સંપત્તિ ખરીદનાર અને ફાઇનાન્સર માલિકી મેળવતી સમયે તેનો વિકલ્પ પસંદ કરી શકે છે અને તેઓ મિલકતના ટાઇટલમાં ખામીની ચૂકવણી કરી શકે છે.”

ટાઇટલની ખામીઓ, કાયદાકીય ખર્ચ (Title defects, legal expenses covered)

વીમા રેગ્યુલેટરે ઘર ખરીદનારની સાથે-સાથે તેમના ઉત્તરદાતાઓને આ પોલીસી ખરીદવાની પરવાનગી આપી છે. જે માલિકીના સમયે 12 વર્ષના સમયગાળા સાથે આવે છે. પ્રોપર્ટી ખરીદવા માટે તમે જે રકમ ચૂકવી છે, તેટલી રકમ સુધીની જ મહત્તમ વીમા રકમ હશે.

આ પોલીસી અંતર્ગત અન્ય બાબતોની સાથે મિલકતના ટાઇટલમાં ખામીને કારણે પોલીસી ધારકને થઇ શકે તેવા કોઇ પણ નુકસાનની ચૂકવણી કરવામાં આવશે. એટલું જ નહીં ભવિષ્યમાં કોઇ ત્રીજા પક્ષ દ્વારા શરૂ કરાયેલા કાયદાકિય ખર્ચ સહિત તમને કોઇ પણ કાનૂની દાવાઓ સામે વીમો પણ ઉપલબ્ધ કરાવશે.

ડેવલપર્સ માટે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 મુજબ આવું કવર હોવું ફરજીયાત છે. જોકે, ઊંચા પ્રીમિયમ અને વિવિધ સ્થિતિઓને કારણે તેની માંગ વધુ જોવા મળતી નથી. ઘર ખરીદનારાઓને આવા કોઇ પ્રોડક્ટની સુવિધા મળતી નથી. IRDAIએ માર્ગદર્શિકા અંગે સમજણ આપતા જણાવ્યું છે કે, “ભારતીય બજારમાં હાલ કેટલાક ટાઇટલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ છે. જોકે, નાણાકીય મૂલ્યાંકન દરમિયાન પ્રોજેક્ટના વિકાસના શરૂઆતી તબક્કામાં પ્રમોટરો માટે કાનૂની સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને RERA ઓથોરીટીઝ સાથે નોંધણી અને મંજૂરી અને મિલકતોનો કબજો લીધા પછી વ્યક્તિગત ખરીદદારોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત છે. તેથી પ્રમોટર્સ/ડેવલપર્સ અને રિટેલ પ્રોપર્ટી ખરીદદારો માટે યોગ્ય વર્તમાન ટાઇટલ વીમા પ્રોડક્ટ્સ વધારવાની જરૂર છે.”

વિવાદિત જમીનો પર બનેલા મકાન (House built on disputed land)

જો સર્વે દરમિયાન તમારું મકાન વિવાદિત કે પડાવી લીધેલી જમીન પર બનેલું છે તેવું સાબિત થશે તો વીમો ઉપયોગી બનશે નહીં. આ ઉપરાંત જે જમીન પર તમે વીમો લેવા માંગો છો તે જો પર્યાવરણ પ્રદૂષણ જેવા કાયદાઓનું ઉલંઘન કરે છે તો તમારું વીમા કવર કામ કરશે નહીં. જો તમે અધિકારીઓ દ્વારા ટેક્સ અથવા મૂલ્યાંકનથી પરિચિત હોય તો, પોલીસી ખરીદતી સમયે જવાબદારી આવરી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

પાલીસી વર્ડિંગ્સ અનુસાર, કોરોના મહામારી સંબંધિત કોઇ પણ નુકસાન ચૂકવવાપાત્ર બનતું નથી. નામ ન જણાવવાની શરતે એક સિનિયર ઇન્શ્યોરન્સ એક્ઝિક્યુટીવનું કહેવું છે કે, “આ એક બાકાત રાખવામાં આવેલી બાબત છે. જોકે, કોર્પોરેટ નીતિઓમાં બાકાત તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેથી બની શકે છે કે પોલીસીમાં આ કલમ સામેલ કરવામાં આવી હોય.”

વીમાદાતા માટે ટાઇટલ ઇન્શ્યોરન્સ મરજીયાત

IRDAIના પરિપત્રના શબ્દો સૂચવે છે કે વીમાદાતાઓ માટે આ કવર ઓફર કરવું ફરજીયાત નથી. IRDAIએ જણાવ્યા અનુસાર, “વીમાદાતાઓને....હાલની પ્રોડક્ટ ફાઇલિંગ માર્ગદર્શિકા હેઠળ જરૂરી પ્રક્રિયા મુજબ આ પ્રોડક્ટ્સ ફાઇલ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપેલ પોલીસી વર્ડિંગ્સમાં લઘુત્તમ કવરેજને ધ્યાનમાં રાખીને વીમાદાતા સમાન પ્રોડક્ટ્સ ડિઝાઇન અને ફાઇલ કરી શકે છે.” પોલીસી વર્ડિંગ્સ ટાઇટલ ઇન્શ્યોરન્સ ફીચર્સ પર ભલામણો કરવા માટે રચાયેલા કાર્યકારી ગૃપ દ્વારા સબમિટ કરવામાં આવેલા રિપોર્ટ પર આધારિત છે.

શું તમારે આ ઇન્શ્યોરન્સ લેવું જોઇએ?

IRDAIનો ઉદ્દેશ્ય આશાસ્પદ જણાય છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં અસંખ્ય ટાઇટલ વિવાદો રહેલા છે. પરંતુ વીમા કંપનીઓની માર્ગદર્શિકાને સુસંગત તેમની પ્રોડક્ટ લાવવાની રાહ જુઓ. કારણે કે તે ફરજીયાત નથી અને સમાન સુવિધાઓ સાથે તેમને પ્રોડક્ટ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેથી દરેક વ્યક્તિગત નીતિ નિયમો અનો શરતોનો પહેલા ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. રૂંગ્ટા સિક્યોરિટીઝના ફાઇનાન્સિયલ પ્લાનર હર્ષવર્ધન રૂંગ્ટા જણાવે છે કે, “આ એક સારી બાબત છે કે હવેથી ટાઇટલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ બનશે. તમારા પોર્ટફોલિયોની સુરક્ષા વધારવા માટે તે મદદરૂપ બનશે. જોકે ક્લેમ માન્ય રાખવા માટે જે શરતો પૂરી કરવી જરૂર પડશે અને વીમાદાતા જાહેરાત કરે તે પ્રીમિયર પર કાળજીપૂર્વક નજર રાખો.” (PREETI KULKARNI, Moneycontro)
First published:

Tags: Home, Insurance, Insurance Policy, IRDAI, Property