Home /News /explained /શાહરુખ ખાને લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થૂંક્યુ નહીં, ફૂંક્યુ... જાણો ઇસ્લામમાં તેનું મહત્વ શું છે?

શાહરુખ ખાને લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થૂંક્યુ નહીં, ફૂંક્યુ... જાણો ઇસ્લામમાં તેનું મહત્વ શું છે?

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા શાહરૂખ ખાન શિવાજી પાર્ક પહોંચ્યો હતો. (Image credit- Viral Bhayani)

Lata Mangeshkar Passes Away: શાહરુખ ખાન (Shah Rukh Khan)નો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે થૂકી નથી રહ્યો, પણ ફૂંક મારી રહ્યો છે. ઇસ્લામમાં આમ કરવાનું ભારે મહત્વ છે.

Lata Mangeshkar Passes Away: ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) આપણા વચ્ચે નથી રહ્યા. રવિવારની સવારે તેમનું નિધન થયું. જેને લઈને દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જ નહીં, બલ્કે દુનિયાભરના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અંતિમ સંસ્કાર પહેલા તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે મુંબઈના શિવાજી પાર્કમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત રાજકીય, મનોરંજન અને ખેલ જગતના દિગ્ગજોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી. બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan) પણ ત્યાં પહોંચ્યો હતો. તેની શ્રદ્ધાંજલિ આપતી બે તસવીર વાયરલ થઈ હતી. એકમાં ગંગા-જમુની તહજીબ અને ભારતીય સંસ્કૃતિની સુંદરતાની વાત લઈને વખાણ થઈ રહ્યા છે, તો બીજી તસવીર પર વિવાદ થયો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, શાહરુખ પાર્થિવ શરીર ઊપર થૂંક્યો... સ્વર સમ્રાજ્ઞીનું અપમાન કર્યું. પરંતુ શું આ આરોપોમાં સત્ય છે?

બિલ્કુલ નહીં. બુદ્ધિજીવિઓનું કહેવું છે કે એવું વિચારી પણ ન શકાય. આ શાહરુખ ખાનની વાત નથી, પણ લતા મંગેશકર જેવી પુણ્યાત્મા, જેમને સંગીત ક્ષેત્રમાં લોકો દેવીની જેમ પૂજે છે, મા સરસ્વતીની માનસ પુત્રી માને છે... તેમના અપમાન વિશે કોઈ વિચારી પણ ન શકે.

આ પણ વાંચો: રાજકારણથી કોર્ટ સુધી બધા કર્ણાટકના હિજાબ વિવાદમાં થયા સામેલ, સમજો શું કહે છે નિયમો

શાહરુખ ખાને થૂંક્યુ ન હતું, પણ ફૂંક મારી હતી

શાહરુખ ખાનની જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં તે થૂકી નથી રહ્યો, પણ ફૂંકી રહ્યો છે. ઇસ્લામમાં આમ કરવાનું મોટું મહત્વ છે. વિડીયો જોઈને લોકો સમજી રહ્યા છે કે દુઆ કર્યા પછી શાહરુખ ખાન લતા મંગેશકરના પાર્થિવ શરીર ઉપર થૂંકી રહ્યો છે, તેઓ ખોટા છે. કોઇ વ્યક્તિ માટે દુઆ કર્યા બાદ જો ફૂંક મારવામાં આવે તો એમ માનવામાં આવે છે કે તમારી દુઆની અસર જે-તે વ્યક્તિ સુધી પહોંચે છે.




ઇસ્લામમાં આનું શું મહત્વ છે?

દુઆ કર્યા પછી ફૂંકવાનું ઘણું મહત્વ હોય છે. તે પણ દુઆ કરવાનો એક ભાગ હોય છે. ઇસ્લામમાં ખોટી શક્તિઓ દૂર કરવા/રાખવા માટે દુઆ કર્યા બાદ આમ કરવામાં આવે છે. શાહરુખે પણ દુઆ કર્યા બાદ ફૂંક મારી હતી. કહેવાય છે કે, મા તો હંમેશ બાળકોને ઘરની બહાર મોકલતી વખતે આશીર્વાદ આપે છે ત્યારે તેના માથા ઉપર ફૂંક મારે છે. જેથી અલ્લાહ તેના બાળકની તકેદારી રાખે અને તેને ખરાબ શક્તિઓથી દૂર રાખે. મઝાર ઉપર પણ માથું ટેકવ્યા બાદ આ પ્રકારે દુઆ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Budget 2022: આ વર્ષે નવી રોજગારીની તકોના સર્જનને બનાવશે સરળ, જાણો કેવી રીતે

આવું માત્ર મોટા લોકો જ નાના વ્યક્તિ માટે નથી કરતા, બલ્કે જેમના પ્રત્યે મનમાં ખૂબ જ સન્માન હોય, અપાર શ્રદ્ધા હોય, તેમના માટે નાના પણ દુઆ કરે છે અને પછી ફૂંક મારે છે. દિવંગત આત્માની શાંતિ માટે તેમને સ્વર્ગ/જન્નત મળે તે માટે, તેમને ઇશ્વર કે અલ્લાહના શરણમાં જગ્યા મળવાની દુઆ માટે આવું કરવામાં આવે છે.
First published:

Tags: Explained, Islam, Lata Mangeshkar, Lata mangeshkar death, Lata mangeshkar news, Shah Rukh Khan