મુંબઈ: ઇક્વિટી માર્કેટની તેજી પર હાલ કોઇ અડચણ નથી અથવા આપણને એવું લાગે છે તેમ કહી શકાય. માર્ચ, 2020ના નીચલા સ્તરે એસ એન્ડ પી બીએસઈ (S&P BSE) સેન્સેક્સે 103 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન મીડ અને સ્મોલસ્કેપ ફંડોએ ક્રમશઃ 92 ટકા અને 117 ટકા રિટર્ન આપ્યું છે. બજારમાં હાલ ભલે નુકસાનનો માહોલ ન હોય, પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) સાવધાની રાખવાની સલાહ આપી છે. RBIએ મે, 2021માં જાહેર કરેલા નાણાંકીય વર્ષ 2020-2021ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં ઈક્વિટી બજારો માટે એક મહત્વપૂર્ણ સૂચના આપી હતી. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે, 2020-2021માં આર્થિક મંદીનો માહોલ હોવા છતા શેર બજારોમાં આવેલ તેજી પરપોટા સમાન ખતરો છે.
આ વચ્ચે ઇન્સ્ટીટ્યૂશનલ બ્રોકરેજ પણ પાછળ નથી. મોર્ગન સ્ટેનલીએ પણ જણાવ્યું કે, બેઝ કેસ તરીકે સેન્સેક્સ માટે તેમણે 55,000નો લક્ષ્ય રાખ્યો હતો. વર્ષની શરૂઆતમાં BofA સિક્યોરિટીઝે નિફ્ટી માટે વર્ષના અંતમાં 15000નો લક્ષ્ય રાખ્યો છે, જે બેંચમાર્કના હાલના લેવલથી લગભગ 5 ટકા ઓછો છે.
જૂન, 2021માં કરવામાં આવેલ પહેલા મનીકંટ્રોલ માર્કેટ સેન્ટિમેન્ટ સર્વે (Moneycontrol Market sentiment survey)માં નિફ્ટી 17,000ના આંકડાને પાર કરશે (સરેરાશ મૂલ્ય પર વિચાર કરીને) તેવું 10માંથી 6 ઉત્તરદાતાઓ (ઘરેલું ફંડ મેનેજર્સ)નું માનવું હતું કે, નિફ્ટી આગામી એક વર્ષમાં સૌથી શ્રેષ્ઠ રિટર્ન આપશે.
વિવિધ મંતવ્યો સાથે પોતાના ઇક્વિટી ફંડ રોકાણો અંગે નિર્ણય લેવો સરળ નથી. તેથી સાચો વિકલ્પ પસંદ કરવા માટે અહીં અમુક ઉપાયો આપ્યા છે.
ઇક્વિટી મ્યૂચુઅલ ફંડના હાલના રોકાણકારોને સારો નફો મળે તેવી શક્યતાઓ છે. તેથી નફો કમાવવા માટે થોડી લાલચ આવી શકે છે. જોકે, તમે હજુ પણ તમારા લક્ષ્યથી દૂર છો, તો નાણાંકીય સલાહકારોનું કહેવું છે કે ઇક્વિટી યોજનાઓમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સને જાળવી રાખવા વધુ હિતાવહ છે.
ગ્રેનિંગ ગ્રાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિઝના કો-ફાઉન્ડર રવિ કુમાર ટીવીના જણાવ્યા અનુસાર, હાલ ઘણા ઓછા વિકલ્પો એવા છે જે વધતા જતા ફુગાવાને માત આપી શકે છે અને ઇક્વિટી તે પૈકી એક છે. જોકે, રોકાણકારોએ પોતાના ઇક્વિટી રોકાણમાંથી ગત વર્ષે મેળવેલા 60-70 ટકા રિટર્ન કરતા ઓછા રીટર્ન માટે તૈયાર રહેવું જોઇએ. રિટર્નની અપેક્ષાઓને ઘટાડીને 12-15 ટકા કરી દેવી જોઇએ, જે ઇક્વિટી રોકાણો લાંબા સમય સુધી આપે છે. પરંતુ જો તમારો લક્ષ્ય માત્ર 6-12 મહીના દૂર છે, તો થોડા પૈસા પાછા કાઢી લેવા હિતાવહ રહેશે.
જો ઇક્વિટીનો ભાગ અપ્રમાણસર ઊંચો હોય તો ફરી સંતુલિત કરો
તમારે પૈસા કાઢી લેવાની જરૂર નથી. નાણાંકીય સલાહકારો અનુસાર, તમે તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરી શકો છો. તેનો અર્થ છે કે, તમારી મૂળ ફાળવણી અનુસાર તમે તમારા પૈસાને ઇક્વિટીમાંથી ડેટમાં બદલી શકો છો.
દા.ત., તમે તમારું રોકાણ 65 ટકા ઇક્વિટી અને 35 ટકા ડેટ ફાળવણી સાથે શરૂ કર્યુ છે. પરંતુ ઇક્વિટી બજારમાં તેજીના કારણે તમારું અલોકેશન 80 ટકા ઇક્વિટી અને 20 ડેટ થઇ જાય, તો આવી સ્થિતિમાં 65:35નો રેશિયો જાળવી રાખવા માટે રોકાણકાર પોતાના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાંથી પૈસા કાઢીને ડેટમાં ઉમેરી શકે છે.
પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિઝના સંસ્થાપર અમોલ જોશીનું કહેવું છે કે, જો રોકાણકારોએ વિવિધ ઇક્વિટી સ્કીમમાં રોકાણ કર્યુ છે તો તે પોતાના પૈસા જોખમવાળા સ્મોલ અને મિડ-કેપમાંથી લાર્જ કેપ સ્કીમ્સમાં ટ્રાન્સફર કરી શકે છે. જોકે, તમામ રોકાણકારોને રિબેલેન્સિંગ કરવાની જરૂર નથી. કુમારના જણાવ્યા અનુસાર, વધુ જોખમ સહન કરી શકે તેવા રોકાણકારો ઇક્વિટી કે મીડ અને સ્મોલ કેપ ફંડ્સમાં પોતાનું વધુ રોકાણ જાળવી શકે છે.
તમારા રોકાણને બંધ ન કરો
જો તમે માત્ર બે વર્ષ માટે પૈસા બાજુમાં રાખવા માંગો છો, તો ઇક્વિટીથી દૂર રહો. SRE વેલ્થના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર કીર્તન શાહના જણાવ્યા અનુસાર, નજીકના સમયમાં માર્કેટ કેવું રહેશે તેનું કોઈપણનું અનુમાન લગાવી શકે છે. ફુગાવા જેવા જોખમોના કારણે એક-બે વર્ષમાં માર્કેટ વધુ અસ્થિર થઇ શકે છે. હજુ પણ કોરોના કેસોમાં વધારાને નકારી શકીએ નહીં.
કુમારનું કહેવું છે કે, રોકાણકારો માટે બજારને સમય આપવાના પ્રયાસ કરવા સમજદારી નથી. આપણે નથી જાણતા કે સુધારો ક્યારે થશે અને ખરેખર થશે કે નહીં. આપણે માત્ર રાહ જોવી પડશે. પરંતુ કેન્દ્રીય બેન્ક ફુગાવો ઘટાડવા માટે હસ્તક્ષેપ કરી શકે છે અને ભલે ફુગાવામાં વધારો થાય, બજાર પર તેની અસર વધુ નહીં થાય. કારણે કે બજાર પહેલા જ તેને પ્રભાવિત કરી ચૂક્યું છે.
તેમણે જણાવ્યું કે, નવા રોકાણકારો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ(BAFs) અંગે વિચારી શકે છે. જે શેર બજારની વેલ્યૂએશન મોંઘી થવા પર ઇક્વિટી ફાળવણી ઓછી કરે છે અને બજાર સ્થિર થવા પર ઇક્વિટી અલોકેશનમાં વધારો કરે છે.
જોકે, BAF પસંદ કરવા દરમિયાન પણ સાવચેત રહેવાની જરૂર છે, તેને ધ્યાનમાં રાખીને કે આવી સ્કીમ વિવિધ પોર્ટફોલિયો અને અલોકેશનની સાથે હોય છે. અમુકને વધુ આક્રમક રીતે ચલાવવામાં આવે છે, જેમાં ઇક્વિટીમાં વધુ ફાળવાયા હોય છે. અન્યમાં ઇક્વિટી ફાળવણીમાં થોડા બદલાવો જોવા મળે છે. તેથી યોગ્ય BAF માટે તમારા નાણાંકીય સલાહકાર પાસે તપાસ કરાવવી વધુ હિતાવહ રહેશે.
નિયમિત રોકાણકાર ડાયવર્સિફાઇડ ઇક્વિટી ફંડ અંગે વિચાર કરી શકે છે. પરંતુ એક નિયમ યાદ રાખોઃ રોકાણ માટે ઓછામાં ઓછા 5 વર્ષનો સમય જરૂર રાખો. (JASH KRIPLANI- moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર