Article 1: કોવિડ-19નો બીજો ઉપદ્રવ: લક્ષણો, જોખમો અને નિવારણ

કોરોનાથી બચવા રાખો થોડી સાવધાની

લેખક: ડૉ. મૂકેશ મોહોડે અને ડૉ. શૈલેષ વાગલે- NGO પાર્ટનર યુનાઇડેટ વે મુંબઇ

 • Share this:
  મહામારીના બીજા તબક્કાએ દૈનિક પુષ્ટિ થતા કેસોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ સાથે આખા દેશને બાનમાં લીધો છે અને નાગરિકોમાં ખૂબ જ ભય તેમજ ડરનો માહોલ સર્જાયો છે. ઉપરાંત, સંખ્યાબંધ રાજ્યોને મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે તેમજ સંક્રમણની સાંકળ તોડવા માટે નાછૂટકે વિવિધ પ્રતિબંધો મૂકવાની ફરજ પડી છે.
  22 એપ્રિલ 2021ના રોજ, ભારતમાં 3,15,735 નવા કેસ નોંધાયાની પુષ્ટિ થઇ હતી (કોવિડ-19ના 22,84,411 સક્રિય કેસ) જેમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હતું. આમાં પણ, કોવિડ-19નો મ્યૂટન્ટ સ્ટ્રેઇન વધુ તીવ્ર અને ચેપી હોવાના નિષ્ણાતોએ કરેલા દાવાઓથી ચિંતા વધી હતી. જ્યારે નિષ્ણાતો નવા સ્ટ્રેઇનનું વધુ સંશોધન કરી રહ્યાં છે અને વાઇરોલોજિસ્ટ્સ વિશ્લેષણ કરી રહ્યાં છે ત્યારે, આપણી પોતાની સુરક્ષા માટે અને તેનો ફેલાવો રોકવા માટે લક્ષણો અને જોખમોને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 60 વર્ષથી વધુ ઉંમરના અને સહ-બીમારી ધરાવતા લોકોને ગંભીર બીમારીનું જોખમ વધારે હોય છે. જોકે, કોવિડ-19ના સંક્રમણમાં કોઇપણ ઉંમરની વ્યક્તિ આવી શકે છે અને તે ગંભીર સ્વરૂપ લઇ શકે તેમજ દર્દી માટે પ્રાણઘાતક સાબિત થઇ શકે છે.

  કોવિડ-19નું સૌથી સામાન્ય લક્ષણ તાવ, સુકી ઉધરસ અને થાક છે. પરંતુ, અમુક દર્દીઓમાં જોવા મળતા અન્ય લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, સ્વાદ અને સુગંદ જતા રહેવા, છાતીમાં દુખાવો, નાક ભરાઇ જવું, આંખોના ઉપરના ભાગે દુખાવો (નેત્રસ્તર દાહ), ગળુ સુકાઇ જવું, માથામાં દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, ત્વચામાં ઉજરડા પડવા, ઉબકા અથવા ઉલટી, અતિસાર, ઠંડી લાગવી અથવા ચક્કર આવવા વગેરે છે. જે લોકોને આવા લક્ષણો હોય તેમણે તાત્કાલિક પરીક્ષણ કરાવી લેવું જોઇએ અને સમયસર મેડિકલ સંભાળ લેવી જોઇએ. ઓળખવામાં ના આવેલા એસિમ્પ્ટોમેટિક કેસો એટલે કે, જેમનામાં કોઇ મોટા લક્ષણોના દેખાતા હોય તેવા ચેપગ્રસ્ત લોકોના કારણે અજાણતા પણ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાતું હોવાથી તેઓ મોટી ચિંતાનું કારણ છે.

  સરકાર અને હેલ્થકૅર નિષ્ણાતો કોવિડ માટે યોગ્ય આચરણ જેમ કે, શારીરિક અંતર જાળવવું, માસ્ક પહેરવું, રૂમ સારા હવાઉજાસ વાળા રાખવા, ભીડમાં જવાનું ટાળવું અથવા એકબીજાના નજીકના સંપર્કમાં ના આવવું અને યોગ્ય સ્વચ્છતા જાળવવી વગેરે સંબંધિત સંદેશા સતત ફેલાવી રહ્યાં છે. સારી સ્વચ્છતામાં હેન્ડ રબ, હેન્ડ વૉશ અથવા સાબુ અને પાણીથી તમારા હાથ સાફ કરવા, આંખો, નાક અને મોંને સ્પર્શ ના કરવાનું ટાળવું, ઉધરસ અથવા છીંક ખાતી વખતે કોણીના ઉપરના ભાગથી અથવા ટીશ્યૂથી તમારું મોં અને નાક ઢાંકવું અને વારંવાર સ્પર્શવામાં આવતી સપાટીઓ સાફ/ડિસઇન્ફેક્ટ કરવી વગેરે સામેલ છે. એ પણ જરૂરી છે કે, જો તમને કોવિડ-19ના કોઇપણ લક્ષણો/સંકેતો દેખાય અથવા તમે કોવિડ-19 થયો હોય તેવી કોઇ વ્યક્તિના નજીકના સંપર્કમાં આવો તો તમારે પરીક્ષણ કરાવવું જોઇએ.

  હાલમાં, સરકારી કેન્દ્રો ખાતે કોવિડના પરીક્ષણની સંખ્યાબંધ સુવિધાઓ ઉપલબ્ધ છે જ્યાં વિનામૂલ્યે RT-PCR પરીક્ષણોની સંખ્યા વધારવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરેટરીઓને અમુક ચોક્કસ રકમ ચુકવવાથી તેઓ તમારા ઘરે આવીને સેમ્પલ લઇ જાય છે અને પરીક્ષણ કરી આપે છે. દૈનિક ધોરણે થતા પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિના કારણે પુષ્ટિકરણના રિપોર્ટ્સ આવવામાં વિલંબ થાય છે જે હાનિકારક પુરવાર થઇ રહ્યું છે. આથી, કોવિડના લક્ષણો અનુભવી રહેલી કોઇપણ વ્યક્તિએ જ્યાં સુધી પરીક્ષણનું પરિણામ ના આવે ત્યાં સુધી પોતાના ઘરે જ આઇસોલેશનમાં રહેવું જોઇએ. વહેલાસર પરીક્ષણ, સમયસર દવા, કોવિડ માટે યોગ્ય આચરણ અને રસીકરણથી મૃત્યુદર અને બીમારીના ફેલાવાને નિવારી શકાશે.
  કોવિડ-19ના લક્ષણો ધરાવતી કોઇપણ વ્યક્તિ ઘરે અથવા કોઇપણ કોવિડ પરીક્ષણ સુવિધા ખાતે પરીક્ષણ કરાવી શકે છે. જો તેઓ પોઝિટીવ હોવાનું આવે તો, તે વ્યક્તિએ સૌથી પહેલાં તો તેમના વિસ્તારમાં કોવિડ-19 હેલ્પલાઇન અને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઇએ કારણ કે પથારીની ફાળવણી અને દાખલ કરવાની કામગીરી હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતાના આધારે પ્રશાસન સાથે સંકલન દ્વારા કરવામાં આવે છે.
  Published by:Margi Pandya
  First published: