Home /News /explained /

Science News: શું તમે જાણો છો, બ્રહ્માંડમાં એક અત્યંત સૂક્ષ્મ કણ છે જે સૂર્યને પણ પ્રકાશ આપે છે!

Science News: શું તમે જાણો છો, બ્રહ્માંડમાં એક અત્યંત સૂક્ષ્મ કણ છે જે સૂર્યને પણ પ્રકાશ આપે છે!

વિશ્વના ઘણા દેશોમાં સૂર્ય સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવા માટે અભ્યાસ ચાલી રહ્યા છે. (ફાઇલ ફોટો)

Particles that make Sun shine: વૈજ્ઞાનિકોને એક અભ્યાસ દરમિયાન બ્રહ્માંડમાં આવેલા અતિ-સૂક્ષ્મ કણ વિશે જાણવા મળ્યું છે, જે સૂર્યના પ્રકાશ માટે જવાબદાર હોય છે. તેને ‘ડબલ્યુબોસોન’ (WBoson) નામ આપવામાં આવ્યું છે.

    Particles that make Sun shine: સૂર્ય (Sun) સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરે છે. અત્યાર સુધી બધા લોકો આવું માનતા આવ્યા છે. પરંતુ હવે એક નવી વૈજ્ઞાનિક શોધ (Scientific Discovery) થઈ છે. તેમાં એક ખૂબ જ સૂક્ષ્મ કણ વિશે જાણવા મળ્યું છે, જે સૂર્યને પણ પ્રકાશ આપે છે. બેશક આ વાત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. પરંતુ વૈજ્ઞાનિકોના મતે આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. કારણ કે આ કણ બ્રહ્માંડમાં અનંતકાળથી હાજર છે, પણ તેની શોધ હમણાં થઈ છે અને હવે તેના વિશે વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમકે, તેનું વજન, આકાર, સ્વરૂપ વગેરે.

    અમેરિકામાં શિકાગોની નજીક ઈલિનોઇ પ્રાંતમાં એક પ્રયોગશાળા છે. તેને ફર્મી નેશનલ એક્સલરેટર લેબોરેટરી કહેવામાં આવે છે. ટૂંકમાં ફર્મિલેબ (Fermilab), જ્યાં વિશ્વના ઘણા દેશોના વૈજ્ઞાનિકો બ્રહ્માંડના ઉચ્ચ ઊર્જાવાળા કણોનો અભ્યાસ કરે છે.

    આ પણ વાંચો: Hubbleમાં જોવા મળી ‘ભ્રૂણ ગુરુ ગ્રહ’ની તસ્વીર, ગ્રહ નિર્માણ સમજવામાં મળશે મદદ

    આ અભ્યાસ દરમિયાન એ અતિ-સૂક્ષ્મ કણ વિશે જાણવા મળ્યું છે, જે સૂર્યના પ્રકાશ માટે જવાબદાર હોય છે. તેને ‘ડબલ્યુબોસોન’ (WBoson) નામ આપવામાં આવ્યું છે. તે કોઈ પરમાણુ (Atom)ના કેન્દ્રમાં હોય છે. તેની મૂળભૂત શક્તિ ઊર્જા (Fundamental Force)નો સ્ત્રોત પણ આ જ હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે ડબ્લ્યુબોસોન અણુના કેન્દ્રમાં સેકન્ડના પણ એકસો-હજારમા ભાગમાં પ્રગટ થાય છે, અસ્તિત્વમાં આવે છે અને એટલી જ ઝડપથી વિખેરાઈ જાય છે. આ રીતે પ્રક્રિયા સતત ચાલુ રહે છે. ડબ્લ્યુબોસોનની આ અણુ પ્રક્રિયાથી સૂર્યને પ્રકાશ મળે છે અને પછી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થાય છે.

    પ્રોટોનથી 80 ગણો ભારે હોઈ શકે છે ડબ્લ્યુબોસોન

    વિશ્વના તમામ વૈજ્ઞાનિકોએ 1985 અને 2011 વચ્ચે ડબ્લ્યુબોસોન અંગેની તમામ માહિતી અને ડેટા એકત્ર કર્યા. ત્યારપછી ધીમે-ધીમે તેના વિશે ખબર પડવા લાગી. પછી લગભગ 10 વર્ષ સુધી પ્રયોગશાળામાં ઊર્જાના કણોને એકબીજામાં અથડાવીને લગભગ 40 લાખ ડબ્લ્યુબોસોનનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના વજન વગેરેની ચકાસણી કરવામાં આવી. અંતે જે પરિણામો આવ્યા તે ચોંકાવનારા હતા. તેમાંથી એક એ હતું કે ડબ્લ્યુબોસોન પ્રોટોન કરતાં 80 ગણો ભારે હોઈ શકે છે.

    આ પણ વાંચો: જાણો અંતરિક્ષની કેટલીક અજીબ સંરચનાઓ વિશે, તેમાંથી એક છે ‘પાસ્તા’

    હજુ તારણો ચોક્કસ નથી

    ઇટાલીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યુક્લિયર ફિઝિક્સના સહ-પ્રવક્તા જોર્જિયો ચેરેલી કહે છે, 'આટલા લાંબા અભ્યાસ છતાં તારણોની ચોકસાઈ હજુ પણ 0.01% છે. આ કણોને માપવા, તેનું વજન કરવું ખૂબ જ પડકારજનક છે, કારણ કે તે 1 સેકન્ડ પણ નથી રહેતા. તેથી વૈજ્ઞાનિકોને ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવામાં વર્ષો લાગશે. એટલે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, Science News, Science વિજ્ઞાન, Universe, જ્ઞાન

    આગામી સમાચાર