SBI Yono Lite app: ઓનલાઇન બેન્કિંગને વધુ સુરક્ષિત બનાવશે આ ફીચર

પ્રતીકાત્મક તસવીર.

SBI Yono Lite App new Feature: SIM બાઈન્ડીંગ ફીચર એ એક નવી ટેક્નિક છે, જે ઓનલાઇન બેંકિંગને વધુ સુરક્ષિત બનાવે છે. આ ફીચર દ્વારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરવાળા ડિવાઇસ દીઠ માત્ર એક જ યૂઝરને મંજૂરી આપે છે.

  • Share this:
મુંબઈ: ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેની યોનો લાઈટ એપ્લિકેશન (Yono Lite app)માં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ગ્રાહકોને ઓનલાઇન બેંકિંગમાં વધુ સુરક્ષા આપશે અને આ એપના યૂઝર્સ ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ વ્યવહારો સુરક્ષિત રીતે કરી શકશે. SBIના ગ્રાહકો એસબીઆઈ યોનો લાઈટનો ઉપયોગ ચાલુ રાખવા માટે તેમની હાલની એપ અપડેટ કરી શકે છે. SBIએ પોતાના ગ્રાહકોને આ નવા ફીચર વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ટ્વીટમાં કહેવાયું હતું કે,"હવે SBI સાથે ઓનલાઇન બેન્કિંગ પહેલા કરતાં વધુ સુરક્ષિત થયું છે! ડાઉનલોડ કરો નવી YONO લાઈટ એપ".

જાણો SIM બાઈન્ડીંગ ફીચર વિશે

SIM બાઈન્ડીંગ ફીચર એ એક નવી ટેક્નિક છે, જે ઓનલાઇન બેંકિંગને વધુ સુરક્ષિત બનાવે છે. આ ફીચર દ્વારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરવાળા ડિવાઇસ દીઠ માત્ર એક જ યૂઝરને મંજૂરી આપે છે. યોનો લાઇટ એપ્લિકેશન વર્ઝન 5.3.48 અપડેટ કર્યા પછી ગ્રાહકોએ તેમના ફોન પર ઉપલબ્ધ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે વન ટાઈમ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની હોય છે.

યોનો લાઇટ સુરક્ષિત, સુવિધાજનક અને ઉપયોગમાં સરળ એપ્લિકેશન છે. આ એપ સ્માર્ટફોન માટે SBIની રિટેલ ઇન્ટરનેટ બેન્કિંગ આધારિત એપ્લિકેશન છે.

આ પણ વાંચો: કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

યોનો લાઇટ એપ્લિકેશન- એસબીઆઇ ગ્રાહકો માટે નવી રજીસ્ટ્રેશન પ્રોસેસ (Android યૂઝર્સ)

>> પ્લેસ્ટોરમાંથી YONO Lite SBI એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખોલો.

>> રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એસબીઆઈ સાથે નોંધાયેલ સીમ 1 અથવા સિમ 2 પસંદ કરો. તમારા મોબાઈલમાં એક જ સિમ હોય તો કોઈ સિમ પસંદગીની જરૂર નથી.

>> મોબાઇલ નંબરને વેલીડેટ કરવા માટેના ડિવાઇસની સ્ક્રીન પર એસએમએસ બતાવવામાં આવશે.

>> ‘Proceed’ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ એક યુનિક કોડવાળો એસએમએસ ડિવાઇસમાંથી પૂર્વનિર્ધારિત નંબર પર મોકલવામાં આવશે.

>> એસએમએસ મોકલવાનો ચાર્જ તમારા એસએમએસ પ્લાન મુજબ લાગુ પડે છે.

>> હવે યૂઝરનું નામ અને પાસવર્ડ દાખલ કરો અને રજીસ્ટ્રેશન સ્ક્રીન પર રજીસ્ટર બટન પર ક્લિક કરો.

>> ચેક બોક્સ પસંદ કરો અને રજીસ્ટ્રેશન માટેના નિયમો અને શરતો સ્વીકારવા માટે 'OK' બટન પર ક્લિક કરો.

આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

>> ત્યારબાદ એક્ટિવેશન કોડ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આ કોડ 30 મિનિટ માટે માન્ય રહેશે.

>> એપ્લિકેશનમાં આ કોડ દાખલ કરીને યૂઝરે એક્ટીવેશન પ્રોસેસ પૂર્ણ કરવી પડશે.

>> આ પ્રક્રિયા ગ્રાહકોને યોનો લાઇટ એપ્લિકેશનમાં લોગીન કરવાની મંજૂરી આપશે.

iOS યૂઝર્સ માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ

>> એપ સ્ટોરમાં જાઓ અને યોનો લાઇટ એપ ડાઉનલોડ કરો અને ખોલો. મોબાઇલ નંબરને વેલીડેટ કરવા માટે ડિવાઇસમાંથી એક SMS પ્રદર્શિત થશે.

>> ‘Proceed’ બટન પર ક્લિક કરો, એક યુનિક કોડ પૂર્વ નિર્ધારિત ડિફોલ્ટ એસએમએસ એપ્લિકેશનમાં ભરેલો હશે. આગળ વધવા માટે યૂઝરે એસબીઆઇ એકાઉન્ટ સાથે જોડાયેલા ફોન નંબરથી 30 સેકંડમાં એસએમએસ મોકલવો આવશ્યક છે. એસએમએસ મોકલવા માટે તમારા પ્લાન મુજબ ચાર્જ લાગુ થશે.

>> યૂઝરનું નામ અને પાસવર્ડ દાખલ કરીને રજીસ્ટ્રેશન સ્ક્રીન પર રજીસ્ટર બટન પર ક્લિક કરો.

>> ચેક બોક્સ પસંદ કરો અને નોંધણી માટેના નિયમો અને શરતો સ્વીકારવા માટે 'OK' બટન પર ક્લિક કરો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક એક્ટિવેશન કોડ મોકલવામાં આવશે.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

>> યૂઝરે એપ્લિકેશનમાં એક્ટીવેશન કોડ દાખલ કરીને એક્ટીવેશન પૂર્ણ કરવું પડશે.

>> યૂઝર હવે યોનો લાઇટ એપ્લિકેશનમાં લોગીન કરી શકશે.

SBIએ Yono એપના નવા ફીચર અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "SBI Yono તેની સુરક્ષા સુવિધાઓ વધારી રહ્યું છે. નવા અપગ્રેડથી યૂઝર માત્ર તે ફોનથી જ યોનો એસબીઆઈમાં લોગીન કરી શકશે, જે નંબર બેંકમાં નોંધાયેલો છે."

ખાતા ધારકોએ ફક્ત ત્યારે જ લોગીન કરવું જોઈએ, જ્યારે તેઓ બેંકમાં નોંધાવેલા મોબાઇલ ફોન નંબરનો ઉપયોગ કરી રહ્યા હોય. જો એસબીઆઈ યોનો ખાતા ધારકો કોઈ અલગ નંબર સાથે લોગીન કરવાનો પ્રયાસ કરશે, તો તેમને કોઈપણ ટ્રાન્જેક્શન કરવાની મંજૂરી નહીં મળે.

(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.)

First published: