Home /News /explained /Sardar Patel Jayanti: જ્યારે સરદાર પટેલે દુઃખી થઈને રાજીનામું આપ્યું ત્યારે નહેરુએ શું જવાબ આપ્યો?

Sardar Patel Jayanti: જ્યારે સરદાર પટેલે દુઃખી થઈને રાજીનામું આપ્યું ત્યારે નહેરુએ શું જવાબ આપ્યો?

જ્યારે સરદાર પટેલે દુઃખી થઈને રાજીનામું આપ્યું ત્યારે

આઝાદી બાદ કેટલીક એવી વાતો થઈ જેને લઈને વડાપ્રધાન નહેરુ (Jawaharlal Nehru) અને સરદાર પટેલ વચ્ચે મતભેદ ઊભા થયા. પછી કાશ્મીર મામલા ઉપર આ મતભેદ એટલો વધી ગયો કે પટેલે પોતાનું રાજીનામું નહેરુને મોકલી આપ્યું. જાણો શું હતો આખો મામલો...

15 ઓગસ્ટ 1947 બાદ સરદાર પટેલ (Sardar Patel) બહુ ઝડપથી દેશનું એકીકરણ કરી રહ્યા હતા. કાશ્મીરના મુદ્દા ઉપર પહેલા પટેલનું વલણ બહુ સક્રિય ન હતું, પણ પરંતુ આદિવાસી હુમલા બાદ તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ માટે ભરપૂર પ્રયાસ કર્યા, પરંતુ આ પ્રયાસો વચ્ચે ઘણી એવી બાબતો બની, જેનાથી તેઓ દુઃખી થયા અને તેમણે પત્ર સાથે પ્રધાન જવાહરલાલ નહેરુને પોતાનું રાજીનામું મોકલી આપ્યું. નહેરુએ, પણ તેનો તરત જ જવાબ આપ્યો.

ત્યારે સરદાર પટેલ દેશના નાયબ વડાપ્રધાન અને રાજ્યના ગૃહમંત્રી હતા. ડિસેમ્બર 1947માં, જ્યારે સરદાર પટેલ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા હતા, ત્યારે કેટલાક મુદ્દાઓને લઈને નહેરુએ પોતે કાશ્મીરના મામલામાં નિણર્ય લીધા. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી દ્વારા સરદાર પટેલ ઉપર લખાયેલા પુસ્તક ‘પટેલ એ લાઈફ’માં આ અંગે વિગતવાર લખવામાં આવ્યું છે.

નહેરુને લાગ્યું કે વિભાગ વિનાના મંત્રી ગોપાલ આયંગર કાશ્મીર વિશે વધુ સારી રીતે જાણે છે, તેથી તેમણે આયંગરને કાશ્મીરની બાબતો જોવાની અને તેની સીધી જાણ કરવાની જવાબદારી સોંપી. આયંગર બંધારણીય નિષ્ણાત હતા અને કાશ્મીરના દિવાન હતા. જ્યારે આયંગરે પોતાનો રિપોર્ટ સીધો નહેરુને મોકલવાનું શરૂ કર્યું, ત્યારે સરદાર પટેલને પહેલા આ વાત ન ગમી.

when sardar patel resigned this was nehrus reply

શું થયું હતું?

જ્યારે પટેલે આ અંગે સીધો આયંગર પાસેથી ખુલાસો માગ્યો ત્યારે નહેરુ ખૂબ નારાજ થઈ ગયા. તેમણે તરત જ કામની વહેંચણી કરી અને પટેલને પત્ર લખ્યો, કાશ્મીર સંબંધિત બાબતોનું ધ્યાન રાખવા માટે આયંગરને ખાસ કહેવામાં આવ્યું છે. તેમની પાસે કાશ્મીર વિશે ઊંડી જાણકારી અને અનુભવ છે, તેથી તેમને સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. તેમણે એમ પણ લખ્યું કે આયંગર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી.

આ પણ વાંચો: Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે

પટેલે પત્ર સાથે રાજીનામું મોકલ્યું

આના જવાબમાં પટેલે 23 ડિસેમ્બર 1947ના નહેરુને લખેલા એક પત્ર સાથે પોતાનું રાજીનામું મોકલી આપ્યું.

નહેરુ માટે પટેલનો પત્ર, 23 નવેમ્બર 1947

મને આજે એક વાગ્યે તમારો પત્ર મળ્યો છે અને તમને તાત્કાલિક જાણ કરવા આ પત્ર લખી રહ્યો છું. આ પત્રથી મને દુઃખ થયું છે. તમારા પત્રથી સ્પષ્ટ છે કે મારે સરકારમાં મંત્રી તરીકે રહેવું જોઈએ નહીં કે હું રહી શકું તેમ નથી, તેથી હું આ સાથે મારું રાજીનામું મોકલી રહ્યો છું. જ્યારે હું પદ ઉપર હતો, ત્યારે એ સમય અત્યંત તણાવભર્યો હતો અને તે સમયે તમે મારા પ્રત્યે જે વિવેક અને પ્રેમ દર્શાવ્યો એ માટે હું તમારો આભારી છું.

when sardar patel resigned this was nehrus reply

નહેરુનો જવાબી પત્ર

એ જ રાત્રે નહેરુનો જવાબી પત્ર તેમની પાસે પહોંચ્યો, મારા લખવાથી તમને દુઃખ થયું એનો મને ખેદ છે. જે પ્રકારની ઘટનાઓ બની, મારી અને તમારી વચ્ચે જે પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ એનાથી હું બહુ દુઃખી છું. આપણે એકબીજાનું ભલે ગમે તેટલું સન્માન કરીએ પણ એવું લાગે છે કે આપણા દ્રષ્ટિકોણમાં ઘણું અંતર છે. જો મારે વડાપ્રધાન તરીકે ટકી રહેવું હોય તો મારી સ્વતંત્રતા પર પ્રતિબંધ ન મૂકાવો જોઈએ અને મને નિર્દેશ આપવાની થોડી સ્વતંત્રતા હોવી જોઈએ. એના કરતાં હું નિવૃત્ત થઈ જઉં તે વધુ સારું છે. કમનસીબે, જો મને અથવા તમારે ભારત સરકાર છોડવી પડે તો આપણે ગૌરવ અને સદભાવ સાથે અલગ થઈશું. મારા સંદર્ભમાં તો મને રાજીનામું આપીને તમને લગામ સોંપવામાં આનંદ થશે.

પછી પટેલે આવો જવાબ આપ્યો

બીજા દિવસે બપોરે વલ્લભભાઈએ જવાબ આપ્યો. તમારા નિર્દેશ આપવાની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાની મારી કોઈ ઈચ્છા નથી અને અત્યા સુધી મેં એવું કર્યું પણ નથી. તમારા રાજીનામા કે કામ છોડવાનો સવાલ જ પેદા નથી થતો. હું તમારાથી સંપૂર્ણ સહેમત છું કે આપણે જે પણ નિર્ણય લઈશું, એ ગૌરવ અને સદભાવ સાથે લઈશું. હું કોઇપણ પરિસ્થિતિમાં તમારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ, પણ મને વિશ્વાસ છે કે હું નિરર્થક રીતે લાંબો સમય તમારી સાથે ચાલતો રહું એવું તમે પણ નહીં ઈચ્છો.

આ પણ વાંચો: હવે હરિફાઈ અંતરિક્ષમાં: જાણો જેફ બેઝોસની કંપની Blue originના નવા સ્પેસ સ્ટેશન વિશે

રાજીનામું આપ્યા બાદ પટેલે શું કર્યું?

આ પછી પટેલે દેશમાં એકીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે દેશના 40 રાજ્યોને ઓરિસ્સા અને મધ્ય પ્રાંતમાં ભેળવીને સમગ્ર ભારતમાં એકીકરણની પ્રક્રિયા શરૂ કરી. પછી કાઠિયાવાડના 222 રાજ્યોને જોડવાનું કામ શરૂ કર્યું. 23 ડિસેમ્બરે રાજીનામું અને પત્ર મોકલ્યા બાદ તેમણે અનેક યાત્રાઓ કરી. ઘણી જગ્યાએ ભાષણો આપ્યા.

પછી મહાત્મા ગાંધીએ શું નક્કી કર્યું?

હવે સરકારમાં કોણ રહેશે કે કોણ જશે, તે નિર્ણય મહાત્મા ગાંધીએ લેવાનો હતો. પટેલ જશે કે નહેરુ- તે નક્કી કરવાનું ગાંધી પર છોડી દેવામાં આવ્યું હતું. પટેલને લાગ્યું કે તેમને જ જવું પડશે. નહેરુ અને માઉન્ટબેટન પણ ઈચ્છતા હતા કે સરદાર પટેલ સરકાર માટે જરૂરી છે, તેથી તેમના માટે સરકારમાં રહેવું જરૂરી હતું. પછી મહાત્મા ગાંધીએ નક્કી કર્યું કે સરદાર પટેલ નહીં જાય, પણ નહેરુ અને પટેલ સાથે મળીને કામ કરશે.
First published:

Tags: Jawaharlal Nehru, Mahatma gandhi, Sardar Vallabhbhai Patel

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો