યોગ દિવસે ‘સંજીવની: અ શૉટ ઓફ લાઇફ’ અભિયાનનું ગાન લોન્ચ

સંજીવની રચશે ઇતિહાસ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા વિદ્વાનોએ રસીકરણના મહત્વ પર ભાર મૂકતા ફરી એકવાર કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જરૂરી છે. દેશ હજુ બીજા ચરણમાંથી બહાર આવી રહ્યો છે

 • Share this:
  પોતાની રીતે અનોખી પહેલ તરીકે, ભારતની સૌથી મોટી રસીકરણ જાગૃતિ કવાયત ‘સંજીવની: અ શૉટ ઓફ લાઇફ’ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અભિયાનનું ગાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આનંદ નરસિંહમના એન્કિરિંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં આ ગાન અભિયાનના એમ્બેસેડર સોનુ સૂદ અને ગાનના કમ્પોઝર શંકર મહાદેવન દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવ્યું હતું.

  ન્યૂ નોર્મલને અપનાવીને, આ લોન્ચિંગ આટલા મોટાપાયે યોજવામાં આવેલી ખૂબ જ પ્રેરણાદાયક વર્ચ્યુઅલ પહેલ હતી. ડિજિટલ માધ્યમથી યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં કમ્પોઝરો, ગીતકારો અને વિવિધ ક્ષેત્રના અન્ય અગ્રણી પ્રભાવશાળી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  Network18 ‘સંજીવની- અ શૉટ ઓફ લાઇફ’ Federal Bankની CSR પહેલ છે જેનો પ્રારંભ આ વર્ષે ‘વર્લ્ડ હેલ્થ ડે’ના રોજ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો ઉદ્દેશ કોવિડ-19 રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને દરેક ભારતીયનું રસીકરણ થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો આગળ ધપાવવાનો છે. આજદિન સુધીમાં, સંજીવની ગાડી દ્વારા નાસિક, ગુંતૂર, દક્ષિણ કન્નડ, અમૃતસર અને ઇન્દોરમાં લગભગ 1,00,000 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

  હવે, “જબ અપની બારી આયે ટિકા લગા” (જ્યારે તમારો વારો આવે ત્યારે રસી લગાવો)ની ધ્યાનકર્ષક ધૂન સાથેના આ અભિયાનના ગાન દ્વારા દરેક ભારતીયને રસીકરણ માટે આહ્વાન કરવામાં આવ્યું છે. શંકર મહાદેવને શિવમ મહાદેવન, સિદ્ધાર્થ મહાદેવન અને હર્ષદીપ કૌર સાથે મળીને કમ્પોઝ કરેલા આ ગાનના ગીતકાર તનિસ્ખ નાબર છે.

  આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા વિદ્વાનોએ રસીકરણના મહત્વ પર ભાર મૂકતા ફરી એકવાર કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જરૂરી છે. દેશ હજુ બીજા ચરણમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજા ચરણનો સામનો કરવા માટે તૈયારીઓ કરી રહ્યો છે તેથી, આ મહામારી સામે લડવા માટે સામૂહિક રસીકરણ એકમાત્ર શસ્ત્ર હોવાથી દરેક વ્યક્તિએ આ અંગે સમાન સૂર પુરાવ્યો હતો.

  ‘ગાન’
  વિવિધ પહેલ દ્વારા વિશાળ જનસમુદાયને રસીકરણ માટે પ્રોત્સાહિત કરીને ‘સંજીવની’ કોવિડ-19થી આગળના સામાન્ય જીવનની આશાને વધુ બળવાન બનાવે છે. પ્રસંગોચિત શબ્દો અને આકર્ષક ધૂન સાથે, અભિયાનનું ગાન ચોક્કસપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થશે. તેનું સંગીત તુરત જ સૌનું ધ્યાન ખેંચશે અને લોકો આ ગાન દ્વારા આપવામાં આવી રહેલા સંદેશાને ધ્યાનથી સાંભળશે. વર્તમાન સમયના અનિશ્ચિતતા ભર્યા માહોલમાં આ મેલોડી લોકોને આનંદિત કરશે અને રસી લેવા માટે સૌને સકારાત્મક પ્રેરણા આપશે.
  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ગાનનું લોન્ચિંગ’

  આ ગાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે કારણ કે, યોગ અને રસી બંને નિવારાત્મક સંભાળનું પ્રતિક છે. જે પ્રકારે યોગથી સર્વાંગી આરોગ્ય વધતું હોવાનું માનવામાં આવે છે તેવી જ રીતે વર્તમાન સમયમાં રસીકરણ પણ આરોગ્ય અને સુખાકારી સાથે સંબંધ ધરાવે છે.

  જે પ્રકારે યોગ એક વૈશ્વિક ઘટના બની ગયા છે તેવી જ રીતે, ‘સંજીવની’ પણ સમગ્ર દેશનું ધ્યાન ખેંચવાનું લક્ષ્ય રાખે છે. જ્યાં સુધી દરેક વ્યક્તિ સલામત ના હોય ત્યાં સુધી એકપણ વ્યક્તિ સલામત નથી તેવું લોકોને યાદ અપાવવા માટે, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા ગાન દ્વારા દેશમાં દરેક નાકા અને ખૂણા સુધી પહોંચવાનો આ પ્રયાસ છે. આ ગાન, કોવિડ-19ને નાબૂદ કરવા માટે રસી એકમાત્ર ઉકેલ છે તેવો સંદેશો લોકોમાં ફેલાવવા માટેના અભિયાનનો અવાજ છે. સૌના રસીકરણ દ્વારા, આ અભિયાનથી દરેક વ્યક્તિને જાદુઇ ‘સંજીવની’ એટલે કે જીવનરક્ષક રસી મળશે. #TikaLagayaKya
  Published by:Margi Pandya
  First published: