Home /News /explained /Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘બંકર’ પણ ચર્ચામાં, જાણો કેટલા સુરક્ષિત હોય છે, કેવી રીતે બને છે
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘બંકર’ પણ ચર્ચામાં, જાણો કેટલા સુરક્ષિત હોય છે, કેવી રીતે બને છે
જમીનની નીચે સેના દ્વારા બનાવવામાં આવેલ આરામદાયક બંકર.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બંને દેશોના લોકો બંકરમાં આશ્રય લઈ રહ્યા છે. પુતિને તો પોતાના પરિવારની સુરક્ષા માટે તેમને એવા બંકરમાં મોકલી દીધા છે, જ્યાં તેઓ ન્યુક્લિયર હુમલા સામે પણ સુરક્ષિત છે. જાણીએ શું હોય છે બંકર અને તે કેવી રીતે બને છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ દરમિયાન બંકરનો ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે કે કેવી રીતે બંને દેશોએ પોતાના લોકો માટે બંકર્સ બનાવ્યા છે. તેમાં લોકો હુમલાથી બચવા માટે શરણ લઈ રહ્યા છે. સામાન્ય રીતે બંકર્સ જમીનની નીચે બનાવવામાં આવે છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ પોતના પરિવારના લોકોને સાઇબેરિયાના ન્યુક્લિયર બંકર્સમાં મોકલી દીધા છે, જેના પર પરમાણુ હુમલાની પણ અસર નથી થતી.
થોડા વર્ષો પહેલા જમ્મુ કાશ્મીરમાં પણ સરકારે બોર્ડર પાસે રહેતી સામાન્ય પ્રજા માટે 14,000 બંકર્સ બનાવવાની જાહેરાત કરી હતી. ભારતમાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં છૂટાછવાયા બંકરો બનાવવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે દરેક દેશમાં બંકરો બનાવવામાં આવે છે અને યુદ્ધ કે હુમલાના કિસ્સામાં તે ઘણાં ઉપયોગી થાય છે.
યુક્રેનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ બંકરમાં આશ્રય લીધો હોવાના સમાચાર છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારે પણ પોતાને બંકરમાં સુરક્ષિત રાખ્યા છે.
લશ્કરી માળખા વાળી છૂપવા માટેની જગ્યાને બંકર કહેવામાં આવે છે. બંકર સામાન્ય રીતે સરહદો અને વ્યૂહાત્મક સ્થળોએ જોવા મળે છે. કેટલીકવાર મહત્વપૂર્ણ નેતાઓ અને રાષ્ટ્રપ્રમુખોના નિવાસસ્થાનમાં બંકર જેવી વ્યવસ્થા બનાવવામાં આવે છે. તે દુશ્મનોના હુમલાથી દેશના રક્ષણ અને મોરચાબંધી તરીકે કામ કરે છે.
બંકર યુદ્ધ, કુદરતી આફતો, રસાયણો અને રેડિએશન જેવા જોખમોનો સામનો કરવામાં અસરકારક સાબિત થાય છે. યુરોપિયન દેશોમાં પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મોટા પાયે બંકરો બનાવવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે ફાઈટર પ્લેન આકાશમાંથી બોમ્બ વરસાવી રહ્યા હતા. ત્યારે આ બંકર્સ એક સુરક્ષા કવચ બન્યા.
બંકરો કેવી રીતે બનાવવામાં આવે છે?
વાસ્તવમાં બંકર જમીનની નીચે બનેલું ઘર જ છે. તેની દીવાલ કેટલાક ફૂટ જાડા કોંક્રીટ અથવા કેટલાક ઇંચ જાડા લોખંડના પડથી બનેલી છે. આ વિવિધ આકાર પ્રકારના હોય છે. મોટા નેતાઓ અને રાષ્ટ્રપ્રમુખો માટે જે બંકરો બનાવવામાં આવે છે, તેમાં તમામ સુખ સુવિધાઓ અને રહેવા માટે પૂરતી જગ્યા હોય છે, પરંતુ એક કે બે લોકોને રહેવા લાયક બંકરોને ક્યુઝ્ડ કહેવામાં આવે છે.
અલ્બેનિયામાં બંકરની ભરમાર
દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં બંકરોની ભરમાર છે. અહીં ડગલે ને પગલે બંકરો જોવા મળે છે. આ દેશનું નામ અલ્બેનિયા છે. આમ તો યુરોપિયન દેશોમાં પણ મોટા પાયે બંકરો છે. જર્મની અને સોવિયત સંઘમાં તે મોટી સંખ્યામાં છે. રશિયાએ સાઇબિરીયામાં ખૂબ જ સુરક્ષિત અને લક્ઝરી બંકર બનાવ્યા છે.
આ બંકર ફક્ત ભારત જ નહીં, આખી દુનિયાની સેનાઓ બનાવે છે. એક રીતે આ બંકર સૈનિકોના ટેમ્પરરી ઘર જ હોય છે.
ભારતમાં બંકર કેવી રીતે બનાવવામાં આવે છે
બંકર બનાવવામાં સામાન્ય રીતે પ્રી- કાસ્ટ કન્સ્ટ્રક્શન મેથડોલોજીનો ઉપયોગ થાય છે. પ્રી-કાસ્ટ ટેકનિકમાં, જમીનની ઉપર જ લોખંડના મોલ્ડની વચ્ચે કોંક્રિટ ભરવામાં આવે છે. આ રીતે ફેક્ટરીઓમાં દીવાલો અને છત તૈયાર કરવામાં આવે છે અને તેને જમીનની નીચે ફીટ કરવામાં આવે છે.
પ્રી-કાસ્ટ કન્સ્ટ્રક્શન પદ્ધતિના ઘણા ફાયદા છે.
બંકર બનાવતી વખતે તેની મજબૂતી અને તેનાથી મળતી સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તે પણ જરૂરી છે કે જમીનની નીચે ફીટ કરવામાં આવેલી આ દીવાલો અને છત ઉપરના દબાણને સહન કરતા પાણી, જંતુઓ અને જાસૂસોથી સુરક્ષિત રાખે.
પ્રી-કાસ્ટ કન્સ્ટ્રક્શન પદ્ધતિના ઘણા ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે તેમાંથી બનેલા બંકર ખૂબ જ ઝડપથી બની જાય છે. આ રીતે બંકર બનાવવામાં સરેરાશ 2થી 3 દિવસ લાગે છે. આ રીતે આ તમામ બંકરો એક વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા હોય છે.
બંકર જમીનની નીચે એક ઘર જેવું છે. જમીનની નીચે હોવાને કારણે તેમાં વેન્ટિલેશન હોવું ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમાં વીજળી, પાણી, ભોજનની સુવિધા પણ હોય છે. આર્મીના લોકો તેમના રહેવાના સમયગાળા અનુસાર ત્યાં ભોજન લઈ જાય છે.
મોટાભાગના બંકરોમાં હવા માટે બ્લાસ્ટ વાલ્વ લગાવવામાં આવે છે. આ વાલ્વ જાળિયા તરીકે કામ કરે છે અને આસપાસ ક્યાંક વિસ્ફોટ થાય તો આપોઆપ બંધ થઈ જાય છે. આ સાથે, લાઈટ કનેક્શન અને પાણી ગરમ કરવા માટે સ્ટોવ પણ છે. જમ્મુ-કાશ્મીરમાં આ બંકરો ઇમરજન્સી માટે બનાવવામાં આવી રહ્યા છે. એટલા માટે લોકોની સુરક્ષાની સાથે પાયાની સુવિધાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.
કેટલા દિવસ રહેવાની સગવડ હોય છે?
સરહદ પર બનેલા બંકરો બોર્ડરથી 1, 2 અને 3 કિલોમીટરના અંતરે હોય છે. કટોકટીની સ્થિતિમાં વ્યક્તિએ ત્યાં અનિશ્ચિત સમય સુધી રહેવું પડી શકે છે. એટલા માટે આ બંકરો લાંબા સમય સુધી સુરક્ષિત રહેવાના હિસાબે બનાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર