Home /News /explained /

Russia Ukraine War: જર્મનીમાં વધી રહેલા તેલના ભાવનું કારણ શું? તેનો ફાયદો કોને થઈ રહ્યો છે?

Russia Ukraine War: જર્મનીમાં વધી રહેલા તેલના ભાવનું કારણ શું? તેનો ફાયદો કોને થઈ રહ્યો છે?

ક્રૂડ ઓઈલના ઘટતા ભાવની અસર જર્મનીમાં જોવા ન મળે તે આશ્ચર્યજનક છે. (Image- Wikimedia Commons)

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની સૌથી વધારે અસર યુરોપ (Europe)માં તેલ અને પ્રાકૃતિક ગેસના સપ્લાય પર પડી છે. તેનાથી જર્મની (Germany)માં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો, પરંતુ તાજેતરમાં જ કાચા તેલની કિંમતોમાં ફરી ઘટાડો થયો છે. તો પણ જર્મનીમાં તેની અસર નથી જોવા મળી રહી. આવું શા માટે થઈ રહ્યું છે તે એક સવાલ છે.

વધુ જુઓ ...
  Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) શરૂ થતાં પહેલા જ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ (Oil Prices)માં તેજી આવવા લાગી હતી. પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદવાની વાત કરવા લાગ્યા હતા અને તેની સીધી અસર યુરોપમાં તેલ અને ગેસના પુરવઠા પર થવાનું નિશ્ચિત માનવામાં આવ્યું હતું. અને પછી એવું જ થયું. યુદ્ધ શરુ થયા બાદ પ્રતિબંધોની રમત પણ શરુ થઈ. ધાર્યા પ્રમાણે રશિયાથી યુરોપમાં તેલ અને ગેસના સપ્લાયને અસર થઈ અને કિંમતો વધવા લાગી. આમાં જર્મની (Germany) સૌથી વધુ પ્રભાવિત થયું કારણ કે જર્મની રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે.

  અનિશ્ચિતતા કઈ વાતની છે

  જર્મનીના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને પેટ્રોલના પ્રતિ લિટર 2.13 યુરો અને ડીઝલ પર 2.25 યુરો પ્રતિ લિટર ચૂકવવા પડી રહ્યા છે. સરકારી સબસિડી આપ્યા પછી પણ આવું થઈ રહ્યું છે. DUના રિપોર્ટમાં કીલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વર્લ્ડ ઈકોનોમીના જેન્સ બોયસેન-હોગ્રેફે કહ્યું કે આગામી કેટલાક દિવસો અને અઠવાડિયા સુધી તેલની ઉપલબ્ધ માત્રા અંગે અનિશ્ચિતતા છે.

  આ પણ વાંચો: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા થયું યુક્રેનથી નારાજ, યુદ્ધ સુધી પહોંચી ગયા બે દેશો

  કિંમતોમાં વધઘટ

  જેન્સનું કહેવું છે કે આ જ કારણ છે કે સપ્લાયર્સ હવે ઊંચા ભાવે તેલ જમા કરવા પર મજબૂર છે. આ જ કારણથી તેલની કિંમતો વધી રહી છે, તેમ છતાં એવું લાગે છે કે કંઈક ગડબડ છે. યુદ્ધની શરૂઆત પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 85 યુરો હતી અને તેના એક સપ્તાહ બાદ તે 115 યુરો સુધી પહોંચી ગઈ. 17 માર્ચે બેરલની કિંમત 96 યુરો હતી. એટલે કે યુદ્ધ પહેલા લિટરની દ્રષ્ટિએ માત્ર 0.003 યુરોનો તફાવત રહી ગયો હતો.

  રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સૌથી વધુ નુકસાન યુરોપ ભોગવી રહ્યું છે. (પ્રતિકાત્મક ફોટો- shutterstock)


  ભાવમાં આ તફાવતનો કોયડો

  આ વચ્ચે તેલના ભાવ પેટ્રોલ અને ગેસ પંપો સુધી ઝટકો આપતા રહ્યા જ્યાં ડીઝલ 2.25 યુરો પ્રતિ લિટર રહ્યું, જે એક સપ્તાહ પહેલાથી 0.55 યુરો વધુ હતું. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે આ ગણિતમાં આટલી ગડબડ કેવી રીતે થઈ છે અને ક્રૂડ ઓઈલ અને પંપોના ભાવ વચ્ચેના તફાવતના પૈસા કોની પાસે જાય છે.

  પૈસા કઈ રીતે વહેંચાય છે

  વાહન ચાલક પેટ્રોલ, ડીઝલ કે ગેસ માટે જે પૈસા ચૂકવે છે, તે ઘણા લોકોમાં વહેંચાય છે. જેમાં ઓઈલ કંપનીઓ, સપ્લાયર, રિફાઈનરી, ગેસ પંપ અને દેશની સરકાર સામેલ છે. ઉત્પાદનની વાસ્તવિક કિંમત વેચાણ કિંમતની માત્ર અડધી હોય છે. આમાં ક્રૂડ ઓઈલ મેળવવા સાથે તેલનો પરિવહન ખર્ચ અને આગળની પ્રક્રિયા, ઘટાડા, વહીવટ અને વિતરણના ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત CO2ના ટેક્સ સાથે કંપનીઓનો નફો પણ સામેલ હોય છે.

  આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘બંકર’ પણ ચર્ચામાં, જાણો કેટલા સુરક્ષિત હોય છે, કેવી રીતે બને છે

  અને સરકારી ટેક્સ?

  આ ઉપરાંત સરકારી ટેક્સનો પણ એક ભાગ હોય છે. જર્મનીમાં તેલના બિલમાં ડીઝલનો હિસ્સો 39 ટકા અને પેટ્રોલનો 48 ટકા છે, પરંતુ ઉંચા ભાવનો લાભ સરકારને ગયો હોવાની શક્યતા ઓછી છે. આ એટલા માટે છે કારણ કે ઊર્જા કરનો દર નિશ્ચિત છે અને તેલના ભાવમાં વધઘટ સાથે તે બદલાતો નથી. ડીઝલ માટે તે 47.04 સેન્ટ્સ પ્રતિ લિટર અને પેટ્રોલ માટે 6545 સેન્ટ્સ પ્રતિ લિટર છે.

  પંપ માલિકની સ્થિતિ

  પેટ્રોલ પંપ માલિકોને આ વધેલા ભાવથી ફાયદો થતો હશે કે કેમ તેમાં શંકા છે. બોયસેન હોગ્રેફ કહે છે કે માર્જિન વધારે નથી થતું. ઊલટું તેઓ ઓછું તેલ વેંચી શકે છે, તેથી પંપ માલિકોને વધેલા ભાવનો લાભ મળતો નથી. તો જર્મની પોતાની જરૂરિયાતનું બધું ક્રૂડ ઓઈલ અને તૈયાર ડીઝલના 41 ટકા આયાત કરે છે. તો શું આ બધાથી રશિયા (Russia)ને ફાયદો થાય છે?

  vladimir putin
  રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વમાં તેલની વધતી કિંમતોનો ફાયદો રશિયાને નથી મળી રહ્યો. (પ્રતિકાત્મક ફોટો- shutterstock)


  એ વાત પણ સાચી છે કે વધેલા ભાવો માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પણ જવાબદાર છે, પરંતુ વધતા ભાવનો લાભ રશિયાને મળે તેવી શક્યતા નથી કારણ કે ખરીદેલા તેલની કિંમત શું હશે તે કરાર સમયે જ નક્કી થઈ જાય છે. આવી સ્થિતિમાં માત્ર રિફાઈનરી જ બચે છે. આમ તો જર્મન સરકારે રિફાઇનરીની ભૂમિકા અંગે તપાસનો આદેશ આપ્યો છે. પરંતુ ઈંધણના ભાવમાં વધારા માટે અન્ય કારણો પણ હોઈ શકે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Germany, Price Hike, Russia ukraine war

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन