Home /News /explained /Russia Ukraine War: યુક્રેનમાં હવે શું હોઈ શકે છે પુતિનનો Plan B?

Russia Ukraine War: યુક્રેનમાં હવે શું હોઈ શકે છે પુતિનનો Plan B?

વ્લાદિમીર પુતિન (Image- shutterstock)

Russia Ukraine War: રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) સાથે યુદ્ધમાં હાલમાં જ પોતાની વ્યૂહરચના બદલી છે. આ પરિવર્તનને એક બાજુ યુક્રેનની જીત અને રશિયાની નિષ્ફળતા કહેવામાં આવી રહી છે. તો બીજી તરફ તેને રશિયાની જ ચાલ માનવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
  Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના 50 દિવસ પૂરા થવા પર છે. 40 દિવસથી વધારે સમય પસાર થયો, ત્યારબાદ રશિયાએ પોતાની રણનીતિ બદલવાનું (Strategy Change of Russia)નું નક્કી કર્યું અને પોતાનું ધ્યાન ઉત્તરની બદલે પૂર્વ તરફ કેન્દ્રિત કર્યું. તેથી રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ (Kyiv)થી પાછળ હટી ગઈ. સવાલ એ છે કે, શું રશિયાની રણનીતિ નિષ્ફળ જઈ રહી હતી કે તેને એવું પલગું ભરવું પડ્યું કે પછી તેને આના કરતાં સારો રસ્તો મળી ગયો છે, જેને અમલમાં મૂકતા તે સફળ થઈ જશે. અત્યાર સધી પશ્ચિમના નિષ્ણાતો યુક્રેનને સફળ જણાવી રહ્યા છે કે તે રશિયાને રોકવામાં સફળ ગયું છે.

  કીવ છોડવાનો નિર્ણય

  ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધ લંબાવાનું છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયન સેનાનો ટટ્ટાર રહીને સામનો કર્યો છે અને તેના કારણે રશિયાને યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવવાની વ્યૂહરચના બદલવી પડી હતી. હવે રશિયા પ્લાન B પર કામ કરી રહ્યું છે, જેના કારણે તે ઉત્તર કરતાં પૂર્વમાં વધુ ભાર આપી રહ્યું છે.

  રશિયાએ આવું કેમ કર્યું?

  રશિયાએ શા માટે આ પગલું ભર્યું તેના વિશે પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે રશિયા ડોનબાસમાં તેના પુરવઠામાં સુધારો કરીને પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનપીઆર રિપોર્ટ અનુસાર ડોનબાસમાં પહેલાથી જ લડાઈ ચાલી રહી છે અને રશિયાએ કોઈ નવું ઓપરેશન શરૂ કર્યું નથી.

  આ પણ વાંચો: પોતાનો કાર્યકાળ તો પૂર્ણ ન કરી શક્યા, પણ જતા -જતા આ રસપ્રદ ઇતિહાસ બનાવી ગયા ઇમરાન ખાન

  યુક્રેનની ઉપલ્બધિ

  યુક્રેન માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે રશિયન સેના યુક્રેનિયનોનું મનોબળ તોડવામાં નિષ્ફળ રહી છે. લોકો તેમના દેશની રક્ષા માટે અડિખમ છે. આ સિવાય યુક્રેનિયનોને ઘરે રહેવાનો લાભ મળી રહ્યો છે. જ્યારે રશિયનોએ ખોરાક, બળતણ અને અન્ય જરૂરિયાતો જેવી દરેક વસ્તુ સાથે લાવવાની હોય છે. આ સિવાય જ્યાં રશિયન સૈનિકો ઠંડીમાં બહાર રહેવા મજબૂર છે, ત્યાં યુક્રેનિયનો તેમના ઘરમાં છે.

  અને રશિયાને શું મળશે

  બીજી બાજુ રશિયાને પોતાની સરહદની નજીક જઈને વધુ મજબૂત થવાની તક મળશે. તેમની સપ્લાય સિસ્ટમ સારી થશે અને તેઓ ફરી સંગઠિત થઈ શક્શે. તેમ છતાં અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યુટના કોરી શેક માને છે કે યુક્રેનિયનોને હજુ પણ ફાયદો થશે. તેઓ તેમના શહેરોની દરેક ગલીથી વાકેફ છે. રશિયનોને વિદેશી હોવાનો ગેરલાભ હશે.

  અને એક વાત આ પણ

  આ યુદ્ધમાં એક મોટી હકીકત એ છે કે રશિયાએ હજુ સુધી કોઈ શહેર કબ્જે કર્યું નથી. રશિયનો શહેરોની બહારથી લડી રહ્યા છે. પ્રથમ તબક્કામાં પણ તેઓ લાંબા સમય સુધી કીવથી 10 માઈલ દૂર હતા. કીવમાંથી ખસી ગયા બાદ રશિયન સૈન્ય ઉત્તરમાં બેલારુસ સરહદ તરફ જઈ રહ્યું છે, જે તેમને પુરવઠો અને અન્ય સહાય પૂરી પાડશે અને તેઓ પૂર્વી યુક્રેન તરફ પણ જઈ શકે છે. આમાં યુક્રેનને તેના દેશના ભાગો સુધી પહોંચવામાં ફાયદો મળશે, જ્યારે રશિયનોને ઘણું ફરીને જવું પડશે.

  આ પણ વાંચો: ચંદ્રના આ સેમ્પલ્સની થશે હરાજી, નીલ આર્મસ્ટ્રોંગે પહેલા મિશન પર કર્યા હતા કલેક્ટ

  એક ફાયદાકારક પરિવર્તન

  હુમલાની શરૂઆતથી જ રશિયા પાસે ઉત્તરપૂર્વ અને દક્ષિણમાં એક પણ કમાન્ડર ન હતો. પશ્ચિમી દેશોનું કહેવું છે કે હવે રશિયાએ જનરલ એલેક્ઝાંડર ડ્વોર્નિકોવને સંપૂર્ણ કમાન્ડ આપી દીધી છે. તે મારિયુપોલ સહિત દક્ષિણી પ્રદેશમાં યુદ્ધ જોઈ રહ્યો હતો. ડ્વોરનિકોવ અગાઉ સીરિયન યુદ્ધમાં રશિયન દળોના કમાન્ડર હતા. વિશ્લેષકોનું કહેવું છે કે આનાથી રશિયાને મોટો ફાયદો થશે.

  નવા તબક્કામાં વધુ ગોળીબાર અને બોમ્બ ધડાકા જોવા મળી શકે છે. યુક્રેનને પ્રથમ તબક્કામાં સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું હતું, તેમાં તેઓ અમેરિકા પાસેથી મળેલા હથિયારોથી છૂપાઈને હુમલો કરી રહ્યા હતા. યુક્રેનને હજુ પણ ભારે શસ્ત્રોની જરૂર છે જેની તેઓ માંગ કરી રહ્યા છે. અત્યારે યુદ્ધમાં એ વધારે મહત્વનું બની ગયું છે કે કોણ લાંબો સમય ટકે છે. આવી સ્થિતિમાં કીવમાંથી પીછેહઠ પણ રશિયા માટે વધુ સારી સાબિત થઈ શકે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Know about, Russia, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine war, Vladimir putin, World News in gujarati, જ્ઞાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन