Home /News /explained /Russia Ukraine War: કેટલા ખતરનાક હોય છે રાસાયણિક હથિયાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં તેની શું અસર થશે?

Russia Ukraine War: કેટલા ખતરનાક હોય છે રાસાયણિક હથિયાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં તેની શું અસર થશે?

રાસાયણિક હથિયાર રશિયા-યુક્રેન યુદ્ધને વધુ ખતરનાક બનાવી શકે છે. (Image- Wikimedia Commons)

Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધના એક મહિના બાદ હવે તેમાં રાસાયણિક હથિયાર (Chemical Weapons)ના ઉપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે. રાસાયણિક હથિયારોનો ઉપયોગ આ યુદ્ધને એક નવી ભયાવહ દિશા આપી શકે છે.

  Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં હવે રાસાયણિક હથિયારોના ઉપયોગ (Use of Chemical Weapons)ની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હથિયારોનો ઉલ્લેખ થવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અગાઉ કહ્યું હતું કે, યુક્રેન પાસે જૈવિક અને રાસાયણિક શસ્ત્રો હોવાનો રશિયાનો આરોપ સૂચવે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ભવિષ્યમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ નિવેદનથી વિશ્વમાં રાસાયણિક હથિયારો અંગે ચિંતા વધી છે. આખરે રાસાયણિક શસ્ત્રો અંગે વધુ આશંકાઓ શા માટે છે? શું આ પરમાણુ શસ્ત્રો જેવા ખતરનાક અને વિનાશક છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  આ ઘટનાએ વધારી ચિંતા

  ચાર દિવસ પહેલા જ્યારે રશિયાએ યુક્રેનની સીમામાં સોમિખીમપ્રોમ કેમિકલ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો હતો, ત્યારે તેમાંથી એમોનિયા ગેસ લીક થવા લાગ્યો અને લોકોને તેમના ઘરોમાં રહેવાની ફરજ પડી હતી. નિષ્ણાતો માને છે કે રશિયન દળો એક મોટી વ્યૂહરચના તરીકે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે જેને યુક્રેનમાં પ્રવેશવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો છે.

  આ પણ વાંચો: એ પરમાણુ વિસ્ફોટ જે હિરોશિમા-નાગાસાકી કરતાં પણ ખતરનાક હતા!

  બંને પક્ષોની આશંકા

  એક તરફ જો બાઇડન કહે છે કે રશિયા યુક્રેનમાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રો હોવાની વાત કરી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે રશિયા તેનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. પુતિન પહેલા પણ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી ચૂક્યા છે. બીજી બાજુ, રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે યુક્રેન પોતે જ પોતાના લોકો પર રાસાયણિક હથિયારોથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે જેથી રશિયા પર આ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી શકાય.

  russia ukraine war
  રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને એક મહિનો થઈ ગયો છે. (પ્રતિકાત્મક ફોટો- shutterstock)


  રાસાયણિક હથિયાર શું હોય છે?

  આમ તો તમામ શસ્ત્રોમાં રસાયણ હોય છે. તેમાં બંદૂકની ગોળીમાં વપરાતા ગન પાવડરનો પણ સમાવેશ થાય છે, પરંતુ રાસાયણિક શસ્ત્રો એ ખાસ પ્રકારના શસ્ત્રો છે જેમાં ઝેરી ગુણધર્મો ધરાવતા ગેસ અને પ્રવાહી પદાર્થોનું મિશ્રણ હોય છે. તે મનુષ્યો સહિત પ્રાણીઓ અને અન્ય જીવો માટે પણ ઘાતક બની શકે છે.

  ડિઝાઇન અને ઉદ્દેશ

  રાસાયણિક હથિયારો પર પ્રતંબિધ માટે રચાયેલી સંસ્થા ઓપીસીડબલ્યૂ અનુસાર લડાઈના સામાન, સાધનો તથા અન્ય સામગ્રી, જે ખાસ કરીને ઝેરીલા રસાયણને હથિયારબદ્ધ કરીને ડિઝાઈન કરવામાં આવે છે, તે રાસાયણિક હથિયારની પરિભાષામાં આવે છે. સોમીખિમપ્રોમથી લીક થયેલો એમોનિયા રાસાયણિક હથિયારોની અસર આપતું હતું.

  આ પણ વાંચો: Russia Ukraine War- જર્મનીમાં વધી રહેલા તેલના ભાવનું ગણિત શું? તેનો ફાયદો કોને થઈ રહ્યો છે?

  શું એમોનિયા પણ હોય છે રાસાયણિક હથિયાર?

  સોમીખિમપ્રોમ પ્લાન્ટમાં એમોનિયા ખૂબ જ કાટરોધક હોય છે. તેના વધુ પડતા ફેલાવાને કારણે લોકોને જોવામાં સમસ્યા, ફેફસાંને નુકસાન અને ક્યારેક મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. એમોનિયા એ રાસાયણિક શસ્ત્ર તો નથી, પરંતુ તેનો ઇરાદાપૂર્વક સંક્રમણ અથવા અનિયંત્રિત ફેલાવો રાસાયણિક હથિયારની જ અસર આપી શકે છે.

  joe biden russia ukraine war
  અમેરિકા અને નાટો પણ રશિયા પર રાસાયણિક હુમલાની તૈયારીનો આરોપ લગાવી રહ્યા છે. (Image- Wikimedia Commons)


  સૌથી પહેલા તેનો ઉપયોગ ક્યારે થયો હતો

  રાસાયણિક શસ્ત્રોનો સૌ પ્રથમ ઉપયોગ પહેલા વિશ્વયુદ્ધમાં કરવામાં આવ્યો હતો, જેમાં ક્લોરિન, ગૂંગળામણ કરનાર ફોસજીન અને ચામડીમાં બળતરા કરનારા મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું હતું. તે સમયે એક લાખ લોકો તેનાથી માર્યા ગયા હતા. શીતયુદ્ધમાં આ હથિયાર વધુ ખતરનાક બની ગયા અને અત્યાર સુધીમાં લાખો લોકો તેના દ્વારા માર્યા ગયા છે.

  રશિયા છે આમાં એક્સપર્ટ

  અહીં નોંધનીય છે કે રશિયા રાસાયણિક હથિયારોનો સૌથી મોટો નિષ્ણાત છે. આ પહેલા પણ રશિયા પર રાસાયણિક હથિયારોનો તીવ્ર ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. સીરિયાના યુદ્ધમાં પણ તેનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે. આરોપ છે કે રશિયાએ ઘણી વખત પોતાના ડબલ એજન્ટને આ હથિયારોથી મારી નાખ્યા છે.

  તેમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ વિનાશક સાબિત થશે. અમેરિકા અને નાટો રાસાયણિક હથિયારોના ઉપયોગ અંગે રશિયાને સતત ચેતવણી આપી રહ્યા છે. અત્યારે રશિયન સૈનિકો ધીમે ધીમે કીવ તરફ આગળ વધી રહ્યા છે. હાલ આ યુદ્ધના અંતની કોઈ કોઈ આશા નથી જોવા મળી રહી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Russia ukrain crisis, Russia ukraine news, Russia ukraine war, USA

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन