Home /News /explained /Russia Ukraine War: શું રશિયા યુક્રેન યુદ્ધ મધ્ય-પૂર્વ દેશોની સૌર ઊર્જા માટે મુસીબત બની રહ્યું છે?

Russia Ukraine War: શું રશિયા યુક્રેન યુદ્ધ મધ્ય-પૂર્વ દેશોની સૌર ઊર્જા માટે મુસીબત બની રહ્યું છે?

તેલ ઉત્પાદક હોવા છતાં મધ્ય પૂર્વમાં ઘણા દેશો સૌર ઊર્જા પર ઝડપથી કામ કરી રહ્યા છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે વિશ્વમાં સૌર ઊર્જા (Solar Energy) પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પશ્ચિમ એશિયા અને ઉત્તર પૂર્વ આફ્રિકા (Middle East Countries)ના દેશો પણ સામેલ છે. જ્યાં અશ્મિભૂત ઇંધણ ઉપલબ્ધ થયા બાદ સૌર ઉર્જા તરફ જઈ રહ્યા છે.

વધુ જુઓ ...
  Russia Ukraine War: રિન્યુએબલ એનર્જી (Renewable Energy)નું ભવિષ્ય પહેલાથી જ નક્કી હતું તેમાં કોઈ શંકા નથી, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધે (Russia Ukraine War) માત્ર તેની પુષ્ટિ કરી નથી, બલ્કે તેના પર ઝડપથી કામ કરવાની જરૂરિયાત પણ ઊભી કરી છે. આ યુદ્ધને કારણે રશિયા પર તેલ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેલ અને ગેસ માટે રશિયા પર નિર્ભર હોવાના કારણે યુરોપને મુશ્કેલી પડી રહી છે. યુરોપ સહિત વિશ્વના બાકીના દેશોએ પણ પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. મધ્ય પૂર્વમાં સૌર ઊર્જાની ઘણી સંભાવનાઓ છે, પરંતુ અન્ય સમસ્યાઓ ઉપરાંત આ યુદ્ધના કારણે પણ ઘણા દેશોને આ દિશામાં આગળ વધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  પુનઃપ્રાપ્ય ઊર્જાનું વધતું મહત્વ

  તાજેતરમાં યુદ્ધના કારણે ઊર્જા સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે. આવી સ્થિતિમાં પવન અને હાઇડ્રોપાવર ઊર્જા સ્ત્રોતોને મહત્વ આપવામાં આવે છે, જે પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ સસ્ટેનેબલ છે. મધ્ય પૂર્વમાં સૌર ઊર્જાની ઘણી સંભાવનાઓ છે. વર્તમાન પરિસ્થિતિએ ઘણા દેશો પર વીજળીનું ઉત્પાદન કરવાનું દબાણ વધાર્યું છે જ્યાં વીજળીનું ઉત્પાદન અશ્મિભૂત ઊર્જા પર આધારિત છે.

  આ પણ વાંચો: કીવમાં 900થી વધુ લાશ મળવાથી હાહાકાર, મારિયુપોલમાં 21 હજાર લોકોનાં મોત

  મધ્ય પૂર્વના દેશોએ મૂક્યો સૌર ઊર્જા પર ભાર

  મધ્ય પૂર્વના દેશોમાં સૂર્યપ્રકાશ ખૂબ મોટી માત્રામાં આવે છે. તેમ છતાં માથાદીઠ સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં મધ્ય પૂર્વના મોટાભાગના દેશો યુરોપની નજીક પણ નથી. એવું પણ નથી કે યુરોપ પાસે અશ્મિભૂત ઇંધણના પોતાના સ્ત્રોત નથી. જ્યારે મધ્ય પૂર્વમાં અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને તેલનો નોંધપાત્ર ભંડાર છે. સૌર ઊર્જાના ઉપયોગને લગતી સમસ્યાઓ અહીં ઓછી નથી.

  Russia Ukraine War
  મધ્યપૂર્વ દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઊર્જા પરિયોજનાઓ પર વધુ કામ ચાલી રહ્યું છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


  કેટલાક દેશોમાં છે પડકાર

  મધ્ય પૂર્વમાં મોરક્કો તથા સાઉદી અરેબિયા સૌર ઊર્જાના મુખ્ય ઉત્પાદકો છે. બંનેએ વર્ષ 2020માં 106 અને 74 કિલોવોટ કલાક પ્રતિ વ્યક્તિની સૌર ઊર્જાનું ઉત્પાદન કર્યું હતું. તો બીજી બાજુ યુરોપિયન યુનિયને આ વર્ષે 810 કિલોવોટ કલાક પ્રતિ વ્યક્તિનું સૌર ઉત્પાદન કર્યું હતું. સાઉદી અરેબિયા જેવા કેટલાક દેશોને અત્યારે સૌર ઊર્જા પર ભાર આપવાની જરૂર નથી કારણ કે તેઓ પોતાની વીજળીનું ઉત્પાદન કરી શકે છે. પરંતુ ઈરાક, લેબનોન, યમન જેવા અન્ય ઘણા દેશોમાં સમસ્યાઓ અલગ છે અને તેઓ સૌર ઊર્જા તરફ વળવાનું વિચારી રહ્યા છે.

  સૌર ઊર્જા તરફ ઝુકાવ

  ઇરાકમાં આર્થિક અને રાજકીય અસ્થિરતા એક મોટી સમસ્યા છે. અહીંના નેતાઓ છેલ્લા ત્રણ વર્ષથી સૌર ઊર્જા અંગે વધુ ગંભીર બન્યા છે, પરંતુ અહીંની સમસ્યાઓના કારણે કાર્યક્ષમ રોકાણ થયું નથી. એ જ રીતે લેબનોન પણ રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પર્યાપ્ત વીજળી ઉત્પાદનના અભાવે ખાનગી જનરેટરનો ઉપયોગ લોકપ્રિય બન્યો છે જેના કારણે લેબનોનના શ્રીમંતો સૌર ઊર્જાનો વિકલ્પ પસંદ કરે છે. યમનમાં સૌર ઊર્જાને આ જ કારણોસર પસંદ કરવામાં આવી રહી છે.

  Russia Ukraine War
  રશિયા યુક્રેન યુદ્ધના કારણે મધ્ય પૂર્વના દેશોના સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ પર સપ્લાય કટોકટી સર્જાઈ છે. (Image- Wikimedia Commons)


  મોટા દેશો પણ પાછળ નથી

  બીજી તરફ જ્યાં શક્તિશાળી દેશો પણ પાછલા થોડા વર્ષોથી સૌર ઊર્જા તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે સૌર ઊર્જા ક્ષેત્રમાં તેજી જોવા મળી છે. તેમાં મોરોક્કો, જોર્ડન, ઇજિપ્ત તેમજ UAE જેવા મોટા તેલ ઉત્પાદક દેશોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાએ તેના વિઝનમાં સૌર ઊર્જાનો સમાવેશ કર્યો છે. આટલું જ નહીં, મધ્ય પૂર્વના સમૃદ્ધ દેશોએ પણ પડોશી દેશોમાં સૌર ઊર્જામાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.

  આ પણ વાંચો: ઇઝરાયેલ પાસે છે આ ખતરનાક આયર્ન બીમ લેઝર મિસાઈલ સિસ્ટમ, આ રીતે કરે છે કામ

  યુદ્ધની અસર

  આવામાં આ બધા પર રશિયા-યુક્રેન યુદ્ધની શું અસર થાય છે તે પણ જોવું રહ્યું. યુદ્ધના કારણે ખાડી દેશોમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાં સપ્લાય અને રોકાણની સમસ્યા ઊભી થઈ રહી છે. રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સ માટે જરૂરી સાધનો અને અન્ય સામગ્રી સપ્લાય કરવાની જટિલ પ્રક્રિયાઓમાં રશિયન અને યુક્રેનિયન કંપનીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ, નિયોન, પેલેડિયમ જેવી સામગ્રીના પુરવઠા પર ખરાબ અસર પડી છે.

  રશિયા પરના પ્રતિબંધોને કારણે વિશ્વમાં તેલ અને ગેસની માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં ખાડી દેશો પર વધુ નિકાસ દબાણ રહેશે, જેના માટે સ્થાનિક કાપ મૂકીને નિકાસ પર ભાર મૂકવામાં આવશે. સાઉદી અરેબિયા હાલમાં ઘરેલુ વીજળી ઉત્પાદનમાં ઘણું બળતણ વાપરે છે. તો બીજી બાજુ રશિયા યુક્રેન તરફથી રોકાણમાં ખોટની ભરપાઈ યુરોપ કરી શકે છે જેની સંભાવના પણ પ્રબળ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Solar, World News in gujarati

  विज्ञापन
  विज्ञापन